________________
સંસારભાવના
૧૧૯
સમજુ પ્રાણીની હોય? જ્યા અપમાન, ઉચાટ અને સંતાપ મળતા હોય ત્યાં સમજુ પ્રાણી "તે જાય નહિ દારૂના કેફમાં વિવેક ભૂલી એ સ સારમાથી આનદ મેળવવાના ખોટા પ્રયાસ છે. એમાં જરા પણ માલ નથી અને જ્યા સાચુ ચિરસ્થાયી સુખ નથી ત્યાથી તે મેળવવાનાં વલખા છે. દારૂડી વગર એ ધંધો કઈ સમજુ તો કરે જ નહિ.
જીવને એ મદિરા પાનાર મોહરાજા છે એનું આ સંસાર પર સામ્રાજ્ય છે. એનો માગ વિષમ છે, અતિ ઊંડાણમાં છે અને ચિત્તવૃત્તિ-અટવીમાં આવેલો છે એના એજન્ટ એટલા બધા છે કે એક યા બીજી રીતે પ્રાણીને કેફમા જ રાખે છે અને એની વિવેકબુદ્ધિને તદ્દન નિર્જીવ બનાવી દે છે આવો આ સ સાર છે ! અને તેમાં તારે ૨જન થયું છે, તારે તેમાંથી કસ કાઢો છે, તારે તેમાથી ઉપભોગ મેળવવા છે ! ધન્ય છે તારી વિવેકબુદ્ધિને ! વિચારણાને ! ! પરીક્ષક-શક્તિને ! ! !
સ સારના આ ચિત્રમાં જરા પણ વધારે પડતી વાત નથી. પોતાને અનુભવ જ એ માટે પૂરતો છે માત્ર લાબી નજરે પિતાને જીવનકમ વિચારી જવામાં આવે તો એમાં સાર જેવું કાઈ નીકળે તેમ નથી. વિચાર, જે, સમજ, અવલોકન કર, ઊંડે ઊતર.
9 આ ભવનુ એક ચિત્ર જરા વિચારી લે. કર્મપરિણામ-રાજા કાળપરિણતિ-રાણી સાથે બેસી ભવનાટક જુએ છે એ કાળપરિણતિ–રાણીને અત્ર બટુકનું રૂપક આપ્યું છે. બટુક એટલે લૂટાર અથવા ભિખારી આપણે “કાળ”સ્વરૂપ વિચારીએ એ યથાયોગ્ય કાળે વસ્તુને કે પ્રાણીઓનો આપણને સંગ કરાવે છે વખત પૂરો થાય ત્યારે તે વસ્તુનો વિયાગ કરાવે છે. વસ્તુ પોતે બગડે, પડે, સડે અને ગ ધાઈ જાય કે નકામી થઈ જાય તે પણ કાળ જ કરે છે, એનાથી અમુક વૃક્ષને અમુક કાળે ફળ આવે છે, વગેરે કાળને તેટલા માટે છ દ્રવ્યમાં એક દ્રવ્ય ગણવામાં આવેલ છે
એ કાળરૂપ ચોર, ધાડપાડુ આ પ્રાણી સાથે કેવી રમત રમે છે તે જુઓ તે કઈ વખત જરા સુખ દેખાડે, છોકરા ન હોય તેને છોકરાં આપે, ઘર ન હોય તેને ઘર વસાવી આપે, નોકરી ન મળતી હોય તેને ઠેકાણે પાડે અને પ્રાણી સમજે કે હું સુખી થ એવી જ રીતે ઘણુ થોડાને એ વૈભવ મેળવી આપે, તે માટે શેઠિ કે માલિક બની જાય, પણ પાછો થોડો વખત થાય ત્યા એ નીચેની ઇટ ખેચી લે છે એકનો એક છોકરો ચાલ્યો જાય છે, પછવાડે વિધવાને મૂકતો જાય છે, ધન પગ કરીને ચાલ્યું જાય છે અને બુધવારિયામાં નામ નોધાવવાના દહાડા આવે છે, સગવડે સર્વ ખેચાઈ જાય છે અને ઉપરાઉપરી આફતો આવતી જાય છેસાંસારિક સર્વ સુખો – કલ્પનાથી માની લીધેલા સુખો અને વગર જરૂરીઆતે એકઠા થયેલ વૈભવોની આ સ્થિતિ થાય છે, અને છેલા મહાવિગ્રહ પછી તે આપણે આ સર્વ વાત નજરે જોઈ છે.