________________
બાતસુધારમ વયે જુવાન છે એમ બતાવવા અનેક ચાળા કરે છે. એનું મોટું વર્ણન આપવાની જરૂર નથી. દરરોજ નજરે પડે એવો એ મામલો છે
ગ્રથકાર કહે છે કે એ સર્વ ફાંફા છે, એમાં કાંઈ વળે તેમ નથી. તમે ગમે તેટલા પ્રયત્ન કરે અને ગમે તે ખાઓ પણ આવતી જરાને તમે અટકાવી શકે તેમ નથી. તેની સામે તમને ટેકો મળે તેમ નથી અને તમારા સર્વ પ્રયત્ન નકામાં છે–નિફળ છે-બે બદામના છે.
કેટલાક માણસે એમ માને છે કે શરીરમાં પવન રોક્યો હાય સ્તન કર્યું હોય, એક પ્રકારનો પ્રાણાયામ કર્યો હોય તો તેથી આવતુ ઘડપણ અટકે છે. ઉપાધ્યાયથી કહે છે કે તમારે જોઈએ તેટલે પવનને અટકાવ કરે પણ એમાં કોઈ વળવાનું નથી. પ્રાણાયામનો ઉપગ કાળજ્ઞાન અને શીર-ત દુરસ્તી માટે ગમે તેટલો હોય, પણ એ આવતી જરાને અટકાવે તેમ નથી.
અરે ! તમારે જોઈએ તો તમે દરિયાપાર બીજે તીર જઈ ને બેસો કે કોઈ મેટા પર્વતના શિખર ઉપર ચઢી જાઓ, પણ દરિયાની ભતીના જુવાળની જેમ આવતા ઘડપણને તમે રોકી શકશે નહિ તમે ગમે ત્યાં નાસી જાઓ, તમારા ઘરબાર છોડી પાતાળમાં પેસો કે કોઈ મહાન પર્વતના શિખરને છેડે જઈને વાસ કરે, પણ અતે ઘડપણની અસર લા વગર રહે તેમ નથી અને એ આવશે ત્યારે તમે ધીમે ધીમે ઘસાતા જ જશો. દાતો દુ ખવા માડે, પીડા થાય, પડી જાય અને ચાવવાની અગવડ પડે, કાનમાં બહેરાપણું આવતું જાય, આખમા લેગ સાઈટ (ઝાખ-બેતાળા) આવે, બાલ ધીમે ધીમે ફીકા પડતા જાય અને તે સફેદ થઈ જાય, શરીર શિથિલ પડતુ જાય, હાથ-પગ હકમ માને નહિ એવા અનેક આક્રમણો ધીમે ધીમે પણ ચોક્કસ થતા જાય છે. પછી તે –
ઉબર તે ડુંગર થયા, પાદર થયા પરદેશ
ગળી તે ગંગા થઈ અંગે ઊજળા કેશ.” -એ સર્વ બને છે અને છેવટે હાથમાં લાકડી લેવી પડે છેવસ્તુત ત્રણ પગે ચાલવું પડે છે. એ વાતને અટકાવનાર કોણ? એ વાતને આડે આવનાર કોણ? એ હકીક્ત બને ત્યારે આધાર કોનો?
દ એ વાત વધારે સ્પષ્ટપણે કહેતા કવિ વર્ણવે છે કે – નાના બાળકના બાલ જોયા હોય તો તે એકદમ કાળા લાગે છે, જરા આખા માથાને પળિયાવાળ બનાવી મૂકે છે, અને શરીરને તદ્દન રસ વગરનું – દમ વગરનું બનાવી દે છે તેમજ ધીમે ધીમે એને તદ્દન નિર્બળ, દુર્બળ અને અબળ બનાવી દે છે આ જરાને – ઘડપણને અટકાવવાને કણ શક્તિવાન થાય છે ? એને આવતી અટકાવવાનો કોઈ રસ્તો જડયો છે ?
એક ઘણા પ્રસિદ્ધ વૈદ્યરાજ કહેતા હતા કે પ્રમાદ એ જ મરણ છે (કા હિ મૃત્યુ) જે પ્રમાદ ન કરવામાં આવે તો માણસ કદી મરે નહિ અને ઘરડો થાય નહિ. તેઓ પિતે