________________
ઉ૧૨
શાંતસુધારસ
થાય તે છપ્પન ઉપર ભેરી વગડાવવી છે !! અને એ સર્વ કેને માટે તે તુ કદી વિચારતો નથી વિચાર કરે તો તે બધુ દીવા જેવું લાગે તેમ છે પણ જ્યા સહજ સાચી વાતની ઝાંખી થશે એટલે તરત તુ ત્યાથી છટકી જઈશ, કારણ કે તને ઊ ધા પાટા બધાવનાર અખંડ દિગ્વિજયી રાજા તારા હૃદયમાં બેઠે છે તે તને કદી સાચો માર્ગ કે સારો વિચાર આવવા દે તેમ નથી અને આવી જાય તો ટકવા દે તેમ નથી
ત્યારે તું તારા છોકરાઓ માટે આ સંસારમાં બધાય છે? તને તેનો પરિચય છે અને તારા મનમાં એમ છે કે મારી સપત્તિ સર્વ એમને આપીશ, પણ તને ખાતરી છે કે તેઓમા કમાવાની શક્તિ નથી જ જે આવડત નહિ હોય તો તારી આપેલી સંપત્તિઓ તેઓ પાસે ટકશે ? લડીને ગુમાવશે નહિ? કે કોઈ તેને છેતરીને લઈ જશે નહી? જે શક્તિ અને આવડતવાળા તે હશે તો તેમને સંપત્તિ આપવી બિનજરૂરી છેઆ રીતે તુ છોકરાઓ માટે સંસારમાં બધાય છે તે તદ્દન નકામુ છે, બિનજરૂરી છે, સમજ્યા વગરની વાત છે
એવી જ રીતે તારા બીજા સ બ ધીઓ માટે સમજી લે તુ બીજા ખાતર બ ધાઈને હેરાન થતા હો તે તેમાં તારી મોટામાં મોટી ભૂલ છે તેમના પરિચયથી અથવા પરિચયનાં પરિણામેથી સબ ધન અને તારી ફરજોને તારો ખ્યાલ જ ખોટે છે કર્મનું સ્વરૂપ તુ જરા સમજ્યો હોત તો તને દીવા જેવું લાગે તેમ છે કે એ સર્વ ફાફા છે. એને ગ્રંથકારે દોરડા (ગુણ) કહ્યા છે તે બરાબર છે એ મહરાજાએ સ્વજન છોકરાના પરિચયરૂપ દોરડા ફેલાવ્યા છે, પાથરી દીધા છે અને તેનાથી જ તને બાધી લીધો છે તે બધાઈ ગયો છે એમ તુ ધારે છે એ વાત સાચી છે, તને એ જાળમાંથી છૂટવું સૂઝતુ નથી–ગમતુ નથી એ સર્વ સાચુ છે, પણ એ આખું બ ધન અને તેને અને તારી માન્યતા તદ્દન ખોટી છે એને પાયે જ ખોટો છે અને તુ નકામો પડી મરે છે
એ જ મિસાલે સ્ત્રી, ભાઈ, પિના આદિ સર્વ બ ધનુ સમજવું ખરી વાત એ છે કે તારે કાંઈ છેડવું નથી, તારે તો દરાજાની પેઠે સોનાની ડું ગરીઓ કરવી છે, કપનીઓમા નાણા રોકવા છે, મારગેજ પર ધન આપવા છે અને જમે બાજુને સરવાળો જોઈ રાજી થવું છે એવી વાતમાં કોઈ સાધ્ય નથી, હેતુ નથી ઉદ્દેશ નથી, સાર નથી
તને ડગલે ને પગલે કેટલાય અનુભવો થયા છે તુ જેની ખાતર પડી મરે છે તે તારા તરફ કેવી રીતે વર્તે છે તેને વિચાર કર તને પરભવમા તો અનેક અનુભવ થયા છે પણ તે ઉપરાંત આ ભવમાં તે કેટલું લાગ્યું કેટલું જોયુ, કેટલું જાણ્યું અને કેટલું જાતે અનુભવ્યું. એ તારા અનુભવો પછી પણ એ ને એ જ રહીશ? રહી શકીશ?
વળી તે અત્યાર સુધીમાં ન ઇચ્છવાગ તિરસ્કાર-પરિભવ કેટલા સહ્યા છે તે તે વિચાર ગત કાળમાં તુ કેવી કેવી ગતિઓમા જઈ આવ્યા છે તે વિચાર ત્યા તારા શા હાલ થયા હતા તેને ખ્યાલ કર તે ન કલ્પી શક્યો છે તે આ ભવમાં તારે માથે કેટલી અપમાન-તિરસ્કાર કરાવનારી પરિસ્થિતિમાં આવી ગઈ તે તુ સ ભારી જા,