________________
૧૦૮
શાતસુધારસ
એક ભવસ વેદ્ય ગોળી આપે છે અને પિતાનો પતિ પાસે કેવા નાચો કરાવે છે એને ચિતાર શ્રી સિદ્ધપિંગણીએ બહુ સારી રીતે “ઉપમિતિભવપ્રપ ચ ગ્રથમાં આપ્યો છે. (જુઓ વિભાગ ૧લે, પૃ ર૫૬)
પાંજરે પડેલો આ જીવ સારી રીતે સંસારમાં રખડે છે અને એના ચિત્તની વૃત્તિ એટલી ભમી જાય છે કે એ પોતે પાજરે પડ્યો છે એ વાત પણ જાણતો નથી, અને જાણે એ પાજરામાં પડવાની સ્થિતિ એની સ્વાભાવિક હોય અને પાજરુ ઘરનુ ઘર હોય એમ તે માની લે છે તેમ જ કોઈ કઈ વાર તે પડખામા જમરાજ જાગતા બેઠા છે એ વાત પણ વિસરી જાય છે જ્યારે મન ભ્રમિત થઈ જાય ત્યારે પછી બીજુ શુ થાય? ઊંધી આંખે જેવામાં આવે ત્યારે સાચી વાત દેખાય જ ક્યાંથી ?
ભવિતવ્યતા (નિયતિ) એને કેવી રીતે બાંધી રાખે છે તેનો ખ્યાલ કરવા માટે હાથીને એક નાનકડો તત (જળત તુ) પાણીમા પકડે છે ત્યારે એની કેવી દશા થાય છે તે દાખલ યોગ્ય જણાયે છે આવડો મોટો હાથી એક તાતણે જેવા તતુથી પાણીમાં ખેંચાઈ જાય છે અને હાથીનું સ્વાભાવિક બળ (વીર્ય) તદ્દન ખલાસ થઈ જાય છે
આ સંસારનાટકમાં પડેલા અને ભાન ભૂલેલા પ્રાણીની આ દશા થાય છે તે ખાસ ખ્યાલમાં રાખી, તેની ૫ જગત સ્થિતિ અને તેના નિયતિને અધીનત્વ પર ખૂબ વિચાર કરવા યોગ્ય છે આ વિચારણું એ “સ સારભાવના છે, એ પર વિચાર થશે એટલે આખા સંસારને
ખ્યાલ આવશે અને ખ્યાલ આવશે એટલે એના ખરા સ્વરૂપની વિચારણા થશે એ વિચારણમાં શરીરને “પાજરુ’ ગણવાની બાબત ખૂબ વિચારવા યોગ્ય છે, વાર વાર ધ્યાન કરવા ચોગ્ય છે, નિર તર લક્ષમાં રાખવા યોગ્ય છે
(૫) હજુ એક બીજી પણ અગત્યની વાત વિચારવા યોગ્ય છે આ શરીર પાજરું છે એટલુ જ નહિ પણ આ પ્રાણીએ આવા અન ત રૂપો કર્યા છે એ પૃથ્વીમા ગયો છે, પાણી થયો છે, અગ્નિકાયમાં ખૂબ રખડ્યો છે, વાયુ તરીકે ઊડ્યો છે, વનસ્પતિમા ટકાને ત્રણ શેર વેચાય છે અને ઉપર મફત પણ અપાયો છે, એ બે–ત્રણ–ચાર ઈદ્રિયવાળો થયો છે, જળચર, સ્થળચર ખેચરમાં ખૂબ ભટકી આવ્યો છે, દેવ, નારક થઈ આવ્યા છે અને મનુષ્ય પણ થયો છે
એ ધનવાન ને નિર્ધન થયો છે, રૂપવાન ને કદ્રુપ થયો છે, આબરૂદાર અને આબરૂ વગો થયે છે, સારા ને ખરાબ બાધાવાળો થયો છે, સદભાગી ને દુર્ભાગી થયા છે, રાજ અને ભિખારી થયો છે, દાતા અને ચાચક થયો છે–એણે અનેક પ્રકારના રૂપ અન તવાર લીધા છે. એ ચારે તરફ રખડ્યો છે, અને તવાર ખળ્યો છે, સાતમે પાતાળ જઈ આવ્યું છે અને ઉપર-નીચે, આડે–અવળે સર્વ સ્થળે આટો મારી આવ્યો છે. ત્યા નવા નવા રૂપ લીધા છે અને એ રીતે આ અનાદિ સ સારમા એણે અને તે પ્રકારના વેશો ધારણ કર્યા છે