________________
સંસારભાવના
૧૨
અપણી આસપાસ શું બને છે તેને કાંઈ ખુલાસો મળતો નથી જ્યાં નવ સાધીએ ત્યા તેર તૂટે છે અને જાણે આપણે તો આ ભવ સાંધવાને જ ધ ધ માડો હોય એમ અહી તહી મેળ મેળવવા દેડીએ છીએ, અને છતા કઈ જગ્યાએ સરખાઈ આવતી નથી. પિસા હોય તો છોકરાં ન હોય, છોકરા હોય તો સ્ત્રી ચાલી જાય, શરીરનો ભરોસો નહિ, નીરોગીપણાનું ઠેકાણું નહી. વ્યાપાર કરનારા સર્વ લાભ લેવા ધારે પણ છોકરા–સ્ત્રીની સરખાઈ હોય તે વેપારનો પત્તો નહિ, દુશ્મનની ઉપાધિ, સગાઓની ઈર્ષ્યા, પૈસા હોય તો ચાલી જેવા ભય, વ્યાપારની અસ્થિરતા અને આવા આવા પાર વગરના ઉપાધિસ્થાનો સંસારમાં ભરેલા જે છે અને કઈ રીતે ઉપરઉપરની શાતિ પણ રહેવા દેતા નથી અને તે સર્વેની ઉપર મરણો ભય તે માથે ઊભેલો જ રહે છે. સૃષ્ટિ વસાવીએ ત્યાં તે બાજી સંકેલાઈ જાય છે અને વસાવેલું સંધ અત્ર પથુ રહે છે.
આમ ચારે તરફથી જાણે ઘેરાઈ ગયા હોઈએ અને મૂઝાઈ ગયા હોઈએ એમ આપણે રખડીએ છીએ અને આપણું એક પણ રીતે થાપ લાગતી નથી. અને એ સર્વમાં નવાઈની વાત એ છે કે આપણે એ સર્વ હકીકત અનુભવીએ છીએ છતાં સ સારને વળગતો જઈએ છીએ અને જાણે કેઈએ આપણને પકડી રાખ્યા હોય તેમ માનીએ છીએ. જ્યારે કાળને સપાટો આવે ત્યારે સર્વ છોડીને ચાલ્યા જવાનું છે એમ જાણવા છતા આપણે તો અમરપટ્ટા લખવી આવ્યા હોઈએ એવી રીતે નિરકુશ વર્તન કરીએ છીએ અને એ સ સારની ઉપર જવીને ખરો વિચાર કદી કરતા નથી. આપણે સારામાં સારો દાખલો લઈએ તો તેવા સુખી દેખાતા માણસને પણ ઉપાધિને પાર હોતો નથી એ ઉઘાડી વાત છે. ખરે સુખી તે લાખમાં એક ભાગ્યે જ દેખાય છે ત્યારે બાકીના પ્રાણીઓ શેની ખાતર સસારમાં તરવરતા હશે એ એક મોટો પ્રશ્ન છે, જેનો નિકાલ થઈ શકે તેમ નથી. | સર્વ પ્રકારે સુખી મનુષ્યને દાખલો મળવો મુશ્કેલ છે, છતાં ધન, ઘરબાર, મોટર, પુત્ર, પુત્રી, પરિવાર, દાસ, દાસી, સ્ત્રી વગેરેની પ્રાપ્તિને સુખ માનવામાં આવે છેપ્રથમ તે તેવી સર્વ સામગ્રીવાળા માણસે કેટલા? તેમને મળીને પૂછ્યું હોય તો તેવા માણસે પિતાને ઉપાધિથી ભરપૂર બતાવશે અને છતા એવા એકાદ ટકાવાળાને બાદ કરીએ તો બાકીના ૯૯ ટકાને આ સંસારમાં સબડાવાનુ તે કોઈ કારણ નથી અને છતા દરેક હાયવોય તો કર્યાજ કરે છે એ આપણે જોઈએ છીએ ભતૃહરિ કહે છે કે આગળ ગીત ગવાતા હોય, પડખે ચામર વીઝાતા હોય, માથે છત્ર ધરાતા હોય તે તો કદાચ સ સારમાં પડ્યો રહે, નહિ તો હિમગિરિના સાત ઝરણાઓ વચ્ચે બેસી કોઈ નિર્વિકલ્પ સમાધિ સાધ આ પ્રાણીને તો મજ્યા રામ કે ન મળી માયા જેવુ થાય છે.
ઉપર જે એક દુકાન સુખી લાગતા માણસે જણાવ્યા તેમની ઉપાધિને પણ પાર નથી, મત્ર તેઓનાં હદય વાચી શકાતા હોય તે જ તેમના દુ અને ખ્યાલ આવે અને છતાં આ આખી રમત કેટલા વર્ષ માટે ? સો એ સો વર્ષ પૂરા થાય તો પણ તે તો ચાલ્યા