________________
અનિત્યભાવના મહારાજા કે ચકવતીને ચમરાજ ઊંચકી લે છે. એ વખતે રાજાનું મોટું લશ્કર કે એના હાથી, ઘોડા, રથ, પાયદળ, પલટન, એરપ્લેન કે મશીનગને કાંઈ કામમાં આવતા નથી, કેઈ એની આડો હાથ દઈ શકતા નથી અને લશ્કરની વચ્ચેથી, વક કિલ્લાની અંદરથી અને સામગ્રીઓની ભીતરમાથી ખેચી અને ઉપાડીને ચમરાજ એક ક્ષણમાં ચાલ્યા જાય છે. (મૈનિક શબ્દ મોટા મત્યનો વાચક પણ છે. મોટા મો નાના મસ્યોને નિર તરં ખાધા કરે છે.)
આ વખતે એ મોટા મહારાજાને શરણ કોન ? ટેક કોનો? આધાર શેને ? રાણીઓ રડે, વૈદ્યો હાથ ખંખેરે, દાસીઓ છાજીઆ લે, અમાત્યવર્ગ હાય બળતરા કાઢે, પણ એ સર્વ નકામું નીવડે છે અને એ બધાની વચ્ચેથી ઉપડી જાય છે. વાત એ છે કે – જાવું છે છે, જાવું છે જરૂરફ કાયા તારી કામ ન આવે, ઝાંખાં થાશે નૂર, ચકી સરખા વહી ગયા, આકડાનાં તુર, જાવું છે જી. વગેરે મોટા માધાતા જેવા રાજાઓ ગયા, વિક્રમાદિત્યો ગયા, સિદ્ધરાજ જેવા ગયા અને આખી મુગલાઈ પણ ઉપડી ગઈ. નેપોલિઅન સેંટ હેલીનામાં ગયા શાહજહાન કેદમાં મુઓ, ઔર ગઝેબ દક્ષિણમા ખલાસ થઈ ગયો અને ઋષભકૂટપર કાકિણી રત્નથી નામ લખનાર બ્રહ્મદત્ત, સુભૂમ જેવા ચક્રવતીએ પણ ગયા ! એલેકઝાન્ડરને પૃથ્વી જીતવાની બાકીમાં રહેલી ન જડી ત્યારે સમુદ્રને સાધવા ગયે, સુભ્રમ બીજે ભરતખંડ સાધવા ગયે, પણ અતે સર્વ ગયા ! એ દરેકે મરતી વખત પછાડા માર્યા છે અને માથા પછાડ્યા છે. ત્યારે તું તે કેણ માત્ર! વિચાર કે એ અવસર આવશે ત્યારે તું કોને આધાર લઈશ ? તારી છાતી ઉપર હાથ મૂકી નિરાતને ધાસ લઈ શકીશ? આન દથી જઈ શકીશ ? હજુ પણ સાભળ એ મુદ્દા ઉપર ઘણુ કહેવાનું છે
૩ એવા રાજાઓ તો ઉઘાડી રીતે ગયા અથવા તેને યમરાજે ઉપાડી લીધા, પણ પ્રાણી કદાચ સખ્ત લોઢાના ઘરમાં પેસે, તિજોરીમાં ૮ કાઈ જાય, કપાટ બંધ કરીને બેસી જાય કે પટારામાં પેસી જાય અથવા તો દીન-શરણાગતની પેઠે પોતાના મુખમાં તરખલુ લઈ યમરાજને વિનંતી કરે કે- હે દેવ! મને તો છેડો ! મને બચાવો ! હું તમારે શરણે છુ!” (પ્રાચીન સમયમાં રાજાઓ લડતા પણ દુશ્મન હોમ તરખલુ લે એટલે છેડી દેતા. અત્યારે પણ સફેદ વાવટો બતાવે એટલે લડાઈ બ ધ પડે છે અને સુલેહ થાય છે ) પણ આ યમદેવને તે દયાન છાટો આવતો નથી એ તો દરેકના કેળીઓ કરવામાં મજા માને છે એને વામય ઘરમાંથી પકડતા વાર લાગતી નથી કે એની પાસે મુખમાં તરખલુ લઈ કરેલી પ્રાર્થના બર આવતી નથી જેમ પરમાધામી દેવોને નારકીના જીવોને ત્રાસ ઉપજાવવામાં મજા આવે છે અને તેઓને રડતા-કકળતા જુએ ત્યારે એ નીરની જેમ રાજી થાય છે તેમ નિર્દયતાના પુરુષાર્થમા નાચ કરી રહેલ યમદેવ કોઈ પણ પ્રાણીને છેડતો નથી