________________
અનિત્યભાવના
૭૮
દ ભને દૂર રાખ્યો હોય, માનના પ્રસગે આડા હાથ દીધા હોય, કપટજાળના ભોગ કેઈને ન કર્યા હોય, ખોટા આળ ન દીધા હોય, ચાડીચુગલી ન કરી હોય અને પ્રામાણિક જીવન જીવી જે કઈતિક કે આતરિક પ્રગતિ કરી હોય એ સર્વનો ખરો આધાર તે વખતે થાય છે. એ વખતે એ સાચો ટેકે આપે છે અને એ એના ખરા સ્વરૂપમાં તે આપત્તિને વખતે બરાબર યાદ પણ આવે છે એનું શરણ બરાબર થાય છે. કહેવત છે કે “સુખે સોની ને દુખે રામ રામ એટલે અહીં પિતાના ઈષ્ટદેવ સમજવા
ધર્મમાં બે વિભાગ હોય છે તરવજ્ઞાન અને નૈતિક વિભાગ. નૈતિક વિભાગમાં આતર અને બાહ્ય વિભાગ આવે છે આતરમનોરાજ્યમાં સર્વ મનોવિકારોનો સમાવેશ થાય છે. એના પર વિજય મેળવવાની ચાવી આ Ethics નો વિભાગ આવે છે, બાહ્યમાં એને પ્રાપ્ત કરવાની ચાવીઓ -માર્ગો એટલે ક્રિયાઓ હોય છે એ સાધનધર્મોની ઉપગિતા પુષ્કળ છે, પણ ધર્મનો ખરો ઉપયોગી વિભાગ આતરદશા પર કેટલી અસર થઈ તેમા આવે છે.
એ ધર્મને અગે પરીક્ષા કરીને સ્વીકાર કરવાની જરૂર છે. આતરરાજ્યમાં બહુધા મતભેદ પડતો નથી શુદ્ધ જીવન જીવવાને, સત્ય વચનોચ્ચાર કરવાને, અન્ય જીવની હિંસા ન કરવાને ઉપદેશ લગભગ સર્વ ધર્મો જુદા જુદા આકારમાં આપે છે મેહમમત્વ તજી આત્મારામને એના સ્વરૂપમાં ઓળખવા પ્રરૂપણ થતી આવી છે એ ધર્મ આ પ્રાણીએ કઈ કઈ વાર જરૂર સ્વીકાર્યો પણ હોય છે, તે તેને શરણ આપે છે, તેને તે ટેકારૂપ થાય છે અને તેના ઉપર આધાર રાખવામાં તે છેતરાતા નથી
એ ધર્મોને દર્શનવિભાગ ચ્ચિારી જે ધર્મમાં પરસ્પર વિરાધ ન આવતું હોય, જેમાં આગળ-પાછળ સત્ય એકસરખુ ચાલ્યુ આવતુ હોય તેને સ્વીકાર કરે અને તેનું શરણ લેવુ.
પૃ વિનયવિજય ઉપાધ્યાય કહે છે કે અમે જિન ધર્મને સારી રીતે તાવી જોયો છે સોનાની પરીક્ષા જેમ કપ, છેદ અને તાપથી થાય છે તેમ અમે તેની પરીક્ષા કરી છે તેના વિધિ અને નિષેધના માર્ગો ખૂબ ચકાસી જોયા છે અને એના તત્ત્વમાર્ગમાં પણ ખૂબ ઊંડા ઊતર્યા છીએ અને અમે બારીકીમાં ઊતરી એના નય અને પ્રમાણ સત્ય સમજ્યા છીએ, અમને એમાં અપેક્ષાઓ સમજાણી છે અને આખા માર્ગમાં અમે પૂર્વાપરવિરોધ જે નથી એના વિધિમાર્ગોમાં ગમે તેટલા મતભેદે હશે, પણ એના દાર્શનિક વિભાગમાં એક જ મત છે. એને કર્મને સિદ્ધાંત અવિચળ છે, એની નિગેદની વ્યવસ્થા વિચારણીય છે અને એનું સ્યાદ્વાદસ્વરૂપ અમને ખાસ આકર્ષક લાગ્યું છે.
તમે એ જૈન ધર્મને આશ્રય કરશે તો તે તમને જરૂર “શરણ આપશે એમ અમે ખૂબ વિચારથી કહીએ છીએ તમે કોઈ પણ ધર્મનુ શરણ કરે તે તમારી મરજીની વાત છે, પણ તમે જન ધર્મનું શરણુ કરશે તો તેમાં છેતરાશે નહિ એ અમે અમારા અભ્યાસ અને અનુભવથી કહીએ છીએ,