________________
૧૪૦
શાંતસુધારસ પછી એને માટે યોજનાઓ ઘડતા અને તેનો અમલ કરતા પ્રાણી કેટલા પરવશ બની જાય છે અને કેવા જોખમ ખેડે છે તે દરરાજના અનુભવને વિષય છે
આવી રીતે મમત્વભાવ વિવિધ પ્રકારની પીડા અને દુખ કરનાર અને તેને વહોરનાર–લાવી આપનાર હોઈ પરભાવને બરાબર ઓળખવાની જરૂર છે આત્માને એના મૂળ સ્વરૂપ એની સાથે કોઈ લેવા દેવા નથી એ તો પારકાને વશ પડી પોતાની જાતને ભૂલી જઈ નકામે ફસાય છે અને હાથે કરીને ઉપાધિ અને ભયને નોતર આપે છે. પરભાવરમણતાની આ સ્થિતિ છે! અને આ પ્રાણી અત્યારે તે તેને આંગણે ઊભો છે અને તેમા એ લુબ્ધ થઈ ગયે છે કે એ પોતાની જાતને ઓળખે છે કે નહિ એ પણ વિવાદગ્રસ્ત સવાલ થઈ પડેલ છે.
સમજુ હોવા છતા આવી રીતે પરભાવમાં રમણ કરવાની ટેવ પડી ગયેલા અને એ રીતે માર્ગભ્રષ્ટ થયેલા આત્માને હવે જરા પ્રેમપૂર્વક સમજાવે છે, તેની પાસે ખોળો પાથરી તેને માર્ગ પર આવવા વિજ્ઞપ્તિ કરે છે. આ વિજ્ઞપ્તિ કરનાર કોણ ? અને તેની પાસે કરે છે?—એ શોધી કાઢવામાં આવે તો આત્માનો એકત્વભાવ સમજાય એ કાર્ય આપણે વિચારકની બુદ્ધિ-શક્તિ પર છોડથું
(ા ૪.) અત્યારે તે ચેતન તને ઘણી સગવડો મળી છે મનુષ્યભવ અત્યંત મુશ્કેલીઓ મળે છે તે તે જાણીતી વાત છે, પણું આત્મસન્મુખ બુદ્ધિ, સદ્વિચારસામગ્રી, શુદ્ધ-સાચા તત્વની ઓળખાણ વગેરે સગવડ મળવી તે તો તેથી પણ વધારે મુશ્કેલ છે. નરગી શરીર, રીતસરની ધનસ પત્તિ, વડીલવર્ગની શિરછત્રતા, પુત્રોની વિપુલતા, અભ્યાસની સગવડ, પૃથક્કરણ કરવાની સમુચિત આવડત વગેરે વગેરે અનેક સગવડે તને મળી છે. ખાસ કરીને વસ્તસ્વરૂપને બતાવે તેવા તત્વજ્ઞાનમાં ચ ચુપ્રવેશ કરવાને સગવડ પણ તને મળી છે. તે ગુરુચરણ સેવ્યાં છે ? તને વડીલો આત્મસાધન કરી લેવા સતત ઉપદેશ આપી રહ્યા છેઆ સર્વ સગવડો મળી છે તો તેને બરાબર લાભ લે આમ હતાશ થઈને બેટા ડેળાણો શા માટે કરી રહ્યો છે? તારી વિચારણા અન્ય માટે છે કે તારે માટે છે ? ઉપર ઉપરની વાતો છે કે હૃદયને સ્પર્શેલી કર્તવ્યપરાયણ માન્યતા છે? આનો વિચાર કર અને કાઈક વ્યવહારુ પરિણામ બતાવ.
જે! તારી આસપાસ પરભાવ રમણતાનો કાળો પડદો ફરી વળ્યો છે, એ પડદાએ તને ઘેરી લીધો છે અને તુ ખરેખર તેને વશ પડી ગયો છે આ પડદાને ચીરી નાખ. આ પરભાવરમણતાને ફેકી દે, આ પરભાવરૂપ ઝમ્બાને દૂર કર. અત્યારે તુ જેમાં રાચી રહ્યો છે, જેમાં
જ માણે છે, જેની ખાતર મૂ ઝાય છે તે સર્વ પરભાવ છે તે સર્વને અત્યારે જરા છોડી દે. કૃપા કરીને એ બાહ્યભાવ, બહિરાત્મભાવને દૂર કરી અને એ તારા નથી, એને તારી સાથે ચિરકાળ સંબધ નથી, એનાથી તને કેાઈ જાતનો લાભ નથી એમ બરાબર માન અને માન્યતા પ્રમાણે કામ કર અત્યારે કર્મપરિણામ-રાજા તારા ઉપર પ્રસન્ન થયે છે અને તેને ખૂબ અનુકૂળ સગોમાં મૂક્યો છે તે તકનો પૂરતો લાભ લે અને આ પરભાવના વિલાસને છોડી દે.