________________
એકવભાવની
૧૪૭
એવી ચેષ્ટાઓ કરશે કે તે જોઈ નહી હોય તો હસવું આવે એ પોતાની જાત ઉપરનો કાબૂ ખોઈ બેસશે અને પછી ગમે તેમ વર્તશે, એની જાત પર એને કાબૂ નહિ રહે એ ગટરમાં પડશે, ગોથા ખાશે, બગાસા ખાશે અને એવું વર્તન કરશે કે જાણે એ માણસ જ ફરી ગયે. તમે એને દારૂના ઘેનમાં તદ્દન જુદે જ જોશો એનું કારણ દારૂનું ઘેન છે અને દારૂ એને પીવા ચોગ્ય ચીજ ન હાઈ પેય પદાર્થને અને એને માટે એને પરવસ્તુ છે. ' ''જ્ઞાન-દર્શન–ચારિત્રનો ધણી પણ જ્યારે પરભાવમા પડી જાય છે ત્યારે એ પોતાનું મૂળરૂપ તજી દઈ અત્યંત વિચિત્ર ચેિષ્ટાઓ કરે છે. દારૂ પીનારો જેમ ગાવા, નાચવા, હસવા મડી જાય છે તેમે આ પ્રાણી સ સારના નાટક ભજવવામાં પડી જાય છે. એ મારું મારુ કરી નાટકો કરે છે અને દારૂડીઆની પેઠે પોતાની પર કાબૂ ખોઈ બેસી અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે છે પછી એ પરભાવને વશ થઈ અનેક કષ્ટોમાં પડે છે, એક ખાડામાંથી બીજામાં અને એક ભવમાથી બીજમાં ગબડે છે અને સંસાર પર પ્રેમ કરી ઈષ્ટવિયેગાદિ પ્રસગે તદ્દન શૂન્ય ચિત્તવાળા થઈ બગાસા ખાય છે.
' .
* * પરભાવરમણતાને લઈને એ પોતાનો સ્વભાવ વીસરી જાય છે અને મોહમમત્વમાં પડી જઈ' અનેક ન કરવા યોગ્ય કાર્યો કરી બેસે છે અને ભારે ગોટાળામાં પડી જાય છે. એ દારૂની અસર તળે એને જે હોય તે કઈ માને પણ નહિ કે એ જ્ઞાન-દર્શનાદિ અનત ગુણોનો પણ હશે અને એનો મૂળ સ્વભાવમાં એ તદ્દન નિલેપ, એકલે ફરનાર અને અન ત સુખને ભોક્તા હશે દારૂની અસર આવી છે ! પરભાવરમણતાનો લ્હાવા આવા છે! ! ! ! * દારૂડીઆના પૃતન સાથે સંસારમા અધ પાત સરખાવો. * * * * દારૂડીઆના લેટવા સાથે ભવોભવની રખડપટ્ટી સરખાવવી. દારૂડીઆના બગાસાં સાથે દુ અપ્રસગે થતી હદયશૂન્યતા સરખાવવી. ચેતન એક્લો છે, છતા પારકાની અસર તળે એના કેવા હાલ થાય છે તે વિચાર્યા
૫. સોનામાં અન્ય ધાતુ મેળવી હોય ત્યારે તે કેવું લાગે અને જ્યારે એ તદ્દન ખુ સો ટચનુ સેનું હોય ત્યારે તે કેવું લાગે તો તમારા જેવા દુનિયાદારીના માણસો(Worldly man)ને જણાવવાની જરૂર ન જ હોય સેનું ચેખુ હોય ત્યારે એને પ્રકાશ, એને રગ, એનુ સ્નિગ્ધત્વ, એનો દેખાવ, એને ભાર (ગુરુ) ખરેખર ચિત્તાકર્ષક તમને લાગ્યું જ હશે પછી તેમાં જ્યારે અન્ય ધાતુની ભેળસેળ કરવામાં આવે ત્યારે તેનો જાય, રૂપ જાય, અને તેમાં જે વધારે પડતે ભેગા થઈ જાય તે કઈ તેને સોનું માનવાની પણ ને પાડે સોનામાં જેટલો ભંગ થાય તેટલું તેનું સુવર્ણત્વ ઓછું થાય છે
દ. આત્મા-ચેતનની જ્યારે કર્મ સાથે મેળવણી થાય છે ત્યારે એના પણ અનેક રૂપ થાય છે, એનો મૂળ સ્વભાવ દબાઈ જાય છે અને પછી તો એ અનેક નાટકે કરે છે એ ચારે ગતિમાં ભટક્તો ફરે છે અને નવા નવા રૂપ ધારણ કરી કેઈ વાર ઉત્તમ અને કઈ