________________
અનિત્યભાવના
શરીરમાં વૃદ્ધિ કરવા માટે ગમે તેવા રસાયણ ખાવામાં આવે, તામ્રભસ્મ, ગજવેલ, માલ પારે, સેનુ, રૂપુ, વસંતમાલતી, પચામૃત પરપટી, અબરખ કે બીજી અનેક રસાયણી ચીજોનો ઉપયોગ કરવામાં આવે, પણ મરણ છોડતું નથી મોટા દે, વૈદ્યો, ડોકટરો કે સરજન મરણને ફટાડી શકતા નથી અને એલિકઝીર (Envir) (મરણજયની દવા) શોધવા પાછળ હજારો વર્ષ નીકળી ગયા છે, પણ હજુ સુધી તેવી દવા મળી નથી અને અત્યાર સુધીના વિજ્ઞાનનો વિકાસ વિચારતા તેવી દવા શોધાવાની શક્યતા પણ જણાતી નથી.
શ્રી વિનયવિજયજીના વખતમાં વિદ્યા, મત્ર, મહૌષધિને મહિમા માટે મનાતે હશે અત્યારે સરજનના ચપ્પ અને ડૉકટરના ઈન્જકશનોને મહિમા મનાય છે, પણ ગમે તે રીતે જોઈએ, પર તુ મરણ છોડતુ નથી હૃદય ચલાવવા હાઈડરમિક ઈજેકશન આપીએ કે હિરણ્યગર્ભનો ઘસારો આપીએ, પણ આ તે રડવાનું છે અને ખરખરે કરનાર બેલવાના છે કે – “ભાઈ ! ત્રુટી એની બુટ્ટી નથી”. આ સાદી કહેવતમાં સેકડો વર્ષોનો અનુભવ સમાઈ જાય છે. જ્યા આયુષદોરી તૂટી ત્યા દવા, ઉપચાર કે માત્ર કાંઈ ઉપયોગી નથી આપણી વાત એ છે કે આ સર્વે કોળાહળ, ધમાલ અને ધુમાડા પછી પણ ખરખરે તે ઊભો જ રહે છે એ તે જાણે પછવાડે રહેનારની વાત, પણ જનારને શું ? એને ટેકો કોને ? દવામાં ગમે તેટલા મોટા ખરચ ક્ય એ સર્વ પાણીમાં અને છતા મરણ પામનારને કેવો ટેકો મળ્યો હશે તેવી સંશયગ્રસ્ત સ્થિતિ ! અહા ! શી દશા !
મરણ વખતે તો કેઈન ટેકે-કેઈનુ શરણ મળે તેમ નથી, મળ્યું જાણ્યું નથી અને નિત્યમિત્ર શરીર તે તદ્દન નકામુ જ જણાયુ છે માત્ર પ્રણામ-મિત્રરૂપ ધર્મ જ ટેકે આપે તેમ છે તે તે પ્રત્યેક ગાથાને અંતે યાદ કરીએ છીએ હવે જિદગીના બીજા ખ્યાલો તરફ વળીએ.
૫, મરણુભય પછી માણસને સહેજ ઊતરતો (બીજે નંબરે) ઘડપણને–જરાનો ભય લાગે છે. એને કઈ ઘરડો (old) કહે તે પણ એને અપમાન લાગે છે એ જુવાની જાળવવા અને પછી જુવાન છે એમ દેખાવા અનેક દવા ખાય છે, કલપ લગાડી ધોળા વાળને કાળા કરે છે, આખમાં સુરમા, આ જન આજે છે અને કેક ચેનચાળા કરે છે
વિલાયતની તો વાત ન પૂછો ! ત્યા મેઢા ઉપરના પફ પાઉડરના થપેડા જોયા હોય તો ચીતરી ચઢી જાય ! બસમાં બેઠા બેઠા પણ વેનીટી બેગ કાઢી હોઠ ઉપર લાલ રંગ લગાડે, મુખ ઉપર રેઝ પાઉડર નાખવા લાગે અને નાના અરિસામાં મુખ જોઈ લે આ સર્વ જુવાન દેખાવાના ફાફા છે!
કેક ત્રાબુ કે મારેલ પારે ખાય છે, કેક ગજવેલ ખાય છે, કે ક અખાડામાં કસરતકુસ્તીઓ કરે છે અને કે ક મગદળ ફેરવે છે અનેક પ્રયોગ કરી જુવાની ટકાવવા અને આધેડ
૧ સ્ત્રીઓ હાથમાં રાખે છે તેવી નાની ચામડાની કોથળી