________________
એકવભાવને
૧૪.
છેવટે થોડા વખત માટે તો પરાવરમણતાને દૂર કર, જેથી આ મનુષ્યભવમા ચદનના વૃક્ષમાંથી નીકળતા શીતળ પવનની લહરીનો રસ તને જરા સ્પશે એ ચદનવૃક્ષ તે આમવિચાર છે આત્મવિચારમાં પ્રાણ પડે ત્યારે એને એવી શાતિ થઈ જાય છે કે જેવી શાતિ સુખડના વૃક્ષોને સ્પર્શ કરીને વહેતા પવનની શીતળ લહરીના સ્પર્શ વખતે થાય છે મમત્વ કે પરભાવની રમણતા ગરમી લાવે છે. તમે ફોધ કે લોભ કરી જુઓ, આખ લાલ થઈ જશે, છાતી થડક થડક થશે જ્યારે આત્મવિચારણા થશે ત્યારે અંદર અને બહાર સાચી શાતિ જામશે, ઉપર જણાવી તેવી શાતિ થશે.
હિમાલય પર્વત પર ચદનના ઝાડ પરથી પવનની જે શીતળ લહેર આવે છે એનું વર્ણન કરવું અશક્ય છે માથુ દુ:ખે તો ચ દનના જરા લેપથી શાતિ થાય છે તો પછી જ્યા ચદનના મોટા ઝાડોને સ્પશી પવનના તર ગો આવે તેનો સ્પર્શ કેવો સુદર હોય તેની સાધારણ કલ્પના કરવી હોય તો પારસીની અગિયારી નજીક સુખડની દુકાન પાસેથી જરા પસાર થઈ જવુ. આ ભવ્ય શાતિ તને જરા સ્પર્શી જાય-એક ક્ષણવાર પણ તને મળી જાય એટલું એક વાર હાલ થવા દે.
એક ક્ષણવારની આ માગણી હેતુસરની છે એક વાર આ આત્મવિચારના રસનો શોખ આને લાગે તો પછી એને કાઈ કહેવાની જરૂર પડે તેમ નથી. જેમ દારૂને શેખીન પીઠું જોધી કાઢે છે અને કીડી મીઠાઈ શોધી કાઢે છે તેમ એ ચદનની સુગ ધીમા રસ પડયા પછી જ્યાથી તે મળશે ત્યાથી શેાધી કાઢશે, શોધવાના માર્ગો મેળવશે અને મેળવીને ગમે તે અગવડે ત્યાં પહોંચશે
આત્મવિચારણામાં આત્માનું અસ ગીપણુ , જ્ઞાન-દર્શન-ચારિત્રમય પણ,એકત્વ, અવિનાશિવ વગેરે આત્મિક સર્વ બાબતોનો સમાવેશ થાય છે અને આનુષગિક બાબત તરીકે અનામ વસ્તુ–પરભાવોની વિચારણા થાય છે – પ્રથમની ઉપાદેયરૂપે અને બીજીની હેયરૂપે થાય છે. પણ એક વાર ચેતનને ભાવી જુએ, એનામાં ઊતરી જાઓ, એનામાં તન્મય થઈ જાઓ, અ દર ઊતરી જાઓ, એનું જ ચિતવન કરે છે જાણે આપણે સર્વથી અસ ગ–અલિપ્ત હોઈ દૂર અથવા ઉપર ખડા છીએ અને આ તમાસે જઈએ છીએ એવો અનુભવ કરે, ખૂબ મજા આવશે, પૂર્વે કદી નહિ અનુભવેલ શાતિ થશે અને આ દરવાતની ઊર્મિઓ અદર ઊછળશે એ રસ ક્ષણવાર અનુભવાશે, જરા સ્પશીને ચાલ્યો જશે તો પણ જીવન ધન્ય થઈ જશે અને પછી શું કરવું તે અત્રે જણાવવાની જરૂર નથી તમારે ચેતનરામ તેને શોધી લેશે અને તેને પ્રયાસ હશે તો તે તેને મળી આવશે એક વાત ધ્યાનમાં રાખશે કે આવો અવસર ફરી ફરીને વાર વાર નહિ મળે. અત્યારે મળેલી અનુકૂળતાએ બહુ ભારે છે અને મેઘેરા મૂલ્યની છે, એનુ એવુ મૂલ્ય આપવાની તમારી પાસે તાકાત સર્વદા હોતી નથી, રહેતી નથી, એ ખાસ ધ્યાનમાં રાખશે.