________________
[૫] આશ્રવ-કર્મ અને આત્માને સ બ ધ કેવી રીતે થાય છે, તેના હેતુ ક્યા ક્યા છે, એ કર્મ આવવાના માર્ગો કયા કયા છે, એ આવીને કેવી પરિસ્થિતિ નિપજાવે છે અને આત્માને શુદ્ધ દશામાંથી ક્યા ઘસડી જાય છે – એ આ કર્મનો આ વિભાગ વિચારવા યોગ્ય છે.
સ વર–એ કર્મોને આવતાં અટકાવવાના રસ્તા છે એ રસ્તાઓને ઓળખવાની જરૂર છે. એને ઓળખી એ દ્વારા આવતા કર્મો જ ધ થાય તો જ કર્મ સરવર ખાલી થવાનો સંભવ થાય - નિજરા–નવા કર્મો આવતા હોય તે સંવરથી અટકે, પણ અગાઉથી જે કર્મો લાગેલાં હોય તેને દૂર કરવાના ઉપાય બાહ્ય-અભ્યતર તપ છે એ તપથી સ યમ આવે છે, સ યમથી કર્મોને નાશ થાય છે અને પરપરાએ સર્વથા મુક્તિ થાય છે.
ધર્મભાવના–ધર્મ એ શું ચીજ છે, એને આત્મા સાથે કેવો સબધ છે, એના વ્યવહાર સ્વરૂપ કેવા છે, દાન, શીલ, તપ, ભાવને આતર આશય શો છે એનો વિચાર કરી એ વિચારદ્વારા ધર્મને અપનાવો અને જીવનને ધર્મમય બનાવવુ
લોકસ્વભાવ–આ દુનિયાની વ્યવસ્થા વિચારી, એના અનેક સ્થાને સમજી ત્યા આ પ્રાણ આવે જાય છે, એક ખાડામાંથી બીજામાં પડે છે અને એ રીતે એનુ ચકભ્રમણ ચાલ્યા કરે છે. એમાં અનિત્ય સુખ-દુખ થાય છેએમાં સર્વ કાળની શાતિનું સ્થાન પણ છે
બોધિદુર્લભસગ્યમ્ જ્ઞાન, સમ્યગ્ર દર્શન અને સમ્યફ ચારિત્રને સમજવા બહ મુશ્કેલ છે, સમજ્યા પછી એની પ્રાપ્તિ મુશ્કેલ છે અને જ્યાસુધી એની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સ સારચક્રના ફેરા અનિવાર્ય છે બધિરત્નની પ્રાપ્તિ કરવા ચોગ્ય છે.
ધર્મધ્યાનમાં પ્રવેશ કરવા માટે આ બાર ભાવનાઓ હેતુ છે એમાંની એક એક ભાવનાને એના યથાતથ સ્વરૂપે દીર્ઘ કાળ સુધી નિર તર ભાવવામાં આવે અને તે સિવાય સર્વ કાર્ય છોડી દેવામાં આવે તો આખા ભવચક્રના ફેરા હમેશને માટે દૂર થાય તેમ છે અને તેવી રીતે આ બારમાંની માત્ર એક જ ભાવના ભાવીને અનેક પ્રાણુઓ પિતાનું જીવનધ્યેય પ્રાપ્ત કરી શક્યા છે. ટૂ કામા, શુદ્ધ ઘર્મધ્યાનની સાથે આત્માને અનુસધાન કરાવનાર એ બાર ભાવનાઓ છે
આવા પ્રકારના અવાર અને બાહ્ય સ યોગી વિચારે સ પૂર્ણ શાતિ થી કરવામાં આવે ત્યારે આ જીવનનુ ખરુ સ્થાન શું છે અને ક્યા છે તે સમજાય તેમ છે એનું ખરુ માપક ચત્ર મૂકવામાં ન આવે તો તે આ જીવન એક ઉપર ઉપરની રમત જેવું બની રહે છે અને સાધ્ય (હેતુ) વગરનું જીવન જીવી મરણ આવે ત્યારે ચાલ્યા જવાનું થાય છે. એવા જીવનમાં કોઈ મજા નથી, મોજ નથી, વિકાસ નથી, ધ્યેયપ્રાપ્તિ નથી અને સાદા શબ્દોમાં કહીએ તો એવુ જીવન માત્ર એક ફેરા સમાન છે.