________________
૧૨૨
શાંતસુધારસ વિનયને ઉદ્દેશીને કહેલી આ આખી વાર્તા, આ ચિત્રપટ વિનયવિજય ઉપાધ્યાયે પિતાની જાતને ઉદ્દેશી લખ્યું છે, પોતાને જ કહ્યું છે અને તે દ્વારા પોતાનું નામ પણ જણાવી દીધુ છે.
સ સાર આખાનું સ્વરૂપ, એની પ્રત્યેક પરિસ્થિતિનું સ્વરૂપ, એની અદરના આવિર્ભાવ, મનોવિકાર અને ભાવે સક્ષેપમા ચીતરવા બહુ મુશ્કેલ કાર્ય છે. સંસારનું ચિત્ર ચીતરવામાં તો ગ્રંથ ભરાય તે પણ વાતો પૂરી થાય તેમ નથી. થર્તાએ તેટલા માટે ઘણી મુદ્દાની વાત કરી, બીજી સમજીને વિચારી લેવા શ્રોતાની બુદ્ધિ ઉપર રાખ્યું હોય એમ જણાય છે. સક્ષેપમાં તેમણે નીચાના મુદ્દાઓ નિદેશ્યા છે – (૧) મનોવિકારે બહ ક્ષોભ કરે છે લાક્ષણિક દષ્ટાંત તરીકે લોભ અને તૃષ્ણ. (૨) ચિતા વધતી જ જાય છે અને સ સારમાં પાત થાય છે ત્યારે પીડાને છેડો આવતો નથી , (૩) પ્રાણી માતાની કૂખમા આવે ત્યારથી તે વૃદ્ધ થાય ત્યા સુધી કષ્ટ, કષ્ટ અને કષ્ટ જ
પામે છે. (૪) આ પ્રાણી પાજરામા પડયો છે અને ભ્રમિતની પેઠે ભમ્યા કરે છે, એની સામે મરણ
(૫) એણે અનેક રૂપ લીધા, અન ત આકારે લીધા અને અતિ લાબા કાળથી એ
ભમ્યા જ કરે છે. (૬) મહરાજાએ એને બરાબર ગળેથી પકડ્યો છે અને વિપત્તિ તરફ એને ઘસડી જાય છે (૭) જે સ્વજન-સતતિ ખાતર એ સતાપ કરે છે, તે સમજ્યા વગરની વાત છે, ખોટી
ફસામણ છે (૮) કોઈ વાર ઉન્નતિને શિખરે ચઢે છે તે કઈ વાર અધમાધમ થાય છે કર્મથી નવા
નવા રૂપ લે છે (૯) નાનપણથી માડીને મૃત્યુ પામવા સુધી એ દરેક બાબતમાં પરવશ છે. એના હાથમાં
કઈ રમત નથી (૧૦) સગપણની વિચિત્રતા મૂ ઝવે તેવી છે મા સ્ત્રી થાય છે વગેરે વિચારી જવા જેવી વાત છે (૧૧) સંસાર દુ ખ, સંતાપ અને રોગથી ભરેલો છે અને ત્યાથી સુખ મેળવવુ છે ! (૧૨) કાળ જેરા સુખ બતાવી પાછે સ હરી લે છે. એના ઉપર વિશ્વાસ છે ?”
આ મુખ્ય મુદ્દાઓ છે બાકી સંસાર-રચનાને વિશાળ ખ્યાલ કરવું હોય તે શ્રી ઉપમિતિભવપ્રપચાકથામા શ્રીસિદ્ધર્ષિગણિએ સંસારી જીવનુ જે ચરિત્ર આપ્યું છે તે આખુ વિચારવા યોગ્ય છે એમાં પણ ચોથા પ્રસ્તાવમાં વિમર્શ અને પ્રકર્ષ–મામાભાણેજ રસનાના મૂળની શોધ કરવા નીકળ્યા છે પછી ભવચક્રપુરમા જાય છે અને ત્યાં જે જે દેખાવો જુએ છે તે સર્વ ખાસ વિચારવા યોગ્ય છે. ચિત્તવૃત્તિ–અટવીને છેડે મોહરાજાનો આખો મડપ ચિતરી અને વિપયાસ-સિહાસન ઉપર તેને બેસાડી જે કમાલ કરી છે તે આખા સાહિત્યમાં