________________
[૪] નો એક નિયમ છે કે કોઈ પણ પરિણામ નિપજાવવું હોય તે પ્રથમ તે માટે તેને અનુકૂળ વાતાવરણ નિપજાવવુ ઘટે. દાખલા તરીકે આપણે બહારગામ જવું હોય તે પ્રથમ જવું છે એવી વાત શરૂ થાય, પછી તે મનમાં જામે, પછી નિર્ણય થાય, પછી તેને ગ્ય સામગ્રીની તેયારી થાય, પછી સાધને મેળવાય અને તેને પરિણામે બહારગામ જવાય. તે જ પ્રમાણે આત્માનું મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરવાનો આશય હોય તો તદ્યોગ્ય વાતાવરણ જમાવવા માટે પ્રથમ ભૂમિકા તૈયાર કરવી જોઈએ એ ભૂમિકા તૈયાર કરવામાં પ્રબળ સાધન “ધર્મધ્યાન” છે. ધર્મધ્યાનનું સ્વરૂપ ખૂબ વિચારવા યોગ્ય છે. તે અન્યત્ર આલેખાઈ ગયું છે (જેન દૃષ્ટિએ યોગ, પૃ ૧૪૪). એવા ધર્મધ્યાનમાં પ્રવેશ કરવાના હેતુ તરીકે બાર ભાવનાની યોજના શ્રી વિતરાગદેવે બતાવી છે. એ બાર ભાવનાઓ નીચે પ્રમાણે છે :
પ્રથમ વિભાગ : બાર ભાવના
અનિત્ય–સાસારિક પદાર્થો, સબ ધો અને સગપણો કાયમ રહેનાર નથી, આત્મિક વસ્તુથી પર સર્વ પદગલિક વસ્તુઓ તે સ્વરૂપે અનિત્ય છે અને શરીર તથા સગપણ નાશવંત હાઈ આ જીવનવ્યવહાર વિચારણા માગે છે.
અશરણું–આ જીવનમાં અન્યના આધાર પર ટેકો દેવા જેવું નથી જ્યા આધાર આપનારનું જ સ્થાયીપણુ નથી ત્યા એ ટેકે કે અને કેટલો આપે ? આત્મશ્રદ્ધા અને એની સિદ્ધિમાં વિશ્વાસ રાખી આગળ ધપવામાં જ અ તે નિરંતરને આરામ છે.
સંસાર–આખા સંસારની રચના જોવા જેવી છે દુનિયાના પડદા પર આવી, એક રૂપ લઈ પાઠ ભજવી, પાછા પડદા પાછળ ચાલ્યા જવુ, વળી નવું રૂપ લેવુ વગેરે કર્મના પ્રકારે, મનોવિકારના આવિર્ભાવ, સ્વાર્થો, રાગદ્વેષની પરિણતિઓ વિચારવા યોગ્ય છે અને વિચારી એના મર્મમા ઊતરવાની આવશ્યકતા છે.
- એકત્વ–આ જીવ એકલો આવ્યો છે, એકલો જવાને છે, એના નેહ–સ બ ધ સર્વ વસ્તુત. ખોટા છે, અલ્પ સમય રહેનારા છે, પણ આ તે એને છેડો આવવાનો છે ચેતનનું એકત્વ સ્થાયી છે અને એને સાક્ષાત્કાર થતાં એમાથી ખૂબ આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય તેમ છે.
અન્યત્વ–પતાના આત્મતત્ત્વ સિવાયની સર્વ પદગલિક વસ્તુઓ આત્માથી પર છે. સ્વ અને પરને બરાબર સમજવા ચોગ્ય છે સ્વ અને પરને યથાવત્ ખ્યાલ થતાં આખા ભવચક્રની ગૂંચવણેને નિકાલ થાય છે. પરમાં રાચવુ એ અલ્પતા છેઆખરે પર એ પર છે.
અશુચિ—જે શરીરને પિતાનું માન્યું છે તે અપવિત્ર પદાર્થોથી ભરેલું છે એમાં માસ, લેહી, ચરબી, હાડકા વગેરે ભરેલા છે એનું રૂપ જોઈને લલચાવાનું નથી, એમાં રાચવા જેવું કાઈ નથી, એની ચામડીને ઉથલાવી આ દરનુ બહાર કાઢયુ હોય તો તે પર ઝૂકવું પણ ગમે તેમ નથી