________________
‘શાંતસુધારસ” ગ્રંથ
આ ગ્રંથને બરાબર સમજવા માટે એના લેખકનો બરાબર પરિચય કરાવવો, એમની અન્ય કૃતિઓને ઝોક સમજી લેવું અને તે યુગને બરાબર ઓળખ તે જરૂરી છે. તેટલા માટે નીચેની પદ્ધતિ સ્વીકારવામાં આવી છે . ૧લા વિભાગમાં–આ ગ્રંથનો પરિચય કરાવ, - (આમા શ થની યોજના, ગેયતા, એવા ગ્રંથનો પરિચય અને આ કૃતિને સમય
વગેરે હકીકત આવશે.) રજા વિભાગમાં–ગ્રંથકર્તાનું સંક્ષિપ્ત ચરિત્ર.
(અન્યાન્ય સાધનો દ્વારા અતિહાસિક દષ્ટિએ સંગ્રહિત કર્યું છે.) ૩જા વિભાગમાં–ગ્રંથકર્તાની સર્વ કૃતિઓને સંગ્રહ
(ઉપલબ્ધ સાધનથી સ ગ્રહ કરી ગ્રંથકર્તાની અનેકટેશીય વિદ્વત્તાને પરિચય કરાવ
વાનો આમા પ્રયત્ન છે.) કથા વિભાગમાં–ગ્રંથકર્તાનો સમય.
(આ સમય પર ઈતિહાસની નજરે ઘણુ લખી શકાય તેમ છે. માત્ર સામાન્ય દિગદર્શન અલ્ટ કરાવ્યું છે)
શાંતસુધારસ ગ્રંથ ગ્રંથની યોજના
આ ગ્રંથની યાજના બહુ સરળ રીતે કરવામાં આવી છે એના બે વિભાગ પડી શકે છે. એના પ્રથમ વિભાગમાં બાર ભાવનાઓ આપી છે અને ધર્મનું અનુસંધાન કરાવનાર ભાવના કહેવામા આવી છે ધર્મધ્યાનની હેતુભૂત એ ભાવનાઓ ભાવવાથી આત્મા આદર્શ પ્રદેશમાં વિહરી શકે, વિચરવા ગ્ય વાતાવરણ જમાવી શકે એ સ્થિતિ ભાવનાઓમાથી જામે છે. અનત ગુણોથી યુક્ત ચેતન-આત્માની એ ગુણવત્તા અત્યારે દબાઈ ગયેલ છે, એનું શુદ્ધ કાંચનવ અત્યારે ચીમળાઈ ગયુ છે, એના - શુદ્ધ, જ્ઞાન–પ્રકાશ પર અત્યારે આવરણો – આચ્છાદને ચઢી ગયા છે, એને એના અસલ સ્વરૂપે પ્રકટ કરવા માટે તદ્યોગ્ય વાતાવરણ તૈયાર કરવું ઘટે અને તેમ કરવાને અતિ સુ દર પ્રસ ગ વિચારવાતાવરણ જમાવવામાં પ્રાપ્ત થાય છે માનસવિદ્યા (Psychology)