________________
સંસારભાવના
૧૦૭
લાગે છે કે એ મરણને વધારે પસંદ કરે છે તે વખતે પરાધીનતા એટલી વધી જાય છે કે એક વખતના હુકમ કરનારા અને જોરથી ચાલનારાને એ ભારે આકરી થઈ પડે છે ( આ પ્રમાણે માતાના પેટમાં આવવાથી માંડીને ઘડપણે છેડો (મરણ) આવે ત્યાસુધી સુખ જેવું કાઈ થતુ નથી, ભોગવવાનું નથી અને જોગવવા જેવું કઈવાર લાગી જાય છે તો તે લાબો વખત ટકતું નથી. ત્યારે આ નાટક ક્યા પ્રકારનુ ? અને આમા સુખના ઘરડકા શા? આ સર્વ પ્રપ ચ શેનો ? કઈ જાતના સુખની પછવાડે આપણે દોડવા જઈએ છીએ ? અને તે કેટલો વખત ચાલશે ? આ સુખનું–માનેલા સુખનુ-આખુ નાટક પણ જેવા જેવું છે, વિચારવા જેવું છે, બરાબર ખ્યાલમાં રાખવા જેવું છે. આખા સંસારનાટકમાં વાસ્તવિક સુખ જેવું કાઈ લાગે તેમ નથી. કદાચ લાગી જાય તો તે આભાસમાત્ર સુખ છે અને તેની પછવાડે બે મહાન રાક્ષસી ઊભી છે જરા અને પછી મૃત્યુ આ આખા નાટકને ઓળખવું, એને સમજવું અને સમજીને તેને તે તરીકે વાર વાર વિચારવું એ જ એ નાટની પરીક્ષાના પાઠો છે અને તે ભણાઈ જાય, તો પછી આગળ રસ્તો જરૂર સૂઝી જાય તેમ છે.
કેળીઓ કરી જાય છે એમ જરા (ઘડપણ) માટે બરાબર કહેવામાં આવ્યું છે. એ શરીરની જે સ્થિતિ કરી મૂકે છે તેને માટે એ તદ્દન યોગ્ય શબ્દ છે. એક એક કળીએ એ શરીરને હેઈઆ કરતી જાય છે. ધીમે ધીમે આવતી નબળાઈ ઓળખી આખુ નાટક વિચારવું નાટક સમજે એટલે રસ્તો જડશે
આમાં કોઈ વાર આપત્તિનો છેડો આવે ત્યા ભય કર જરા સામે ડોળા કાઢીને ઊભી રહે છે. મહામહેનતે પરદેશ ખેડી, પિસા મેળવી માણસ ઘરબાર વસાવે છે કે પરણે છે ત્યા આદર્યા અધવચ રહે—એમ થાય છે આ તો આખું નાટક છે માત્ર આગળ કે પાઠ ભજવવાનો છે એનું અજ્ઞાન છે એટલે આશામાં રમતો ચાલ્યા કરે છે, બાકી વાતમાં કઈ માલ નથી પોતાની આખી પાછળની જિ દગી અને તેના મનોરથે યાદ કરીએ તો મોટુ નાટક દેખાય તેમ છે, પણ તે જોવાની અને તેનું રહસ્ય ઉકેલવાની મરજી હોય તેને માટે એ છે
(૪) પાજરામાં પિપટ પડ્યો છે એનું પાજરુ સેનાનું હોય કે હીરાથી મઢેલ હોય પણ વિશાળ આકાશમાં છૂટથી ફરવાના સ્વભાવવાળા પિપટને તો દુ ખનો પાર નથી એને તે એક ઝાડેથી બીજે ઝાડે ઊડવાનું અને એના મૂળ વિલાસમા રમણ કરવાનું હોય કે પાંજરે પુરાઈ રહેવાતુ હોય ?
ભવિતવ્યતા તેને એક ભવ ચાલે તેવી એક ગોળી આપે છે અને એ ગોળી લઈ એ પાંજરામાં પડે છે એ પાજરાની પાસે જમરાજરૂપ બિલાડી બેસી રહે છે. એ એની પાસે – પડખે તૈયાર છે અને પાજરે પડેલ પછી જાણતા નથી કે એ કયારે ત્રાપ મારશે ? એને એ બિલાડીની ઝડપની બીક સદાકાળ રહે છે. નિયતિ–ભવિતવ્યતા આ પ્રાણીને કેવી રીતે