________________
૧૧૮
શાંતસુધારમ
છે, પરદેશ વેઠે છે, તો કરે છે સાચા-ખાટા કરે છે અને આખો વખત જાણે પેટ ભરવા જ જન્મ્યા હોય એમ વર્તે છે એને સગાના મરણના દુ બ, એને મિત્રો ખાઈ બેસવાના દુખ એને શેકીઆઓના હકારા, એના અમલદારોના ત્રાસ. બિલ ઉઘરાવનારાઓના દુર્વચનોનુ શ્રવણ વગેરે દુખે તો જાણે દરરોજના થઈ પડ્યા છે શરીરના ત્રાસે ઓછા નથી, એને ઠડા કે ગરમ થતા વાર લાગતી નથી અને એ અનેક પ્રકારે બોજારૂપ થયા કરે છે આવા તો પાર વગરના “દુ ” આ સંસારમાં સામાન્ય રીતે ભરેલા છે અને તે ઉપરાત અગત દુખોને તો હિસાબ નથી
એની માનસિક “અતિ–ઉચાટનો સરવાળો કરીએ તો તો પાર ન આવે તેવું છે મનના સતાપ અને ઉચાટેથી આ સંસાર ભરેલો છે, એક દિવસ ઉચાટ વગર જતો નથી કેટલાક સાચા, કેટલાક કલ્પિત અને કેટલાક ઊભા કરેલા ઉચાટે આ જીવને હેરાન કર્યા જ કરે છે અને તે દરેજ જાણે આ પ્રસ ગેમાથી નાસી છૂટી, જગલમાં ભાગી જવા ઈચ્છે છે.
વ્યાધિઓની ઉપાધિઓ કહી-કથી જાય તેમ નથી મહારાગો યા કે અનુભવ્યા હોય તે એને સાચો ખ્યાલ થાય, પણ મોટા વ્યાધિની શી વાત કરવી? શરીરમાં એક નાનું સરખુ ગૂમડુ થયું હોય તે આખુ મનનું ધ્યાન તેના તરફ જ રહે છે અને જાણે આખુ શરીર એ એક જ જગ્યાએ આવી પડ્યું હોય તેમ સણકા મારે છે. દાઢની પીડા, બગલમાં બાબલાઈ કે નાકમાં એક નાની સરખી ગૂમડી (માલણ) થઈ હોય તો ચેન પડવા દેતી નથી અને ક્ષય. અતિસાર, ભગદર, કેટ કે એવા મહાવ્યાધિ થયા હોય ત્યારે તો ઉપાધિનો પાર રહેતા નથી.
આખો સંસાર તપાસીએ તે તેમા ઉપરના અને બીજા અનેક (૧) ટુ ખો, (૨) ઉચાટે અને (૩) વ્યાધિઓ ભરેલા છે. કોઈ માદો પડે ત્યારે આપણે જેવા–ખબર પૂછવા જઈએ છીએ અને આપણે વારે આવે ત્યારે તે ખબર પૂછી વિદાય થાય છે. આવી ઉપાધિઓથી ભરેલા સસાર સાથે આપણે કામ લેવાનું છે. દરરોજ આપણે દુ ખ, અતિ અને વ્યાધિમાં સબડીએ છીએ, એનાથી બળી-જળી રહીએ છીએ અને એનાથી કટાળી હેરાન–હેરાન થઈ જઈએ છીએ
છતા આશ્ચર્યની વાત એ છે કે એ સ સારને આપણે ચાટતા જઈએ છીએ આપણને ગમે તેટલો કડવો અનુભવ થાય, આપણે ઠેકાણે ઠેકાણે પાછા પડીએ, આપણો કાઈ પત્તો ન લાગે, આપણી કાઈ ગણતરી ન થાય, આપણને અનેક વ્યાધિઓ વળગેલા હોય અને નિરાતે કરી ઊંઘતા ન હઈએ ઊ ઘમાથી સફાળા ઊઠી જતા હોઈએ, છતા પણ એ સંસારને આપણે વાગતા જઈએ છીએ. જ્યા પાર વગરની ઉપાધિ ખમી ત્યાથી જ આપણે સુખ મેળવવાના ફાફા મારીએ છીએ અને ઉપરથી એકાદ મધનું ટીપુ પડી જશે એવી આશામાં પડુ પડું થઈ રહેલી ડાળને વળગતા જઈએ છીએ આ દશા દારૂડિયાની હોય કે કોઈ