________________
અશરણભાવના
૯૩
ભવિષ્યમાં અનવાના બનાવની કલ્પનાથી દેારવાઈ જવું નહિ, તારુ તારી-પાસે છે, પરની આશા સદા નિરાશા છે, એને કાઢી નાખવાના અભ્યાસ કરવાની જરૂર છે અને તેમ કરી આપ સ્વભાવમા’ ‘સદા મગ્ન’માં રહેવાના ઉપદેશ છે. ખરુ તે પોતાની જાતને, પોતાના તેજને, પોતાના સામર્થ્યને અને પોતાના હક્કને સમજવા-ઓળખવા જેવુ છે એ થશે એટલે આ આશાના પાસેા તૂટી જશે અને પોતાના નિરુપદ્રવ સ્થાને પહેાચી જવાશે પણ અહી રહેવાનુ થાય ત્યાં સુધી પણ પરાશ્રય તજવા, સ્વાશ્રય કરવા અને સ્વને ખરાખર આળખવા મરણથી, જરાથી કે ખીજા કોઈ ખનાવથી ડરવાનુ નથી. એનુ નિવારણ કરવુ,,તે તેા હાથની માજી છે. પ્રાણી અજર અમર થઈ શકે છે અને થવાના રસ્તા આવડે તેા સહેલાઈ છે અને માર્ગ સરળ છે, તેને શેાધા અને સ્વની શક્તિ પિછાને, એને પ્રકટ કરેા અને એના ઉપર આધાર રાખે. આ વિષય પૂરા કરતા પુનરાવર્તનના ભાગે પણ છેવટે યાદ આપવાનુ છે કે આ ભાવનો ભાવતાં ગભરાઈ જવાતુ નથી, બિચારા-ખાપડા થઈ જવાતુ નથી, કાઇને આધાર નથી એવી ચિંતાથી દુભાવાનુ નથી, જેનુ શરણુ છે તે તારી પાસે જ છે. તુ પેાતે જ છે અને તેને પ્રકટ કરી ખતાવનાર અને ત્રણ લેકને તથા ત્રણ કાળને પ્રત્યક્ષ કરનાર મહા દિબ્ય પ્રકાશ તારામા જ છે તારુ વર્તન અને જીવન સચ્ચારિત્રશીલ થાય એટલે આ તારી અશરણુ દશાના ઈંડા આવી જશે. અમર થવાની ભાવનાવાળાને જે રમકડા જોઈએ તે શેાધી તેની સાથે રમજે, અપૂર્વ શાતરસના વરસાદની ઝડીમાં ન્હાજે અને અવણ્ય સ્વાદવાળા શાતસુધારસનું પાન કરજે. તને શરણુ જડી આવશે અને પામરતા દૂર ચાલી જશે. અનંત ઋદ્ધિના ધણીને પામરતા હેાય ? અને ! તુ કાણુ ? તારે તે એવા યમરાજ જેવાથી, જરાથી, વ્યાધિથી કે ખીજા કેાઈ નાના મેટા વિકારાથી ડરવાનુ... હાય ? પણ જો તુ સસાર-વ્યવહારમાં પડી રહેવા માગતા હૈ। તા સમજજે કે એમાંનુ કાઈ પણ તને ટેકે આપનાર નથી અને અવસર આવશે એટલે તને તાણી ખેચીને ફેંકી દેશે અથવા ઉપાડી જશે યમ જેવા કેાઈ દેવ નથી, માત્ર આયુષકનુ એ રૂપક છે એ વાત ધ્યાનમા રાખવી અને આત્મભાવ અસલ સ્વરૂપે વિચારવા, એ માર્ગે ખૂબ આનદ છે. અન ત સુખસન્મુખતા છે અને સીધે રસ્તે પ્રયાણ છે
'*
*
इति अशरणभावना २