________________
શાંતસુધારસ
મુદ્દો એ છે કે આપણે મરવા તૈયાર હોઈએ કે ન હોઈએ, મરણથી ડરતા હોઈએ કે ન હોઈએ, પણ જ્યારે તે આવશે ત્યારે આપણે આધાર કોને લેવો ? ડૉકટરો તે હાથ ખ ખેર, છોકરાઓ કે સ્ત્રી રડવા બેસે, નોકર-ચાકરે દુખી થાય અને મિત્રો-સ્નેહીઓ સહાનુભૂતિ બતાવે, પણ કોઈમાં મરણ વખતે શરણ આપવાની તાકાત છે? મોટા રાજા, મહારાજા કે ચક્રવતી ગયા તો પછી આપણે તો શે હિસાબ છે ? “જાય છે જગત ચાલ્યું રે એ જીવ ! જેને !? એમા જ્યા “છ જેની છાયા થતી, રૂડી જેની હતી રતિ; ક્યાં ગયા કરોડપતિ રે, ઓ જીવ ને ! વાત કહે છે ત્યા હદ કરી નાખે છે, પણ એ સર્વ વાતની વચ્ચે એ વખતે આધાર કોનો ? ટેકો કોને ? આપણે રાવ ખાવા, ફરિયાદ નેધાવવા, આશ્રય મેળવવા કોની પાસે જવું ? ઘરના રડતાં હોય અને શરીરની નાડીઓ તૂટતી હોય ત્યા ધન્ય તરિના માથા પણ અક્કલશૂન્ય થઈ જાય છે અને મોટી ફિવાળા ડોકટરે દિલગીરી દર્શાવી. ટોપી માથે મૂકી, ફી ખીસામાં મૂકી રસ્તે પડે છે ત્યારે તે વખતે આશરો કેનો?
એકલા મરણની વાત શા માટે કરવી પડે છે ? આ જીવનમાં અનેક પ્રસંગો આશ્રય મેળવવાના આવે છે જેમણે ગરીબાઈમાં જીવન ગાળ્યું હોય તે ઓશિયાળાપણામાં રહેલ તુચ્છતાથી અને ધનવાનોના તિરસ્કારથી અજાણ્યા ન જ હોય અને તે આશા કરીને આવેલ યાચક માથા પર કે કપાળે હાથ મૂકીને જાય છે તે વગર સમજાવ્યા સમજે છે કે તે પોતાના કિમત પર આધાર રાખે છે અહીં શરણ કોનુ હોઈ શકે તેનો સહજ ખ્યાલ આવે છે. બીજા સર્વ નકામા પ્રયાસ છે એ વાતની કાઈક ઝાખી થાય છે
ત્યાં ઘરના ઘર (માનેલા) છોડીને સદાને માટે જવાનું હોય, જ્યા ખુદ પાળેલ પાર્ષલ શરીર પણ મૂકી જવાનું હોય ત્યાં આધાર કોને ? એ વખતે મેટરો કામ આવતી નથી, બલનો ઉપયોગમાં આવતા નથી, ધમાલ સાથ આપતી નથી, બડાઈઓ રસ્તે દાખવતી નથી, ગોટાળા આડા આવતા નથી ખટપટે હાથ દેતી નથી, પ્રેમ માર્ગ આપતા નથી, એ વખતે શરણ માત્ર સાચે ધર્મ જ આપે છે. આત્મવૃત્તિએ કરેલ ધર્મ એના ગમે તે આકારમાં હોય પણ તેને આધાર મળે છેબાકી આ દુનિયાની કોઈ પણ ચીજ, કોઈ પણ પ્રાણું કે કોઈ પણ સ બ ધી એ વખતે ઉપયોગમાં આવતા નથી, યમને અટકાવતા નથી, દિલાસારૂપ થતા નથી. બાકી મત્રવિદ્યા કે જાપની વાત શી કરવી? ખુદ મહાવીર પરમાત્માને ઈન્ડ આયુષ્ય થોડુ વધારવા વિજ્ઞપ્તિ કરી અને તેમા તેને આશય શાસનના હિતનો હતો, પણ ભગવાને તેને એક જ ઉત્તર આપ્યો કે “એ કાર્ય કરવાને દેવેક, ચક્રવતી કે તીર્થ કર સમર્થ નથી” છતાં કાંઈ ભગવાન મરણથી ડર્યા નહિ એમને તે અને તે સુબમાં જવાનું હતું એટલે એમણે “શરણ”નો સવાલ જ નહોતો, પણ એમાં અશરણપણાનો જે મુદ્દો છે તે ખાસ વિચારવા યોગ્ય છે
ન્યાયાધીશ કેઈને કાસીની સજા ફરમાવે ત્યારે ગુન્હેગારના મનની શી દશા થતી હશે? એ કઈક ફાફા મારશે, વિલાયત અપીલ કરવા દોડશે, પણ એમાં કાઈ વળે છે? પ્રાણી પણ આવા બાચકા તો અનેક ભરે છે, પણ એમાં સાર છે?