________________
એકત્વભાવના
૧૩૫
માટી ખુદા હેાવા છતા અને સાથે હાય ત્યારે વિરૂપ આકાર સેાનાને જરૂર મળે છે, એ એક વાત થઈ અને બીજી વાત એ છે કે તે વખતે પણ સત્તાગતે સેાનામા સેાનાપણુ જરૂર છે, એ સેાનાપણુ પ્રકટ કરવાના સર્વાં પ્રયાસ છે. આત્મા માટે પણ તેમ જ છે. એ આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય એટલે આત્માની મિથ્યા વાસનાએ જાય છે, રખડપટ્ટા જાય છે, ઉપાધિઓ જાય છે અને એ સચ્ચિદાનદ સ્વરૂપે શુદ્ધ કાચન જેવા પ્રકટ થાય છે. આ એકત્વભાવનામા આપણે આત્માને આ બન્ને પ્રકારની પરિસ્થિતિમા જોશુ અને તેના સાચા આકાર કચેા છે? તેનું સાચુ સ્થાન ક્યા છે? અને અત્યારે તેની કેવી વિકૃત દશા થઈ ગઈ છે?—એ વાત ખતાવીને એની સાચી સ્થિતિ પ્રાપ્ત કરવા તરફ પણ આડકતરી રીતે ધ્યાન" આપશુ.
*
*
આત્મા કથી ઘેરાઈ જાય છે ત્યારે એ બહુ વિચિત્ર પ્રકારના આકારા ધારણ કરે છે. સાતુ ખાણમાથી નીકળે ત્યારે જોયું હોય તે એ તદ્ન માટી જ લાગે, એને લેાકભાષામા ‘ તેજમતુરી ’કહે છે. તે વખતે તેા કાઈ ખરો પરીક્ષક હાય તે જ તેને સાનુ જાણે, ખાકી અન્ય તે એને માટી જ કહે આત્માની પણ એ જ દશા વતે છે એ સસારમા ભટકતા હાય અને નવા નવા વેશ ધારણ કરતા હેાય ત્યારે એ અનત ગુણાને ધણી હશે એમ તેા માત્ર પરીક્ષક હાય તે જ કહી શકે છે. ખાકી સામાન્ય રીતે તે તેની એવી દશા થઈ ગઈ હૈાય છે કે કેટલાક તા એના ગુણાની વાત તે શું, પણ એનુ‘ આત્મત્વ ' પણ સ્વીકારવા ના પાડે છે. હલકી વસ્તુના સ ખ ધ જ આવેા હેાય છે એ એના સસ મા આવનારને એવા તેા ફેરવી નાખે છે કે એના મૂળ સ્વરૂપને પણ ભુલાવી દે છે અને એનુ વ્યક્તિત્વ લગભગ ખલાસ કરી નાખે છે. પૃથ્વી વગેરેમાં જોઈ લ્યેા
પણ એ સર્વની વચ્ચે આત્મા અત્યારે આવી પડેલા છે એના અસલ સ્વરૂપે એનામા જે ગુણા હાય છે તે એને મૂળ સ્વભાવ છે (સાનુસા ટચનુ હાય ત્યારે એનામાં સુવર્ણત્વ, પીળા ૨ગ, મૃદુતા, સ્વચ્છતા, પ્રકાશમયતા, ચિટતા વગેરે હાય છે) એ જ્યારે પરવસ્તુ સાથે મળેલા હાય ત્યારે એના અનેક વિકારી પ્રાદુર્ભાવા થાય છે, તેને ‘ વિભાવે ’કહેવામા આવે છે આત્માના સહભાવી ધર્માં, એની સાથે હમેશા રહેનારા હાય છે તેને ‘ગુણુ' કહેવામા આવે છે અને પરવસ્તુના સ ખ ધથી એના વિકારવાળા આવિર્ભાવા થાય છે, તેને પર્યાય કહેવામાં આવે છે. ગુણુ ક્રૂરતા નથી, પણ દખાઈ-આવરાઈ-કચરાઈ જાય છે, પરંતુ એનામા પ્રકટ થવાની ભારે સત્તા છે. પર્યાય નિર તર ફર્યા જ કરે છે અને પ્રાદુર્ભાવને માટે પરવસ્તુઓબહારની વસ્તુએ ઉપર આધાર રાખે છે
· ગુણુ અને પર્યાયની આ હકીક્ત ધ્યાનમા રહેશે તેા આખા સસારના ગૂંચવાઈ જતા
કોયડા એક્દમ ખુલ્લા થઈ જશે. અન ત શક્તિવાળા સિહથી વધારે સામર્થ્યવાળા આત્મા અત્યારે પાજરામા પડી ગયા છે અને તેથી તેની શક્તિ સર્વ કુંઠિત થઈ ગઈ છે, પણ આ દર શક્તિ ભરેલી છે એને એની શક્તિનુ ભાન થવુ જોઈ એ અને એ શક્તિ પ્રકટ કરવાના રસ્તા ૧ તેજમતુરી એ એક જાતની માટી છે, તેનુ અમુક પ્રયાગ વડૅ સુવર્ણ બની શકે છે,
: