________________
૧૫૦
શાન સુધાર
થઈ શકો છો, માત્ર એક જ શરતે કે અદર જે કચરો પિસી ગયેલ છે તેને દૂર કરી નાખો ઘણા પ્રયત્ન કરવાની કે જ્યા ત્યાં દોડાદોડ કરવાની જરૂર નથી અનુભવ જ્યારે નાથને જગાડશે ત્યારે સર્વ આવી મળશે, માટે અનુભવમ દિર વાળી ઝાડીને સાફ કરો અને ત્યાં મોટા સિહાસન પર પરમેશ્વરને ગોઠવી દ્યો ત્યાથી તમને સર્વ મળશે, તમારા ઈચ્છિત સિદ્ધ થશે અને આખા રખડપટ્ટાને છેડે આવી જશે.
આ તો ગ્રંથકર્તા કહે છે કે તમે પરમેશ્વરને હૃદયમ દિરમાં સ્થાન આપે બાકી તેને સ્થાન આપવાનું તમારા હાથમાં છે સો ટચના સોનાના શોખ હોય તો તો આ એક જ રસ્તો છે અને ભેળસેળ ગમતી હોય, ગોટા વાળવા હોય તો તમારી મરજીની વાત છે. તમે પોતે એ જ સ્થાને બેસી શકશે તે સમજવા જેવી વાત છે
૮. છેવટે એક વાત કરવાની છે. ભાઈ વિનયી ચેતન' અત્યારે અમૃતરસ તારામાં જાગ્યું છે. સગવશ ચેતન છે તે અત્યારે જે વાગ્યું કે વિચાર્યું તેથી અથવા અત્યારે તુ જે સગોમા શાતિસ્થાનમાં આવી અમુક અંશે ઉપાધિમુક્ત થયા છે તેથી તારામાં સમતાને અમૃતરસ કાઈક જાગી ગયા છે.
એ ઉપરાંત અનેક પ્રાણીઓ આ મનુષ્યભવની પ્રસિદ્ધ સગવડ મેળવી સમતાને જરૂર ઓળખી શકે છે એ સર્વ શમરસના ચટકા છે એને સ ઘરીને ઉગાડવામાં આવે તો એમાં ખૂબ વધારો થઈ શકે એવો આ નરભવ છે.
વળી એ શમરસ બહુ મનહર છે, પ્રીતિને જમાવનાર છે અને જે એની અસર તળે આવે તેના પર આશીર્વાદ વરસાવનાર છે. ' ભાઈ ચેતન' જરા ચેતી અને એ સમતારસનો સ્વાદ અત્યંત પ્રેમપૂર્વક એક ક્ષણવાર જરૂર કરી લે ઉપર આ જ ભાવનાના ઉપોદઘાતના ચોથા શ્લોકમાં કહ્યું છે તેમ આ રસ એક ક્ષણવાર પણ ચાખી જે, એની લહેજત જરા તપાસી લે, એને ઘૂંટડે પી જા અરે ઘુટડો પૂરો ભરીને પીવાનું ન મળે તો એના થોડા ટીપાને પણ સ્વાદ લઈ લે તને આગ્રહ કરીને કહેવામાં આવે છે કે એ રસને જરા આસ્વાદી લે - તુ એનો ખૂભ પ્રેમથી સ્વાદ લેજે, અતર ગના હેપથી એને જરા ચાખી લેજે અને પછી એની તારા પર કેવી અસર થાય છે તે તુ જેજે.
શાત વાતાવરણ, શુભ સગો, સ્નાવાળી રાત્રિ, ઢળક સાથે ગાન કરેલ લય અને સદ્ગુરુનું સાનિધ્ય એ સર્વ હવાને ચોખ્ખી કરી નાખશે અને આખું વિશ્વ નવા આકારમાં નૂતન સ્વાગમાં દેખાશે પછી તને અ દર પેસવાનું, આતરવિચારણા કરવાનું મન થશે માત્ર સહાનુભૂતિથી પ્રેમભાવે, આદરભાવે, શિષ્યભાવે, ખપી જીવને શોભે તેવી રીતે આ શમામૃત એક વાર ચાખવામાં આવે તો પછી તને એની લગની લાગશે અને તારુ જીવતર સફળ થશે