________________
૧૩૮
શાંતસુધારસ ન અટતાં આત્માને આકુળવ્યાકુળ કરી મૂકે છે, મ્હાવો બનાવી દે છે, લગભગ ગાડા જે બનાવી દે છે
કલ્પના કેટલું કામ કરે છે તે જાણવા જેવું છે. આપણા નેહીઓને પત્ર ન આવે ત્યાં કેટલી કલ્પના ઊભી કરી દઈએ છીએ ? કલ્પનાના ચિત્રોનો અનુભવ જેલમાં ખૂબ થાય છે, કારણ કે B કલાસમાં એક મહિને એક પત્ર અહી મળે છે. વાત એ છે કે આપણે કલ્પના કરી આખો સસાર ઊભો કરીએ છીએ અને પછી તેમા ગૃચવાઈ–અટવાઈ જઈએ છીએ અને એ જ મમતા આત્માને તદ્દન ન્હાવરો બનાવી મૂકે છે એ (આત્મા) પછી શું કરે છે અને શાને સારુ કરે છે એ સર્વ વીસરી જાય છે અને નકામા આટા મારે છે, અર્થ વગરની ખટપટ કરે છે, પરિણામ વગરની દર દેશીઓ કરે છે અને ઠેકાણા વગરની જનાઓ ઘડે છે, દુનિયામા વહેવાર કે ડહાપણવાળે ગણાવા માટે ખેટુ ડોળાણ કરે છે
એને માહરાજા સાથે એ તે સંબધ બ ધાઈ ગયો છે કે તે પોતાનું ન હોય તેને પિતાનું માની, અનિત્યમા નિત્યપણાની બુદ્ધિ કરી પાસા ખેલ્યો જાય છે. જીતે તો વધત જાય છે અને હારે તે બેવડુ ખેલે છે અને એમ ને એમ તણાતો જ જાય છે. જેને વેદાતીઓ “માયાવાદ” કહે છે તે માન્યતાથી ઊભી કરેલ સૃષ્ટિ છે એ માયા એ જ મમતા છે એમ એક રીતે કહી શકાય મમતા એ કર્મજન્ય, વિકૃત, અધ પાત કરનારી આત્માની વિકારદશામાં પરભાવ સાથેના સ બ ધને લઈને થયેલી દશા છે અને એને બરાબર ઓળખતા આત્માની વિભાવદશા અને ત્યાના તેના દશ્ય બરાબર દેખાય તેમ છે. એ આવી મમતાને લઈને કલ્પનાઓ કરે છે અને નકામે આકુળવ્યાકુળ થઈ ભટક્યા કરે છે, કદી ઠરીને ઠામ બેસતો નથી એ એની મૂળ દશા નથી, પણ ખાલી મમતા છે અને કર્મસંબધથી થયેલી વિકારદશા છે. પરાધીન થયેલ, વ્યાકુળ થઈ ગયેલા આત્માને આ કલ્પનાથી ઊભી કરેલી પરિસ્થિતિ બ ધનમા પાડે છે, પણ એ એનો મૂળ સ્વભાવ નથી એ કર્મના સબ ધથી પિતાને ભૂલી ગયેલ છે અને ખોટા નામે ઓળખાય છે તે કેમ થાય છે તે જુઓ.
( ૨ ) આત્મા ખરેખર અત્યારે કલ્પનાની જાળમાં ગૂંચવાઈ ગયા છે, એને મહારાજાએ એવો તે નશો કરાવ્યું છે કે એ રાગને વશ પડી પાચે ઈદ્રિયોના વિષયે તરફ ઢળી જાય છે, એ પોતાનું પ્રભુત્વ વીસરી જાય છે અને પરભાવમાં પડી જઈ પોતાની જાતને ઈ બેસે છે અથવા ગૂ ચવી નાખે છે.
આત્માથી વ્યતિરિક્ત સર્વ પરભાવ છે, છતાં આ પ્રાણી શરીરને, ઘરને, પુત્ર-સ્ત્રી વગેરે સ બ ધીને, કામધ ધાને પિતાના માને છે, ઈદ્રિયના ભેગો ભેગવવા એ પોતાને વિલાસ માને છે, પરિગ્રહ એકઠે કરો એ પોતાની હકીકત માને છે, અભિમાન કરવામાં સ્વમાન સમજે છે, ક્રોધ કરવામાં ગૃહસ્થાઈ ગણે છે, કપટ-–દ ભ કરવામાં ચાતુર્ય માને છે, ઠઠ્ઠામશ્કરી કરવામાં આનદ માને છે અને એવી રીતે એ અનેક પ્રકારના પરભાવમાં લલચાઈ જાય છે.