________________
૧૨૪
શાંતધારા છતાં વાસ્તવિક રીતે કોઈ આભાર માનતું પણ નથી. એકનો એક દીકરી બાપ પહેલાં ચાલ્યો જાય, સ્ત્રી હદયનો પ્રેમ રાખે નહિ અને મિત્રો કોન્ડ કરે, સગાઓ મેણાં ધધા કરે, પરોક્ષમાં નિદા કરે–આ સર્વ દરરોજ દેખાય છે. એના સુખ માવ માન્યતામાં છે અને તે પણ સોએ નેવું ટકા તો સંસારની ચક્કી પર દળવાનું જ છે પ્રાણી મહાઆપત્તિમા કવન ઘસડે છે અને મરવાની ઈચ્છા કરતાં સ સારને વળગતા જાય છે. આમાં જીવન જેવું કશું નથી, હેતુ જેવું કાઈ નથી, સાધ્ય કે સાધન છાટ પણ નથી
આવી બાહા ઉપાધિઓની વાત તો આપણે ઘણી કરી, પણ એ દરની ઉપાધિનો હિસાબ કરી લે મગજ ઠેકાણે રહે તેમ નથી વિચાર કરતા કાઠે હાથ લાગે તેમ નથી અને જેણે આપણે ભરદરિયે રખડી પડ્યા હોઈએ એવી ગંભીર સ્થિતિમાં આવી પડીએ છીએ આપણને અદરના મનોવિકારે કેવી રીતે ત્રાસ આપે છે તેનો જરા વિચાર કરીએ તો એક એક વિકાસના નાના આવિર્ભાવો આપણને મૂ ઝવવા માટે પૂરતા થાય તેમ છે એના લાલણિક દષ્ણાત તરીકે આપણે લોભને લઈએ લોભનો છેડો નથી, એ વધતું જ જાય છે જેમ જેમ લાભ મળે તેમ તેમ વધારેની આશા થાય છે અને મનોર કદી સંપૂર્ણ થતા જ નથી. ઉત્તરાધ્યયનસૂત્રમાં એને “આકાશ સાથે સરખાવેલ છે. એને પાર જ-છેડો જ આવતે નથી લોભ અનેક પાપનું મૂળ છે. શાસ્ત્રકાર કહે છે કે લોભથી સર્વ ગુણોનો નાશ થાય છે. એ જ રીતે માયા-દંભ પણ અંદર રહીને ગોટા વાળે છે મનમાં કંઈ રમત હોય, બોલવું બીજુ અને વર્તન વળી તદ્ધ ત્રીજા પ્રકારનુ ફોધ અને માન તે વ્યવહારથી પણ મહા અહિત કરનાર અને દેખીતા દુર્ગણે છે.
એ ઉપરાંત બીજા આતર વિકાનો પાર નથી મત્સર કરી પારકાનું અહિત ચિંતવવું, હાસ્યમાં બીજાની મશ્કરી કરવી, ઈદ્રિયના વિશ્વમાં આનદ માનવ, મોજશોખમાં સુખ માણવુ, જરા ઓછું પડે ત્યા અરતિ કરવી, નાની નાની નાની બાબતમાં કે કોઈને વિયોગ કે મરણે શેકથી તપી જવુ, અનેક જાતની સાચા તેમ જ કલ્પિત ભયોથી ગભરાવુ આપને ન ગમે તેવી ચીજ કે માણસને જોઈ દુગ છા કરવી, ધર્ય ન રાખવું, પ્રામાણિકતા પર પાણી ફેરવવુ, ફૂટ વ્યવહાર કર, મનની વિશાળતનો ત્યાગ કરવો, પરસ્ત્રી તરફ પ્રેમ કરવો, કુછ દે ચઢી જવુ, જુગટા ખેલવા, બેટા આળ આપવા, અદેખાઈ–ઈર્ષ્યા કરવી, કલહ કરવો, નિદા કરવી વગેરે અનેક મનોવિકારે છે અને તેનાથી આ સ સાર ભરેલો છે એમાથી જેણે * ક્યારે છટકી જવાય એવુ થયા કરે છે છતા છટકી જવાતુ નથી એ સાચી વાત છે, કારણ
કે સસારને એના ખરા આકારમાં આ પ્રાણીએ કદી ઓળખ્યો નથી અને ઓળખવાનો વખત આવે ત્યારે આ પ્રાણી આખો બંધ કરી દે છે એ વસ્તુત સંસારને બરાબર ઓળખતો જે નથી અને નકામે તણાઈને હેરાન થયા કરે છે
આખા સંસારનો ખ્યાલ કરવો તો મુશ્કેલ છે. આ ભાવનામાં એની રૂપરેખા સારી ચીતરી છે આપણે આખા સ સારો વિચાર કરીએ ત્યારે તેને છેડે દેખાતું નથી અને જાણે