________________
શાંતસુધારસ
કામા, ધર્મનું શરણ લેવાને તેમનો આદેશ છે. તેઓ કહે છે કે તું ધર્મનું શરણ કર, તેમાં પણ પરીક્ષા કરીને જેન ધર્મનું શરણું કર
ઉપરાત એક વાત ખાસ કરવાની છે વિશિષ્ટ પવિત્ર ચરણ–ચારિત્ર તેનું તુ સ્મરણ કર તેના ઉપર આધાર રાખે અને તેને તારા જીવન સાથે વણી દે ચારિત્રરાજના મંદિરમાં જે ક્ષમા, આર્જવ, માર્દવ, મુક્તિ (લોભત્યાગ), તપ, સ યમ, સત્ય, શૌચ, અકિચનત્વ અને બ્રહ્મચર્યરૂપ ધર્મો છે તે અથવા શ્રાવકના બાર વ્રતો છે તે તને શરણ આપશે. એનું સમરણ પણ તને ટેકો આપશે એને નામોચ્ચાર પણ તને અકળામણથી દૂર રાખશે અને એની સાથે આત્માનુસધાન તને અદ્વિતીય ટેકે આપશે. ચારિત્રને મહિમા વર્ણવવાનું આ સ્થાન નથી બાહ્ય સર્વ ક્રિયાઓની અસર વર્તન (ચારિત્ર) પર કેટલી થઈ છે તે જ અતે, લેવાનું છે અદર ભીનાશ-કુણાશ ન આવી હોય તો બાહ્ય ક્રિયા નકામી તો નથી, પણ તત્કલાપેક્ષયા અને આ આત્માને વધારે દૂર લઈ જતી નથી મેરુપર્વત જેવડો ઢગલો થાય તેટલા ઓઘા-મુહપત્તિ આ જીવે કર્યાની વાત સુપ્રસિદ્ધ છે તે આ દૃષ્ટિએ છે માત્ર તુ ચારિત્રનું સ્મરણ કર માત્ર કિચાની અપેક્ષાઓ નહિ, પણ જીવવાની તીવ્ર ઈચ્છાથી એનું સમરણ કર, એનુ સ્મરણમાત્ર તને ટેકે આપશે, તારે આધાર બનશે અને વિશાળ દરિયામાં તારી પડખે ઊભું રહેશે એ ચરણ–ચારિત્ર સાથે અનુસધાન કરી લે, એની સાથે તુ એકમેક થઈ જા અને તેને તારી સાથે એકતાર કરી દે એ તને ટેકો છે, ખરો આધાર છે.
“ચરણનો અર્થ પગ. મહાપવિત્ર પુરુષના ચરણયુગનું સ્મરણ કર-એ અર્થ પણ શક્ય છે, પણ વિષયની ઘટના સાથે ચારિત્ર અર્થ વિશેષ અનુરૂપ જણાય છે પગનું સ્મરણ થતુ નથી, પણ તેની પૂજા થાય છે આ દુવપદ દરેક ગાથાને અને ખાસ બોલવા અને વિચારવા જેવુ છે નિરાશ થતા આત્માને એ મેટો ટેકે આપે તેમ છે અને એ ટેકાની એને એ વખતે ખાસ જરૂર છે.
૨. નાના પ્રાણી કે મનુષ્યની તો શી વાત કરીએ પણ મેટો રાજા હોય, મોટો રાજાઓને પણ રાજ હોય, એની ચારે બાજુએ ઘોડા, રથ, હાથી અને લશ્કરીઓ હોય, એનું રક્ષણ કરવા એના ખાસ રક્ષકે (બેડીગાર્ડે) તૈયાર હોય, એનું લશ્કર દુનિયામાં અજેય ગણાતુ હોય, એની સેનાએ કદી હાર ખાધી ન હોય, એની વ્યુહરચના ઘણી ગૂંચવણવાળી હોય, એનું પિતાનું બળ પણ અતિશય પ્રસિદ્ધિ પામેલ હોય અને એવી રીતે એ મોટા કિલ્લાઓથી, શ-અઓથી અને લડાઈની તથા બચવાની સર્વ સામગ્રીઓથી સુરક્ષિત હોય, એનું એકલાનું જેર સેકડો સેનાનીઓને પૂરા પાડે તેવું બતાવાયુ હાય-એવો મોટો છત્રપતિ હોય એને પણ એ યમરાજ એક ક્ષણવારમા ઊચકી લે છે, એક ઘડીના છઠ્ઠા ભાગમાં જમીન પર રગદોળી નાખે છે અને એમ કરવામાં એને જરા પણ શંકા કે વિચાર થતો નથી
દરિયાને કાઠા નજીક એક ગલ અથવા એક કલકલ પક્ષી થાય છે એ તદ્દન સફેત છે. એને ખેરાક માછલા હોય છે. એ જેમ માછલાને પોતાની ચાચમા ઉપાડી લે તેમ મોટા રાજા,