________________
[૯]
નીચે અથવા વ્યવસાયના મશગૂલપણામાં એનું વ્યક્તિત્વ દબાઈ, હણાઇ, કચરાઈ જાય છે.
એને કદી પિતે કેણ છે, આ બધી ધમાલ કોને માટે અને કેટલા માટે કરે છે, એનું , પરિણામ શું આવશે તેને વિચાર કરવાની કે તેમાં ઊંડા ઊતરવાની તક જ મળતી નથી. અસલ તે બપોરે રાસ સાભળવા દ્વારા, રાત્રિએ દેરાસરની બહાર ધર્મકથા દ્વારા, સવારે વ્યાખ્યાનશ્રવણઝારા, અન્યત્ર કથાશ્રવણ દ્વારા અથવા બીજી અનેક રીતે એ કાઈક વખત મેળવી ચેતનની નજીક જતે, પણ હવે એ સર્વ વાત દૂર થતી જાય છે આવા યુગમાં આતરવિચારણ કરાવી આત્માની સાથે વાત કરાવે તેવા પ્રસંગે ઉપસ્થિત કરવાનું સાધન ભાવના. ભાવનાનું ભાન કરાવે તેવાં પુસ્તકે અને તેને લગતી વાત દ્વારા જ શક્ય જણાય છે તેથી આ પ્રવર્તમાન યુગમાં ભાવનાની વિચારણાની વિશેષ આવશ્યકતા છે એમ લાગ્યું છે.
આપણો પૂર્વકાળને આદર્શ સમષ્ટિગત હતો, એમ કોમ કોમની નજરે, વ્યાપારી મહાજનની નજરે અને કૌટુંબિક કટ બની નજરે જોતો હતો એમા પિતાના વ્યક્તિત્વની નજરે વિચાર જ નહોતો અત્યારે વ્યક્તિગત શક્તિના ફેરફારને પરિણામે, બાપદાદાના ધ ધા કરવા જ જોઈએ તે નિર્ણયમાં મહાન પરિવર્તન થયેલ હોવાને લઈને અને વ્યક્તિત્વદર્શન નના બોધપાઠ મળેલા હાઈને આખી સ યુક્તકુટુંબભાવના ખલાસ થતી જાય છે, જ્ઞાતિઓ ભાંગીને ભુક્કા થઈ જવાની અણી પર આવી ગઈ છે અને આરામ, શાતિ કે વિલાસના વિચારીએ તદ્દ નવીન ઝોક લીધે છે, તે વખતે પિતે કેણ છે, શા માટે આવેલ છે, શેને માટે પ્રયત્ન કરે છે વગેરે બાબતો એની સન્મુખ સ્પષ્ટપણે ન રહે તે આદર્શોના ગૂચવાડામાં એ સસ્કારી હોય તે પણ ગૂ ચવાઈ જાય તેમ છે, તેથી સ્વપરનું વિવેચન કરી વસ્તુઓ અને સબંધેનુ યથાવત્ મૂલ્ય આકી આપનાર ભાવનાઓનું આ યુગમાં અતિ મહત્ત્વનું સ્થાન છે. બાર ભાવનાના વિભાગ
બાર ભાવનાઓને નીચે પ્રમાણે વિભાગો પડે છે
(૩) સ સારભાવના, (૧૧) સ્વરૂપભાવના વિશાળ નજરે બાહ્ય અવલોકન કરાવે છે. (Objective)
(૧) અનિત્ય, (૨) અશરણ, (૪) એકવ, (૫) અન્યત્વ અને (૬) અશુચિ એ પાચ ભાવનાઓ અંતરગ્રાહી (Subjective) છે.
(૧૨) બધિદુર્લભ અને (૧૦) ધર્મભાવના સ્વરૂપલક્ષી-સાધનધર્મલક્ષી (Instrumental) છે જ્યારે (૭) આશ્રવ, (૮) વર અને (૯) નિર્જરા ભાવનાઓ આત્માના કર્મ સાથેના સ બ ધ પરત્વે હોઈ એની વર્તમાન સ્થિતિને સમજાવે છે They show evolutionary stages of developments