________________
૧૪૨
શાંતસુધારસ
(૫) એટલા માટે હે ચેતન ! તુ સર્વ આળપંપાળ મૂકી દે, તારા નિજસ્વભાવમાં મગ્ન થઈ જા અને તારી એના, જેનું વર્ણન નીચેના અષ્ટકમા કરવામાં આવશે તેની ભાવના કર, તેને વારવાર વિચાર કરી અને તે વિચારણામાં તન્મય થઈ જા. એ એક્તાને વિચાર સમતા સાથે કર. સમતા વગરની એકતા તો તને મૂઝવી નાખશે, તને ગભરાવી મૂકશે, તને બાપડ-બિચારો બનાવી દેશે સમતા એટલે સમભાવ, અખ ડ શાતિ, આત્મસ્વરૂપ સાથે એકરૂપતુલ્યતા વિનયવિજય ઉપાધ્યાયે આરાધનાના રતવનમાં કહ્યું છે કે –
સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુણ્યના કામ; છાર ઉપર તે લીપણું, ઝાંખર ચિત્રામ
ધન ધન તે દિન માહરે, ' જમીન કચરાવાળી હોય તેને સાફ કર્યા વગર, ભૂમિકાની શુદ્ધિ કર્યા વગર ગાર કરવામાં આવે અથવા બાવા વળગેલ કાબરચીતરી ભીંતને સાફ કર્યા વગર તે પર ચિત્રામણ કરવામાં આવે તો તે સર્વે નકામું થાય છે, તેમ સમતા વગર કરેલ સર્વ કરણી કે વિચારણા નિરર્થક થાય છે મનની શાતિ, વાતાવરણમાં શાતિ, અતરની વિશુદ્ધિ એ એકવભાવનાની વિચારણને અગે ખાસ જરૂરી છે.
એવી રીતે સમતાપૂર્વક એકત્વભાવના ભાવ એટલે તને પરમાનદપદની સંપત્તિ જરૂર મળશે. તુ ચેડા વખતની સપત્તિના કેડ હવે છોડી દે અને આ પરમાનપદના આનદને મેળવ એ તે ઉત્કૃષ્ટ આનંદ છે, નિરવધિ આનદ છે, અનિચ્ચ આનદ છે, અક્ષય આનદ છે, અમિશ્ર આનદ છે નીચેની વાર્તા વિચાર.
- અઢળક લકમીનો સ્વામી, સેકડો ગામનો રાજા નમિ આજે હેરાન થઈ ગયો છે એના શરીરમાં દોહવા ઉપડ્યા છે. આખા શરીરમાથી અગારા ઊઠે છે. જાણે મહાભયકર અગ્નિની વચ્ચે બેઠે હોય તેમ આખુ શરીર બળુ બળું થઈ રહ્યું છે એને પથારીમા ચેન પડતુ નથી. જમણેથી ડાબે પડખે અને ડાબેથી જમણે પડખે પછાડા મારે છે અને હાય–બળતરા કરે છે !! . તે રાજાને પાસે સ્ત્રીઓ છે. રાજાના ઉગ્ર દાહવરને શાંત કરવા તત્પર છે. સર્વ સ્ત્રીઓ સુખડના કટકાઓ લઈ તેને ઘસવા લાગી ગઈ છે પાચસે સ્ત્રીઓના સૌભાગ્યને આધાર આ એક જીવ પર હતો ખૂબ પ્રયત્ન કરી જોરથી સર્વ કામ કરવા લાગી ગઈ અને જેમ બને તેમ જલ્દી બાવનાચ દનના કચોળા ભરી પતિના શરીર પર લગાડવાની ઠવણ કરવા આતુર બની પણ રાજાની પીડા આકરી હતી, બાવનાદનના વિલેપનથી તે શમી નહિ તેને દાહ વઘતે જે ચાલ્યો અને ગરમી વધતી જ ગઈ - માદા માણસને જરા અવાજ થાય તે પણ ક ટાળો આવે છે. પાચસે સ્ત્રીઓ એક સાથે બાવનાચંદન ઘસે ત્યારે તેના હાથનાં ક કણો (બલોયા, ચૂડીઓ કે બગડીઓ) કેટલો અવાજ કરે? અને તેમાં વળી મારવાડને પ્રદેશ એટલે ચુડા મેટા હોય, એને અવાજ રાજાને અસહ્ય