________________
શાંતસુધારસ વળી એનામાં એક વિશિષ્ટતા અથવા નચિતા એ છે કે બીજા પ્રાણીઓ સારા અર્થમાં સર્વને સરખા ગણે છે અને સર્વને સરખો લાભ આપે છે ત્યારે આ યમરાજ જીવ લેવાની બાબતમાં સર્વને સરખા ગણે છે એને મને કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. એ તે નીચતાની પરાકાષ્ઠાએ જઈ મોટા કે નાનાને-સર્વને શરીરથી છૂટા પાડી, એને સગાસબંધીને રડાવી ખે ચી જાય છે એના આવા સર્વને સરખા ગણવાના તુચ્છ ભાવ પર ત્યાનત હે ! ધિક્કાર પડે ! પણ એમ કહેવાથી કાઈ વળે તેમ નથી – તેને જરા પણ દયા આવે તેમ નથી. - જ્યારે રાજાનો પરિવાર કે તેનું લશ્કર નકામુ થાય છે, છુપાઈ જવાના પ્રયોગો નિષ્ફળ જાય છે અને બતાવેલી લાચારીને કરેલી પ્રાર્થને ઉપયોગ વગરની બને છે ત્યારે એની પાસે શરણ કોનુ ? આમાથી બચવાના કોઈ ઉપાય કારગત લાગતા નથી
હજુ કાઈ બીજ ઉપાય હોય તે તપાસીએ આ તો સર્વ પ્રકારે નિરાશા મળે છે ચાલે, આગળ વધે, કાઈ કરતા કાઈ ઉપાય શોધ્યે મળે છે ?
૪ વિદ્યાઓ સિદ્ધ કરવાથી આકાશમાં ઊડી શકાતું, સમુદ્ર તરી શકાતે અને એવા આશ્ચર્યો થતાં માત્ર (રસ) સિદ્ધ કરવાથી સોનુ થઈ શકતુ, સ્ત્રી-પુરુષને વશ કરી શકાતાં વગેરે મહા ઔષધિઓના ઉપયોગથી આકરા વ્યાધિઓ સુધરી શકતા આવા અનેક દાખલાઓ કથાનકમાં નોંધાયેલા છે. વિદ્યા અને મત્રના પ્રભાવથી દેવતાઓ વશ થતા અને દેવતાઓ અનેક કામ કરી આપતા.
આ વાતની સત્યાસત્યતા તપાસવાનું આ સ્થાન નથી શત્રુજયયાત્રા બધ થઈ ત્યારે આવા માત્ર કે વિદ્યાઓનો ઉપયોગ કેમ નહિ થયો હોય ? – એ ઘણા પ્રશ્ન કરતા હતા. આપણે એ વિષયની ચર્ચામાં ઊતરીએ તો મુદ્દો વીસરી જઈએ વાત એ છે કે મંત્રથી, વિદ્યાથી કે મહા ઔષધનુ આસેવન કરવામા આવે અને દેવતાઓને વશ કરી દે તેવું તે આસેવન હોય તો તેથી પણ મરણ છોડતુ નથી ગમે તેવી સિદ્ધ ઔષધિઓ મોટા ધવંતરિ પિતે લાવી આપે અથવા મત્રોના ઉપરાઉપરી ઉચ્ચાર થયા કરે. વિદ્યાદેવીઓનો કદાચ સાક્ષાત્કાર થાય તો પણ મત છેડતું નથી, છેડે તેમ નથી
જ્યારે ડોકટર કે વૈદ્યના મુખ પર નિરાશા દેખાય છે અથવા નજીકના સબ ધીઓને વ્યાધિ ગભીર અથવા “હોપલેસ” જણાવવામાં આવે છે ત્યારે પછી ભૂવાના પ્રયોગો ઘણીવાર થાય છે, ડાકલા વાગે છે, શરીર પર ત્રાબાના પૈસા બધાય છે, નજરબ ધી થાય છે, ખાટલા ફરતા ખીલા ઠોકાય છે લીબુ માથા પરથી ઉતારાય છે, બાધાઓ રખાય છે, આખડીઓ લેવાય છે અને કેક કંક તોફાનો થાય છે, પણ અતે પ્રાણપોક મૂકવામાં એ સર્વને અત આવે છે
દેવતાને પિતાને મરણ છોડતું નથી તે તેઓ આપણા શાં દળદર ફીટાવવાના હતા? એ તે માત્ર ડૂબતી વખતે બાચકા ભરવાની વાત છે મરણ કેઈ દેવને વશ નથી, કોઈ મત્રને વશ નથી, કોઈ વિદ્યાને તાબે નથી.