________________
એકવભાવના
૧૫૧
તુ એક વાર એને ચાખ, પછી ગર્તા તને આશીર્વાદ આપે છે કે “તારામાં સુખરસનો આનદ વૃદ્ધિ પામો” તારામા સુપરસનો આન દ તે છે, પણ અત્યારે તને ઇદ્રિના સુખમા લયલીનતા છે, તેમાં રતિ–પ્રીતિ છે. તને હવે માલુમ પડ્યું છે કે એ રસ તો અલ્પસ્થાયી અને પરિણામે દુ ખ કરનાર છે. હવે તને જે સુખમાં રત થવાનો કર્તા આશીર્વાદ આપે છે તે મુખ્ય વિષયાતીત છે, વિષયથી દૂર છે, અકલ્પનીય છે, અનનુભૂત છે અને મહી અભુત હોઈ અપૂર્વ છે તુ એ રસનો સ્વાદ કર અને એ વિષયાતીત સુપરસમાં તારી પ્રીતિ દિવસનુદિવસ કેમે કેમે વધતી જાઓ
શમામૃત તે ભાવના છે એ શરૂઆતથી આપણે જોતા આવ્યા છીએ. ભાવના ભાવવી, ઊંડા ઊતરીને તન્મય થવું અને તન્મય થઈ તેને જીરવવાનો નિશ્ચય કરે એ શમામૃતને આસ્વાદ છે એ ચાખતા આતરચક્ષુઓ ઊઘડી જશે અને એક વખત આ તગત્મભાવનો સ્પર્શ પણ થયે તો ગાડુ રસ્તે જરૂર ચઢી જશે
ચેતનની – તારી પિતાની, પ્રત્યેક આત્માની – એકતા તેટલા માટે વિચાર અને વિચારીને તેને જીરવવા પ્રયત્ન કર તેના છાટા મળે તો વધારે મેળવી અને તે રસમાં તરબોળ થઈ જઈ આ સત્ય—વિચારણાને વ્યવહારુ રીતે સફળ કર
એવી રીતે એકત્વભાવની વિચારણા શ્રીમદ્વિનયવિજયજી ઉપાધ્યાયે પ્રખર શબ્દોમાં ગાઈ સંથારાપોરિસીમા દરરોજ રાત્રે સૂતા પહેલા આપણે વિચારીએ છીએ કે –
एगोऽहं नत्थि से कोइ, नाहमन्नस्स कस्स इ । एच अटीणमनसो, अप्पाणमणुसासइ ॥
અને
एगों मे सासओ अपा, नाणदसणसंजुओ।
સિવારે તારા માવા, રાત્રે સગોર્જિar I વગેરે. એને અક્ષરાર્થ કરીએ તે-“હું એકલે છુ. મારુ કોઈ નથી. હું કઈ બીજાને નથી-આવી રીતે દીનતારહિત મનવાળો થઈને આત્માને અનુશાસન કરે (પછી વિચારે કે...) મારો આત્મા એક છે, શાશ્વત છે, જ્ઞાન-દર્શનથી સ યુક્ત છે બાકીના સર્વ બાહ્ય ભાવો છે અને તે સગોથી ઊભા થયેલા છે.”
પછી એ વિચારે કે- સંયોગમા જેનું મૂળ શોધી શકાય છે એવી અનેક દુખોની હારોની હાર આ પ્રાણીઓ પ્રાપ્ત કરી છે, તેથી એ સર્વ સ ગોને હું સિરાવી દઉ છું– તેને સર્વથા પરિહાર કરુ છું ?
આ દરરોજ વિચારવાની વાત છે, રાત્રે સૂતી વખત ચિતવવાને અભેદ્ય ઉત્કટ શાતવાહિતાને અમૃતરસ છે. એમાં આત્મા પિતે પિતાને અનુશાસન કરે છે, પોતાની જાતને ઉપદેશ આપે છે, પોતાની સાથે વાત કરે છે પણ એ વાત કરતા દબાઈ જતો નથી, ગભરાઈ