________________
[૮]
જિજ્ઞાસામાં પ્રામાણિકપણાને લાત મારી, આબરૂ મેળવવાની લાલચમાં વિતંડાવાદમાં પડી ગયા – વગેરે વગેરે. આ સર્વનું મૂળ કારણ એક જ છે. એણે સ્વને કદી બરાબર ઓળખેલ નથી. એણે પરને પરૂપે જયા નથી અને ત્યારે ત્યારે એણે ત્યાગ કે વૈરાગ્યની વાત કરી છે ત્યારે એને મુત્ર ઉપર–ઉપર વાણીવિલાસ જ કર્યો છે. સ્વને અને પરને સમજનારની આ દશા ન હોય. એ સજાવનાર લાવનાઓ છે. એને સ્થિર કરનાર ભાવનાઓ છે, એની જમાવટ કરનાર ભાવનાઓ છે અને એટલા માટે પુનરાવર્તનના ભાગે એકની એક વાત સાપેક્ષ દષ્ટિએ વિચારપથમાં લેવા યોગ્ય છે વર્તમાનયુગ અને ભાવનાઓ–
આ યુગમાં તેની જરૂરિયાત ખાસ વધારે છે. અત્યારે આપણા દેશમાં બે પ્રકારની વિચિત્ર ઘટના અલી રહી છે. એક તરફ પાશ્ચાત્ય આદર્શો અને ભાવનાઓ આપણું ઉપર ખૂબ જોરથી આક્રમણ કરી રહી છે. આપણા પરંપરાગત સંસ્કાર અને આ ભાવનાઓમાં કેટલીક જગ્યાએ મૂળગત ભેદ છે, કેટલીક જગ્યાએ સ્થાનગત ભેદ છે અને બન્નેની સમાજરચના જુદા જ રણ પર રચાયેલી હેઈને વિગતેમાં ભેદ છે. આ સર્વેની વિગતોમાં અને ઊતરીએ તો વિષયલંબા પ્રમાણની બહાર થઈ જાય તેમ છે. પણ મુદ્દાની હકીક્ત એ છે કે ત્યા સમાજનાના આદર્શો અને પાયાઓ જ જુદા હોય ત્યાં ખૂબ ધ્યાન રાખવાની જરૂર પડે છે. એમ ન થાય તો બન્ને આદર્શોનું સંઘર્ષણ થતાં કા તે વિરૂપ પરિણામ પ્રાપ્ત થાય અથવા તો વિકૃત સ્વરૂપ પ્રાપ્ત થાય. આ એક વાત થઈ
વર્તમાનયુગને અગે હકીક્ત એ છે કે અત્યારે જીવનલહ ભારે આકરો થતો જાય છે એક તરફ અનેક રાજકીય કારણે દેશમાં બેકારી વધતી જાય છે આર્થિક કારણે ઘણીખરી વ્યક્તિઓને બારે માસ કામ કરવાની ફરજ પડે છે અને પરિણામે આખે વખત વ્યાપાર, નોકરી કે ધ ધાધાપામા આડાઅવળા ફાંફા મારવાં પડે છે. જેને કામ મળતુ નથી તેને કામ મેળવવાની ભારે ચિંતા થયા કરે છે અને કામ હોય તે ધમાધમમાથી ઊચે આવી શકતો નથી જૂના વખતમાં આપણા ભારતવર્ષમાં વર્ષના બારે માસ કામ કરવું પડતું નહોતું; વેપારી આઠ માસ કામ કરે – તેને માસામાં અતિ રહેતી, જ્યારે ખેડૂતવર્ગને ચોમાસાશિયાળામાં વધારે કામ હોઈ તેને ચારથી છ માસ નિરાત રહેતી આવા શાતિના વખતમાં તેઓ આત્મારામને વિચાર કરતા,એને શેની જરૂર છે તે સમજતા. સાભળતા અથવા વિચારતા. અત્યારે એ સ્થિતિમાં ભારે પટો થઈ ગયો હોય એમ દેખાય છે બધે ન હોય તેને મેળવવા માટે દેશપરદેશ રબડાટ કરે પડે છે અને હોય તેને રાત્રે પણ કુરસદ મળતી નધી ને રાત્રિના પણ બજારમાં બેસી કે ટેલિફેનો દ્વારા વેપાર ને વેપારના ઓર્ડર આપવા પડે છે. મતલબ ? એને પશ્વિમે એને ઊંઘમાં સ્વપ્નાં પણ વેપારને જ આવે છે અને છેતરામ સાથે વાત કરવાની ફુરસદ કે તક મળતી નથી અને તેથી કાં તો બેકારીના ખપ્પર