________________
૧૩૬
શાંતમુઘારસ છે, એ એને જણાવવું જોઈએ. વિકૃત દશામા તે તે તદ્દન પરાધીન થઈ ગયા છે અને જન્મથી પાજરે પડેલે હોવાને કારણે એણે આકાશની સ્વતંત્ર હવા પાંજરે પડેલા પંખીની પેઠે ખાધી નથી. આ સર્વ બતાવવા માટે એકત્વભાવના છે. એ ભાવના વિચાતા એ પોતાનું મૂળ સ્વરૂપ ઓળખી જાય તો પછી એને પ્રાપ્ત કરવાના માર્ગો એ પોતે શોધી શકે તેમ છે. આપણે આ એકવભાવ વિચારીએ. વિચારનાર એ પોતે છે, પણ એની દશા ઘણે અંશે પરાધીન થયેલી છે. એણે દારૂ પીધો છે અથવા એને કેાઈએ દારૂ પાયે છે આવી ગૂંચવણવાળી સ્થિતિમાં એ મૂળ સ્વરૂપે કોણ છે અને આજુબાજુ નિંદણ (નકામા છેડવા) કેટલું વ્યાપી ગયુ છે અને એના પર કચરો કેટલો ચઢી ગયો છે તે સર્વનું કાઈક પૃથકકરણ અને બનતુ પર્યાલચન કરીએ.
મૂળ સ્વરૂપે જોઈએ તો પ્રત્યેક આત્માં એકસરખા છે એ તદ્દન સ્વતંત્ર સ્વાધીન વ્યક્તિ છે. અનુભવ કરવાથી, વિચાર કરવાથી, ચર્ચા કરવાથી અને એને બરાબર સમજવાથી એ તદન સ્વત ત્ર વ્યક્તિ છે એમ જણાઈ આવે તેમ છે.
પ્રત્યેક આત્માનું વ્યક્તિત્વ ખાસ ધ્યાનમાં રાખવાનું છે એની મૂળ કે વિકારવાળી દશામા તેનું વ્યક્તિત્વ કદી જતુ રહેતુ નથી અને ક્ષમા સર્વ કર્મથી વિમુક્ત થઈ જાય ત્યા પણ એ વ્યક્તિત્વ રહે છે. તેથી આત્મા એક જ છે એમ ભાર મૂકીને અત્ર કહેવામાં આવ્યું છે અને તે પ્રત્યેક આત્માને લાગુ પડે છે આખા વિશ્વને એક આત્મા છે એ વાત ન્યાયની કઈ પણ કેટિથી બધબેસતી નથી, પર તુ એ બાબતમાં ચર્ચા કરવા જતા વિષયાતર થઈ જાય તેથી વત્સ્વરૂપ બતાવી આગળ વધીએ.
, એ આત્મા પોતે જ ભગવાન છે–પ્રભુ છે-માલિક છે–સર્વસત્તાધિકારી છે અને તદ્દન સ્વાધીન છે એની વિકૃત દશામા એ પોતાનાં કર્મોને કરનાર અને તેને જોતા હેઈને તે કુલ માલિક છે અને એની મૂળ દશામાં અન ત ગુણોને અધિકારી હાઈ આદર્શની નજરે પ્રભુ છે, મા શબ્દના અનેક અર્થ છે પણ ટૂંકામાં કહીએ તો એ સર્વશક્તિમાન છે.
એ આત્મા જ્ઞાનદર્શનના તરગોમાં વિલાસ કરનાર છે. જ્ઞાન એટલે વસ્તુનો વિશેષ બોધ દર્શન એટલે સામાન્ય બંધ આ માણસ છે એમ બોધ થાય-જણાય તે દર્શન કહેવાય. તે દેવદત્ત છે, અમુક નગરને રહેનાર છે વગેરે વિશેષ બેધ થાય તે જ્ઞાન કહેવાય છે આ જ્ઞાન અને દર્શન આત્માના મૂળ ગુણે છે, એના સહભાવી ધર્મો છે માત્ર એની પર આવરણ આવી ગયેલ હાઈ એનો બેઘ ઓછો થયેલ છે. દીવા ફરતુ કપડુ રાખીએ તો પ્રકાશ ઓછો થાય, પણ અંદર પ્રકાશ તો છે જ એ રીતે જ્ઞાન–દન અ દર મૂળ સ્વભાવે એનામાં ભરેલા છે અને એના તરગોમાં વિકાસ કરવો એટલે કે દેખવું અને જાણવુ એ એનો ખાસ ગુણ છે, એ એનું લક્ષણ છે અને સર્વકાળે સર્વદા એ એની સાથે રહેનાર ધર્મ હેઈ એ એના તરગમાં સર્વદા એ છો-વધતો મ્હાલતો જ હોય છે.
૧ ના આ કરતાં પણ અવ્યક્ત બોધ થાય છે