________________
૧૩૦
શાંતસુધારસ
૧. આ આત્મા એક જ છે, પ્રભુ છે, જ્ઞાન-દર્શનના તર ગોમા વિલાસ કરનાર છે, એ સિવાય બીજુ છે તે સર્વ મમત્વમાત્ર છે, કલ્પનાથી ઊભું કરવુ છે અથવા આગંતુક
છે અને એને નકામુ મૂઝવનારુ જ છે. ' ૪ ર. અહાહા ! પરાભવોની લાલસામાં લસી પડવાને લીધે થયેલા અજ્ઞાનમૂર્ખતાની દશાને
વશ પડેલા અપંડિત પ્રાણીઓ ઈદ્રિયના વિષયોએ કરેલા આવેશને તાબે થઈને પર
વસ્તુમાં પિતાપણાની કલ્પના કરી લે છે. જ ૩. સમજુ માણસને માટે પારકી સ્ત્રીના સબ ધમાં જણે તે પિતાની પત્ની છે એવો વિચાર
કરે તે પણ જેમ (અનેક પ્રકારની) આપત્તિઓ (વહરવાને) માટે થાય છે તેવી જ
રીતે પરભાવોમા મારાપણાની બુદ્ધિ અનેક પ્રકારની પીડા અને ભયને નેતરનાર છે. ૨ ૪. ચારે તરફથી વી ટળાઈ રહેલા છે મન! પરભાવરૂપ આવરણને (પડદાને) દર છેડી દે,
તુ છૂટું થા ! જેથી આત્મવિચારરૂપ ચંદનવૃક્ષના પવનની ઊર્મિમાળાઓનો રસ ક્ષણવાર
મને સ્પર્શ કરે રપ. આત્મન ! સમાનપણાની બુદ્ધિ સાથે એ એકતાને તુ ભાવ નક્કી કર અને અમિરાજાની
પેઠે પરમાનદપણાની સંપત્તિને પ્રાપ્ત કર.