________________
૧૦૪
શાંતસુધારસ છોડાવ્યો, એણે કાઈ કરવામાં બાકી રાખી નથી. આ સર્વ લોભના ચાળા છે તે ઈતિહાસપ્રસિદ્ધ છે અને આપણે પ્રત્યેક આપણુ દરરાજના અનુભવમાં જોઈએ છીએ.
તૃષ્ણાએ તો હદ કરી છે એ તો વિવેક-વિનય-સભ્યતા અને ભાવને ભુલાવી ગૃહસ્થાઈ પણ છેડાવી દે છે અને લાખોની ઉથલપાથલ કરનારને રાત્રે રખડતા જોયા હોય તો ચીતરી ચઢે તેવા કરકે તેની પાસે કરાવે છે. આ તો એક મનોવિકારની વાત થઈ આવા અનેક મનોવિકારે છે અને તે આ સંસારમાં ભરેલા છે. હવે એવા સ સારમાં તે હાશ કરીને બેસવાનો વારો ક્યાથી આવે ? કઈ રીતે આવે?
આ સ સારવનમાં લોભ-તૃષ્ણા ઉપરાંત બીજા અનેક ભા ભરેલા છે. જ્યાં વિચારીએ ત્યા અભિમાન, દેખાવ, માયા, દભ, મત્સર ફોધ, શોક વગેરે અનેક આતર વિકારે આપોઆપ જણાઈ આવે છે. આમાં કેવી રીતે સુખ મેળવવુ ? અને ક્યા કરીને બેસવું? મેટા દાવાનળ સળગે છે અને ત્યા જઈએ ત્યા સર્વ પોતપોતાની ગાયા કરે છે અને નાની વાતને મોટી માનવામા મગરૂબી લે છે. આમાં નિરાકુળતા કઈ રીતે આવે અને ક્યાથી આવે ? આ વિચારણું આખા સ સારને મહાન પ્રશ્ન ઊભું કરે છે એ સંસારના ઘેડા ચિત્રો તપાસીએ
(વર) સ સારની ના એવા પ્રકારની છે કે એક ચિતા પૂરી થાય ત્યા તેથી પણ વધારે આકરી ચિ તા બાજુએ ખડી થઈ જાય છે. ઘરમાં બરી માદી પડી હોય અણુઉતાર તાવ આવતો હોય આખુ ઘર સારવારમાં પડી ગયું હોય અને ડૉકટ વીઝિટ આપતા હોય, એને જરા સારુ થવા લાગે ત્યા વ્યાપારમાં મોટી ઉથલપાથલ થાય છે એની અગવડ જેમ તેમ કરી પૂરી કરે ત્યા તાર આવે છે કે દેશમાં ભાઈને સપ્ત છાતીનો દુખાવો થયે છે. કેસ ગભીર છે હાય નાખતો ત્યાં જાય ત્યાં અહી વેપારની કરેલી ગોઠવણે ભાગી પડે છે વગેરે વગેરે દરોજના અનુભવની વાતો છે
વાત એ છે કે સંસારમાં વસનારા અને આ ભવને સર્વસ્વ માનનારા પ્રાણીના મન, વચન, કાચા – વિચાર, વચન અને પ્રવૃત્તિ, તેની નવી નવી અભિલાષાઓ, તેના વિકારો, તેને ... 1 આન દો અને તેના રે એવા તે વિચિત્ર હોય છે કે એ પ્રાણીમાં ભારે તમલ યુદ્ધ ઊભું કરે છે એના મન, વચન, કાયાના યોગોને પરસ્પર મિલન જ મળે નહિ; મન મોટા મોટા મનોરથ કરે તે શરીર મોજમજા માગે, એની અભિલાષાઓ એને સંસાર તરફ ખેચે ત્યારે એના વિકારો એને કોઈ પ્રકારની સરખાઈમાં રહેવા ન દે, એને આનદ વિષયમાં આવે અને એને રષ વગર ધોરણે આડા આવનાર સામે થાય આવી રીતે ત્રણે ભેગોના વિસંવાદ, મનોરથની અક્કસતા, વિકારની પરાધીનતા, તિની કામેચ્છા અને રોષની નિર કુશતા એની પાસે ન કરવાનાં કામ કરાવી એને કમરજથી ભારે બનાવી દે છે | આવી રીતે અને આવા કારણેએ પ્રાણ પિતાને હાથે વિપત્તિને ખાડે છેદે છે અને તેને વધારે વધારે ઊડે બનાવતે જ જાય છે, એ પિતાના સર્વ વ્યવહારની રચના જ એવી