________________
૮૬
શાંતસુધારસ
એ દુ ખમા કેઈ ભાગ પડાવનું નથી, કોઈ એનો અશ પણ લઈ શકતું નથી, કોઈ એમાથી દુખ ઓછુ કરાવી શકતું નથી–આ સિદ્ધ વાત છે. આકાશમાં ચદ્રગ્રહણ થાય છે ત્યારે પ્રાચીન માન્યતા પ્રમાણે રાહુ ચદ્રને મળવા લાગે છેએ વખતે કોઈ તારા, ગ્રહ કે નક્ષત્ર ચદ્રની મદદે આવતા નથી, માત્ર એક જ પિતાની પીડા સહન કરે છે. તમે શુ એમ કહે કે એવા વ્યાધિ વખતે ડોકટર કે વૈદ્યનુ શરણ? આ વાતમાં ભૂલ થાય છે. ડાકટરો કહે છે કે તેઓ કુદરતને સહાય કરે છે, પણ કુદરત ઊલટી ચાલે ત્યા તેઓના હાથ પણ હેઠા પડે છે. એ પીડામાં કોઈ ભાગ પડાવતું નથી અને કોઈ એવા આકરા કેસની જવાબદારી પણ લેતુ નથી કટર મોટા ડોકટરને બોલાવવા સલાહ આપશે અને વેદ્યો એકઠી થશે તો વિષમજવરના લોકો બેલી પાહિત્ય બતાવશે, પણ એ વખતે શરણ કોનુ ? એવા વ્યાધિગ્રસ્તના મનની સ્થિતિ જાણી હોય, તો તે વખતે તે પિતાની અશરણ સ્થિતિ બરાબર અનુભવે છે અને નહિ તે સર્વ લોકો એક અરિહતમાં ધ્યાન રાખજે” એમ કહે ત્યારે એ પોતાની અશરણું – નધણિયાતી સ્થિતિને ખ્યાલ કરે છે. એ વખતે શરણ કોન ? ધર્મ સિવાય કોઈ એની બાજુએ ઊભું રહેતું નથી. બીજ સર્વ હવાતીઓ છે. નિમિત્તવાસી પ્રાણી છે તેથી એ પ્રયાસ કરે છે, દવાદારૂ કરે છે અથવા અન્ય કરે તેનો લાભ લે છે, પણ તે વખતે તે સર્વ નિરર્થક છે એમ તે બરાબર સમજે છે અને વાત ચોક્કસ છે કે કરેલ કર્મ ભેગવવા જ પડે છે. ગમે તેટલા યુગ પસાર થઈ જાય પણ ભેગવવા જ પડે છે અને તે પણ કરનારે જ ભેગવવા પડે છે એમાં કોઈ ભાગ પડાવવા આવતુ નથી માત્ર એ વખતે શાંતિ આપનાર હોય તો તે ધર્મ જ છે અને તેનું શરણ લીધા સિવાય બીજો કોઈ માગ નથી
૮. આવી જરાવસ્થામાં કાઈ ટેકો નથી, મરણ વખતે કોઈનો આધાર નથી અને ભય કર વ્યાધિઓ પિતે જ સહેવા પડે છે ત્યારે શું કરવું ? આને માટે કવિએ ત્રણ ઉપાય આ અષ્ટકને અને તે છેલ્લા પદ્યમાં બતાવ્યા છે
(૧) પ્રથમ તે ચાર પ્રકાઝા અ ગવાળા ધર્મનું શરણુ લેવા ઉપદેશ આપ્યો છે જે ધર્મનું
શરણ લેવાની વાત કરી છે તે ચાર પ્રકારનો છે દાન, શીલ, તપ અને ભાવ. એ ચાર અ ગવાળા ધર્મનું શરણ કર
અથવા ચાર પ્રકારના શરણે છે તેને અનુસર તે ચાર આ પ્રમાણે છે – अरिह तशरणं, सिद्धशरण, साहुशरणं, केवलिपन्नतो धम्मो शरणम् । એટલે તીર્થ કર મહારાજ, સિદ્ધ, સાધુ અને કેવળીકથિત ધર્મનું શરણું કરવા ભલામણ કરી.
પ્રાણી ગમે તે ધર્મને માનતો હોય, તેને શરણુ અનુકૂળ ગોઠવી શકાય છે. ધર્મનું શરણ અનિવાર્ય, તે જ એક રસ્તો છે, એ માર્ગમાં જ પ્રકાશ દેખાય છે, બાકી સર્વત્ર અધકાર, ગુચવણ અને અથડાઅથડી છે.