________________
ભાવનાની આવશ્યકતા
આ ભાવનાની આવશ્યકતા કેટલી છે અને ખાસ કરીને આ યુગમાં એની કેટલી જરૂરિયાત છે તે પર સંક્ષિપ્ત વિવેચન ગ્રથની શરૂઆતમાં “પ્રવેશકમાં આપ્યું છે. વાત એ છે કે અત્યારે આપણું જીવન એટલું તે સ કીર્ણ થઈ ગયુ છે કે એમાં આપણે ક્યા છીએ અને ઘસડાતા ક્યા જઈએ છીએ એને વિચાર કરવાનો સમય પણ મેળવતા નથી અને વિચાર કરવાની સામગ્રી એકઠી પણ કરતા નથી ધર્મધ્યાનમાં કારણભૂત, આત્માનુ એની પિતાની સાથે એની મૂળ સ્થિતિમાં અનુસધાન કરાવનાર આ બાર ભાવનાઓ છે. એ આ શાતરસના ગ્રંથને મુખ્ય વિષય છે ભાવનાઓ આપણું આખા જીવનના પ્રકરણનું પૃથક્કરણ કરે છે, આપણે પોતાને પરવસ્તુ સાથે સ બ ધ કે છે અને શા કારણે થયેલ છે અને કેટલો વખત ચાલે તે છે તે સ્પષ્ટ ભાન કરાવે છે અને તે દયેયપ્રાપ્તિ કેવી રીતે થાય તેના માર્ગો બતાવે છે. આપણે છેવટે ક્યા જવાનું છે, શું મેળવવાનું છે અને આપણા પ્રયત્નોનુ અતિમ દયેય શું છે એ વાતની ચોખવટ ન હોય તો નકામા ફાંફા માર્યા કરીએ અને જેમ સુકાન વગરનું વહાણ દરિયામાં અથડાયા–પછડાયા કરે તે પ્રમાણે અહી થી તહી અને તહી થી અહી એમ આટા માર્યા કરીએ. આ સ્થિતિને છેડો લાવવાનુ ભાવનાઓ કરે છે, એને બરાબર હદય પર લીધી હોય તે તે આપણે આ સ સારપથ હેતુને અનુલક્ષીને સફળ બનાવે છે અને એક વાર સાધ્ય સમજાય, એ પ્રાપ્ત કરવાની બુદ્ધિ થાય અને એ પ્રાપ્ત કરવા તરફ નિર્ણય થાય એટલે પછી સંસારમાં રહેવું પડે તો પણ આપણું પ્રત્યેક કાર્યમાં સરખાઈ, હેતુમત્તા અને નિયમાનુસારિતા આવી જાય છે. જીવન એક વાર પદ્ધતિસરનું અને સાધ્યસન્મુખ થઈ ગયુ તો પછી એના ઢગધડા વગરના તોફાને, કાયે કે કાર્યવિહીનતાનો છેડો આવી જાય છે આ નજરે ભાવનાને આપણું જીવનમાં અનુપમ સ્થાન છે પિતાનું શું છે એ સમજવું, એમાં નિત્યાનિત્યત્વનુ ભાન આવવું, સ્વને સ્વીકારનો નિર્ણય કરે, પરને પર તરીકે જાણવા – એટલે આખા જીવનના પ્રશ્નોને નિર્ણય આ ભાવનામાં આવી જાય છે. “સ્વપરનો નિર્ણય કરે અને પરિણનિની નિર્મળતા કરવી એટલા વાક્યમાં જન દર્શનના આખા નીતિવિભાગનો સમાવેશ થઈ જાય છે. એ વાત તો વિવિધ આકારમાં અત્ર તેમ જ અન્યત્ર અનેક વાર કરી છે. વાત અતિ મહત્વની છે અને અનેક વાર પુનરાવર્તન કરીને પણ મન પર ઠસાવવા ગ્ય છે.
સાચારિક સર્વ પ્રવૃત્તિઓ હેતુ કે અર્થ વગરની છે, અનિત્ય છે, અ૫ કાળ ચાલનારી છે એમ તો પ્રત્યેક વિચારકને ઘણી વાર લાગ્યા વગર રહેતું નથી અને દેડાડી, ધમાલ કે પ્રયાસ કરવા છતા ત્યારે પ્રાણી પાછો પડે છે અથવા પોતાની પાસે દુનિયાની નજરે ધન, માલ-મિતથી મળેલ સ્થાન કે સત્તા ગુમાવી બેસે છે ત્યારે એને એ સર્વ પ્રવૃત્તિની પાછળ રહેલ અલ્પના અને ચપળતાને સાક્ષાત્કાર થાય છે પણ વળી પાછો એને અન ત