________________
એકત્વભાવના
૧૫૩
અર્થ સ્પષ્ટ છે એમાં કેદ્રસ્થભાવ જગમેં ન તેરા કેાઈ ' એ છે. અને આ અનુપમ નરભવ મળ્યો છે તેને તુ એવી રીતે આકાર આપ કે અંતે તારે પસ્તાવું ન પડે, અને તેટલા સારુ સગપણ-સબ ધતુ આતર રહસ્ય વિચાર અને પારકાંને પોતાના માનવાની તારી ટેવ છોડી દે આ સમજવાનો ભાવ છે જેના અતરમા જ્ઞાનકળા જાગી છે તે એવા ઊંધા રસ્તાઓ કરતા જ નથી અને એ સાચો માર્ગ નથી એમ ઘારવામાં વિલ બ કરીશ તો ઘણો મોડો મોડો પસ્તાવો થશે, પણ પછી આ તક ચાલી જશે. આવી રીતે પરભાવરમણતા દૂર કરી, આવો સુંદર અવસર મળ્યો છે તેનો લાભ લઈ લેવાની આવશ્યક્તા અત્ર બતાવી છે.
એ કેમ મળે? એનો એક રાજમાર્ગ છે, આપણે તેને સાધવા પ્રયત્ન કરીએ તો તે મળે તેમ છે, એની ચાવી ઉપર બતાવવામાં આવી છે ત્યાથી શેધવાની છેઆ પ્રાણીને જે જે કાઈ ઉપાધિઓ લાગી છે તે સર્વ આગ તુક છે જે એ સર્વ સ જેગો ઉપર જય મેળવે અને આજુબાજુના વાતાવરણને ભૂલી જાય, તેને અધીન – તેમાં આસક્ત ન થાય તો એને રસ્ત થાય તેમ છે અનત ગુણવાળો આત્મા કેવો થઈ ગયો છે તે ચિદાન દઇએ બતાવ્યુ છે તું મદમાતે થઈને ફરે છે, ચાલતી વખત ધરણી પર પગ મૂકતા નથી અને વિષયને કીડા થઈને “મૂરખનું સાધન મેળવે છે છતા હજુ તારે એ જ વિષયો ચાટવા છે? એમાં જ રસ લેવો છે? અને આજુબાજુના જે સંગ તે એકઠા કર્યા છે તેના ઉપર વિજય મેળવવાની તારી તાકાત છે? તુ એને ભૂલી શકીશ? તુ એનાથી ઉપરવટ થઈ શકીશ? પ્રથમ બેના જવાબ નકારમા અને છેલ્લા ત્રણના હકારમાં હોય તે રસ્તે પ્રાપ્ય, સીધો–સુતર અને ભુલા ન ખવરાવે તેવો છે.
- આ આખી ભાવનાનું રહસ્ય “અ દર” જેવામાં છે. એકત્વભાવના અદર જોવા માટે છે એકત્વભાવના એટલે Introspection – આત્મનિરીક્ષણ, તાત્વિક દષ્ટિએ આતર-વિચારણા અન્યત્વભાવના હવે પછી આવશે, તે બહારની વિચારણા છે તે Circumspection કહેવાય. એકત્વભાવના આતર ચક્ષુને માટે છે, અન્યત્વભાવના બાહ્ય ચક્ષુ માટે છે પ્રથમની Subjective છે, બીજી Objective છે
આત્મનિરીક્ષણ કેમ થાય? તે સમજવાની બહુ જરૂર છે શાત સ્થાનમા, નીરવ વાતાવરણમા, શાત સમયે જરા સારા વખત લઈ ચેતનની સાથે વાત કર તુ કેણ? ક્યાથી આવ્યો? કેમની સાથે આવ્યું? તારુ કોણ? ક્યા જઈશ? આ સર્વ ધમાલ શેની માડી બેઠા છે? કોના સારુ આ સર્વ પ્રપ રાજાળમાં ફસાય છે? આ સર્વ ક્યા સુધી ચાલશે? અને એ સર્વને તુ ક્યા સુધી ચલાવ્યા કરીશ ? તારે તારા વાતાવરણમાં જ ભમવુ છે કે કઈ નવુ વાતાવરણ ઊભું કરી ચિર તન શાતિ મેળવવી છે? તને જરા થાક પણ લાગતો નથી? તુ કેટલે ઘસડાઈ ગયે તેને તે વિચાર કરી અને આ સગો તે જ