________________
એકત્વભાવના : : ગેયાષ્ટપરિચય
૧. ખૂબ શાંતિથી પૂર્ણ શાંત વાતાવરણમા ગાવા યોગ્ય આ અટક છે. એની ટળક બહુ સુંદર છે. વિનય ! ચેતન ! તુ વસ્તુસ્વરૂપને બરાબર વિચાર કર. ઉપર ઉપરના ખ્યાલ પડતા મૂકી વસ્તુની આતરરચનાના મૂળ સુધી પહોચી જા તને માલુમ પડશે કે એ વિચારણામાં તે કદી નહિ કપેલ ભવ્ય સત્ય પડેલા છે, જેનો સ્પર્શ પણ તને શાત કરી દેશે અને તારી આસપાસ શાતિનું સામ્રાજ્ય જમાવી દેશે
આ દુનિયામાં તારુ પીવાનું શું છે? આ સીધે સવાલ છે. તેનો હું વિચાર કર. જે તુ તારા શરીરને તારુ માનતો હે તો તે તારુ નથી તે આપણે જોઈ ગયા. નથી તારું ઘર, નથી તાગ વાડીવજીફા, નથી તારી સ્ત્રી, નથી તારા છોકરા, નથી તારા ધંધો નથી તારા મિત્રો, નથી તારા સગા. કેાઈ તારુ છે? હોય તે કહે અનેક જીવે છે તેમાં તારા કે? અનેક ચીજો છે તેમા તારી કઈ ? અને કોણ કોનુ ? આ સવાલનો જવાબ આપીશ એટલે જણાશે કે આ તે ફેકટના ફસાઈ મર્યા! • આટલો વિચાર આવે એટલે પછી એને કોઈ જાતનું દુખ થાય ખરું ? અથવા એનાથી કોઈ પાપાચણું બને ખરું ? દુ ખ કોને લાગે છે જ્યાં કિં નિજ–પોતાનું શું ?—એ સવાલ થયે એટલે દુ ખ શેનુ, કેતુ અને કેને લાગે ?
આવો સવાલ જેના મનમાં હૃદયસ્પર્શી થાય તેને પાપ કરવાની બુદ્ધિ કદી પણ થાય ખરી? એવા પ્રાણીને રાજમહેલ કે જગલ સરખુ જ લાગે એને મન જેલ કે મહેલ સરખા જ દેખાય. એને ઘનિક કે નિર્ધન અવસ્થા સરખી લાગે. એને માન-અપમાન સર્વ પાર્થિવ લાગે. એને અભિમાન બચાના ખેલ લાગે. એને આવી ભાવચેષ્ટા બાળકના કરેલા શૂળના ઘર જેવી લાગે. ટૂંકમા, એને દુ ખ કે ખેદ લાગે નહિ અને કદાચ દુ ખ બાહ્ય નજરે દેખાય તો તેને તે મોજમા ભોગવી લે. તેને પણ એ માણે, તેમાં પણ આનદ પામે એને પાર્થિવ કોઈ ચીજ અસર ન કરે એ તો “નિજ કિ”નો જ વિચાર કરે અને એ વિચારણા કુતિના ઉદયને દૂર કરવા માટે પૂરતી છે એવો સવાલ જેના મનમા ઊઠે તેની વિચારણા કેવી હોય તે જુઓ – છે. ર. આ પ્રાણી એકલો ઉત્પન્ન થાય છે. તે જ્યારે જન્મે છે ત્યારે તદ્દન એક્લો જ હોય છે. તેને જેના પર મેહ હેય તેવા તેના સ્ત્રી-પુત્રાદિ તેની સાથે જન્મતા નથી. }} : અને જ્યારે યમરાજ ને ઉપાડી જાય છે ત્યારે એ એક્લો જ જાય છે . કોઈ એની સાથે મરતુ નથી અને એની ચિતામાં એને બદલે અન્ય કેઈ સૂતુ નથી નાનપણમાં કરેલી એક સક્ઝાયમાથી નીચેનુ પદ યાદ રહ્યું છે તેમાં લખ્યું હતુ કે –
“હલી લેગે સગી અંગના, શેરીએ લગી સગી માય; સીમ લગે સાજન ભલે, પછે હું એકલો જાય.'
જીવ ! વારું છું મારા વાલમા,