________________
૧ર૦
શાંતસુધારસ
કાળ-ચોટે એવી સિફતથી કામ લે છે કે એ જરા જરા ઉપર ઉપરના સુખો આપી આ પ્રાણીને લલચાવે છે અને પછી ધકેલી મૂકે છે નાના બાળકને સેવ ને મમરા, ગળ લાડવો આપી તેની કડલી કાઢી લેવામાં આવે તેવું કાળબટુકનું આ પ્રાણી સાથે વર્તન છે આ ભવમાં પણ આ પ્રાણીની – આપણી પોતાની સાથે કાળબટુક આવી ચેષ્ટા કરે છે અને અનેક પ્રકારના ચેડા કાઢે છે તે જાણે તદ્દન અણસમજુ નાનો બાળક હાય તેમ તેની સાથે વતે છે, પછી અહીંના કર્મથી ભરેલા પિોટલાઓ ઉપડાવીને જીવને એ બીજે લઈ જશે ત્યા તો તેના કેવા સંસ્કાર કરશે એ તો આખો જુદે જ વિષય છે.
વાત વિચારવાની એ છે કે કદાચ જરા માન્યતાના સુખ કે વભવ મળી જાય તો પણ તે ક્યારે સહરાઈ જશે અને તેની સાથેનો સંબંધ ક્યારે પૂરો થશે તે આપણે કદી પ્રથમથી જાણતા નથી, પણ કઈકના સુખ-વૈભવ થોડા વખતમાં લેવાઈ જતા આપણે નજરે જોયા છે તેથી કદાચ તને વ્યવહારથી ઘોડા સુખ-સમૃદ્ધિ કે વૈભવ મળ્યા હોય તો પણ તેના ઉપર કેટલે વિશ્વાસ રાખવો તે , વિચારજે આખા સંસારનો ખ્યાલ કરીશ તો તને એમાં કાળબટુની રમત જ દેખાશે આ રમત સમજવી એ સારભાવના છે
૮. આ સંસાર છે ! એના ગોટાળાનો પાર નથી, એમા મહરાજા અથવા કર્મરાજા તથા કાળબટુક્તા વિચિત્ર પ્રયોગો થાય છે, એમાં પ્રાણને નિરાતે બેસવાની તક પણ મળતી નથી. અને એમા આધિ વ્યાધિ અને ઉપાધિ ભરેલા છે ટૂંકામા સ સારને ઓળખવા ઘણી વાતો કરી દીધી એ પરથી તારે શું કર્તવ્ય પ્રાપ્ત થાય છે તે પણ તું જોઈ લે એટલે આ વિચારણા નકામી તણાઈ ન જાય
- આને અને બે બાબત ખાસ ભલામણ કવ્વા ગ્ય છે એક તો ઉપર જણાવ્યા તેવા પાર વગરના ભયોને કાપી નાખે, એનો સર્વથા નાશ કરે, એવા કેઈ આશ્રયનુ સ્થાન હોય તો તેનો આશ્રય કરો આ પ્રાણીને મેહુરાજાએ ગાડો બનાવી દીધો છે, કેફી બનાવી દીધો છે, અક્કલગૂન્ય બનાવી દીધો છે એને સતાપ. ઉપાધિ રખડપટ્ટા, અપમાન, નવા નવા રૂપ અને વિવિધ નાટક ભજવીને ત્યાં ત્યાં કુટાવાનું છે, પણ એને ઠરીને ઠામ બેસવાનો વારે આવતો જ નથી જરા ઠેકાણે પડે કે બાજુમા બગડે, નવ સાધે ત્યાં તેર તુટે એવી એની દશા છે અને હંમેશા એનુ કે લઈ જશે અને એને પોતે કયારે ખોઈ બેસશે એની એને સંદેવ ચિતા રહે છે, કીર્તિનાશ ચ, રાજ્ય ઉપદ્રવ, અકસ્માત વગેરે અનેક ભોથી ઘેરાયો પડ્યો છે અને એની છાની બેસી જાય એવી એની, વિચાર કરે છે, દશા છે
આ સર્વ ભયને ભય તરીકે ઓળખાવનાર કોઈ હોય અને તેમાંથી પ્રાણીને ઉપર આવવાનો માર્ગ બતાવનાર જે કઈ આશ્રયસ્થાન હોય તો તેને માર્ગ બતાવવાની થથકર્તાની ફરજ છે. માત્ર ભયના નામે ગણાવવાથી કેઈ દહાડો વળે તેમ નથી,