________________
એકત્વભાવની
- ૧૩
આ પરભાવની લાલસા–પૃહા એટલી આકરી હોય છે કે એમાં પ્રાણી લપસી પડે છે અને તેને લઈને પોતાની વસ્તુ કઈ છે તેનું જ્ઞાન વિસારી મહા અજ્ઞાનદશાને પામી ન કરવાનું કરી બેસે છે, ન બોલવાનું બોલે છે અને ન વિચારવાનું વિચારે છે.
આવી સ્થિતિમાં અજ્ઞાનદશામાં પડેલો તે જાણકાર છતા અબુધ–મૂખ બનેલ પરભાવદશામાં આથડતે આત્મા વિષયના આવેશમા પારકી વસ્તુમાં પોતાપણાનો – તે વસ્તુ આદિ પોતાની હવાને – આરોપ કરે છે અને પછી તેની સાથે એવો ઓતપ્રોત થઈ જાય છે કે જેથી તે પરસ્વતુમય જ હોય તેવો દેખાય છે. એના શરીર સાથેને સ બ ધ અને એનાં સુખદુ ખ વખતે તેનાં મનમાં થતી સ્થિતિ, એ પરભાવમા કેટલા રમણ કરે છે તે બતાવી આપે છે. આ સવ બાબત પરવસ્તુમાં પિતાપણાની કલ્પનાથી ઉત્પન્ન થાય છે અને એ મમત્વબુદ્ધિથી ઉત્પન્ન કરેલી કલ્પના સિવાય બીજુ કાઈ નથી. આની આખી માન્યતા તદ્દન ખોટા પાયા પર -પરવશતાથી થયેલી છે અને તેવી કલ્પના તેને હોવાથી તે ખરેખર અબુધ જ છે એને આત્મભાન નથી તેથી તે ગમે તેટલું જાણતો હોય તો પણ અજ્ઞજ છે
( ૩) દુનિયાદારી સમજનાર સમજુ માણસ પારકી સ્ત્રીને અને તે પોતાની છે એવો વિચાર કરે તે પણ વિપત્તિ માટે થાય છે. પરસ્ત્રી સાથેનો સબંધ તો અનેક ઉપાધિ લાવે છે, એના પતિ કે અન્ય સગાઓ સાથે વૈર થાય છે અને રાજ્યદંડ-સજા થાય છે. પણ આવા પ્રકારને વિચાર કરવો એ પણ અનેક પ્રકારની આપત્તિઓનું કારણ બને છે. પરસ્ત્રીના વિચારમાં પડ્યો એટલે એને મનની શાંતિ રહેતી નથી, એને અનેક કાવાદાવા કરવા પડે છે અને પછી માનસિક પાપની હદ રહેતી નથી. પરદાદાલ પટ માણસનું મન સ્થિર રહેતું નથી, એની એક પણ ચોજના સાગોપાંગ હોતી નથી અને પાર ઊતરવાના માર્ગેથી એ ભ્રષ્ટ થઈ જાય છેએક આપત્તિ અનેક ઉપાધિઓને પ્રાદુભવ કરે છે અને પ્રાણુને એની ભૂમિકા પરથી નીચે ઉતારી મૂકી એને ભ્રષ્ટ કરે છે ગગા સ્વર્ગથી ભ્રષ્ટ થઈ પછી કેટલી નીચે ઊતરી એનું દષ્ટાત જાણીતું છે (એ સ બ ધમાં ભતૃહરિને શ્લોક જાણીતો છે.)
આવી રીતે પરભાવમા મમત્વ કરવુ-પરવસ્તુને પોતાની માનવી, પરભાવમા સ્વાત્મબુદ્ધિ કરવી એ અનેક પ્રકારની પીડા અને ભયને પ્રાપ્ત કરી આપે છે. જ્યાં પોતાનું કાંઈ નથી, રહેવાનું નથી, સાથે આવવાનું નથી, તેને પોતાના માની તેની ખાતર મમત્વબુદ્ધિએ અધ પાત થાય ત્યારે પછી તેના પરિણામે જરૂર ચાખવા પડે તેમા કાઈનવાઈ જેવું નથી. આ આખો સંસાર મમત્વ ઉપર મ ડાર્યો છે અને એ મમત્વ પરવસ્તુઓમાં છે એટલે એ સબ ધ અનેક પ્રકારની પીડાનું કારણ થાય તે તેનું અનિવાર્ય પરિણામ છે અને જેને માટે તે પછી સવાલ જે શે રહે? એક વસ્તુ પ્રાપ્ત કરવા પ્રાણી દરિયાપાર જાય છે, મૂખની ખુશામત કરે છે, સાચુ –ાટુ કરે છે અને પછી પરિણામે કેવા કેવા દુ ખ સહે છે તે હવે નવુ જણાવવાનું રહેતું નથી. અને ભય તે પરભાવમા ભરેલો જ છે એક વસ્તુ લેવા જતા અને