________________
એવભાવના
૧૪૯
સહજાન દવિલાસી આત્મા મહદયને પ્રાપ્ત કરી એના શુદ્ધ સ્વરૂપે પરમાત્મા થાય છે અને ત્યા પણ એનું વ્યક્તિત્વ રહે છે. ગુણની નજરે સિદ્ધના સર્વ જીવો એક સરખા હોવાથી તેમાં “અભેદ પણ શક્ય છે પણ પ્રત્યેક આત્માનું વ્યક્તિત્વ જતુ નથી, કેઈમાં તે ભળી જતુ નથી, કોઈ–મય તે થઈ જતું નથી આ રીતે ભેદભેદને સમજવો બહુ જરૂરી છે.
આવો આત્મા ખરેખર પરમેશ્વર છે, પૂજ્ય છે, ધ્યેય છે, વિશિષ્ટ છે અને વદન, નમન, સેવનને યોગ્ય છે આત્મા મૂળ સ્વરૂપે આવો છે, ભગવાન છે, પરમેશ્વર છે, જ્યોતિ સ્વરૂપ છે, અન ત જ્ઞાનનો ધણી છે અને નિર તર નિશ્ચળ રહી, સર્વ રખડપટ્ટીઓથી રહિત થઈ એક સ્થાને વસનાર છે. બહિરાત્મભાવ મૂકી, અવતરાત્મભાવ પ્રકટ કરી, એનું એકત્વ સમજી આ વિચારણા કરવામાં આવે તે પરમાત્મભાવ પ્રકટ છે, સિદ્ધ છે. પ્રાપ્તવ્ય છે અને પિતાની પાસે જ છે.
ચેતનજી! તમારા અનુભવમ દિરમાં આ એક આત્માને બેસાડે. ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે આ એક પરમાત્મા જે જાતે અવિનશ્વર-શાશ્વત છે તે તમારા અનુભવમદિરમાં વસે.
આપણે જરા આગળ જઈને એમ કહીએ કે તમારો પોતાનો જ આત્મા, તમે પોતે જ આ અનત જ્ઞાન-દર્શન–ચારિત્રમય પરમેશ્વર છે તમારા મ દેરમાં બીજા બહારના આત્માને લઈ આવવો પડે કે બેસાડવો પડે તેમ પણ નથી, માત્ર આદર્શ તરીકે તમારી પાસે પરમેશ્વર અને ભગવાનની વાત કરી છે, બાકી તમે પોતે જ તે છે અને તે તમને બેસાડતા આવડે અને આ દરથી દશા પલટાય તો તમને તે મહાસિહાસન પર બેઠેલ દેખાશે હાલ તુરત તમારા અનુભવમદિરમાં એ પરમેશ્વરને સ્થાપન કરે અને એના જેવા બનવા ભાવના કરે.
અનુભવ–મદિર એ કાંઈ જેવી તેવી વસ્તુ નથી. એ જ્ઞાનસ્વભાવ-ભુવન છે, અનેક ભવના વિકાસને પરિણામે પ્રાપ્ત થયેલ આત્માની શુદ્ધ દશા છે અને એ મહામ દિરમાં જેને તેને
સ્થાન ન જ હોય ખૂબ વિચારણાને પરિણામે અનુભવ થાય છે અને એ અનુભવે આખા ભવના કરેલ આતર નિદિધ્યાસનતુ અમૃતતત્ત્વ છે એ અનુભવ પ્રાપ્ત કરવા રોગીઓ મથ્યા છે અને એની ખાતર એમણે જ ગલો સેવ્યા છે એ અનુભવમ દિરમાં મહારાજ્ય સ્થાન પર આ અચળમૂર્તિ અવિનશ્વર પરમેશ્વરને સ્થાપો પછી જે આનદ થશે તે વચનથી અકથ્ય છે જેમ 'સાકરને સ્વાદ કેવો લાગે તેનું વર્ણન ન કરી શકાય, પણ ખાવાથી સમજાય તે આ અનુભવ છે. એના મદિરમાં એક વખત પરમાત્માસ્વરૂપને બરાબર સ્થાન મળ્યું અને એમાં કઈ જાતને ભેળસેળ ન રહ્યો તો પછી રસ્તે સીધે અને સરળ છે
આવા અનંત જ્ઞાનાદિ–ગુણ–યુક્ત પરમેશ્વરને તમારા અનુભવમ દિરમાં બરાબર સ્થાન આપો, પછી એની સાથે વાત કરો અને તેની સાથે તમારી એકતા ભાવો યાદ રાખો કે એ પરમેશ્વર એક જ છે, એક સ્વરૂપે જ છે અને તમે પોતે એક રીતે તેનાથી જુદા નથી, તે–મય ૧ સાકર કરતા ધૃતને સ્વાદ ન કહી શકાય એ વધારે ઠીક લાગે છે