________________
એકવભાવના
૧૪૩ થઈ પડ્યો. દાહની બળતરામાં અવાજના ધમધમાટે વધારો કર્યો દાહની બફમમાં નમિરાજાએ બૂમ મારી “આ અવાજ બંધ કરો મારુ માથુ ફરી જાય છે. આ સર્વ ઘોઘાટ શ?”
સ્ત્રીઓ ચતુર હતી તેમણે વધારાના ચૂડા ઉતારી માત્ર એક સૌભાગ્ય-કંકણ રાખ્યું. પાછી ફરી ચ દન ઘસવા લાગી ગઈ નમિરાજા બે મિનિટમાં પાછા બોલ્યા “અવાજ કેમ બંધ થયે?” વૃદ્ધ વૈદ્યરાજે જવાબ આપ્યો “આપની પાંચસે સ્ત્રીઓ આ૫ને લેપ કરવા માટે બાવનાચદન ઘસતી હતી તેનો એ અવાજ હતું.”
નમિરાજા–“ત્યારે શું ઘસતી બ ધ પડી ગઈ?”
વૈદ્યરાજ–“ના મહારાજ ! તે ઘસે છે, પણ તેમણે કકણો સર્વ કાઢી દૂર મૂક્યા છે માત્ર એક સૌભાગ્યસૂચક કંકણ જ દરેકે રાખ્યું છે તેથી અવાજ થતો નથી ” “ . ( ' નમિરાજા–“અહો ! ત્યારે અનેકનો જ અવાજ છે, એકમાં જ ખરી શાંતિ છે. મારા માથા ઉપરથી અત્યારે મોટો બોજો ઊતરતો જણાય છે, તે એક ક કણને જ આભારી છે. ત્યારે મજા તો ખરી “એક મા જ છે. વધારે થાય ત્યા તો ખડખડાટ જણાય છે, ત્યારે આ એકમાં તો આનંદ છે. છે આમ બોલતા બોલતા એને એકતાનું ભાન થયુ. થતાંની સાથે એ ઊભે થયે પોતે એકલે છે, એકલો આવ્યા છે અને એક્લો જવાનો છે જે ખડખડાટમાં પોતે પડ્યો છે તે અનેકને લઈને જ છે.
આ વિચારમાં એને દાહ ચાલ્યો ગયો એ વિચારની અ દર ઊતરી ગયે. સમજ્યા તેવા જ રાજેશ્રી ઊઠયા અને ઊઠીને મુનિ પાષ્ટ્ર ધારણ કરી એકતાને અનુભવ કરવા લાગ્યા. રાજ્ય , છેડથુ, વૈભવ છોડ્યા, અલકા છોડ્યા, સ્ત્રીઓ છેડી અને અને સર્વ છોડી એક્તામાં લીન થઈ અતે પરમાનદસ પદને પામ્યા એ પ્રત્યેકબુદ્ધ થયાઅ ને “રાજષિ કહેવાયા. અનિત્યભાવનામાં કરક નુ દષ્ટાંત આવ્યુ હતુ તેવા આ બીજા પ્રત્યેકબુદ્ધ થયા વિચારકની આ દશા હોય. એ રાજ્ય ભગવે, પાચસે સ્ત્રીઓ સાથે વિલાસ કરે, પણ સાચી વાત સમજે એટલે ચાલી નીકળે. પછી ધનાની જેમ ખેળભરેલું શરીર હોય તો પણ શુ ? અને ચિલાતીપુત્રની પેઠે હાથમાં મનુષ્યના માથાની પરી હોય તે ચે શું? એ તે તજવી ત્યારે એક એક શુ તજવી? શાલિભદ્રને ધને કહે કે “ચાલ! આમ વાતે યે કાંઈ દહાડો વળે?” આ દશા વિચારકની હોય. હાથમાં માથાની ખોપરી હોય પણ “ઉપશમ, વિવેક, સો વર” એટલા શબ્દો સાભળે ત્યાં સ્થિતિ બદલાઈ જાય છે અને ખૂની માણસ એ જ ભવમાં મેક્ષ સાધે છે એ દશા વિચારકની હોય તેટલા માટે જે એક વાર સમતાપૂર્વક ખરો એકત્વભાવ સમજાય તો પછી દશા ફરતા અને પરમાનંદપદ પ્રાપ્ત કરતા વખત લાગતું નથી. ત્યારે એ એકત્વભાવના કેમ ભાવવી તેનું સ્વરૂપ હવે ઘણું સાક્ષેપમા વિચારી જઈએ ઉપોદઘાતમાં ઘણી વાત થઈ ગઈ છે તેથી અષ્ટકમાં સંક્ષેપ કરી બાકીની વિચારણા વાચકની વિચારશક્તિ પર છેડવી ઠીક લાગે છે