________________
શાંતસુધારસ
ન્હોતો એણે તબીઅત તપાસવાનો દેખાવ કરી કષ્ટસાધ્ય કેસ છે એમ જાહેર કર્યું. આખું મડળ કાઈક નિશ્ચિત થયું સ તે પાણીનો પ્યાલો લીધો. ત્રણ વાર તેના શરીર પર ફેરવ્યો અને કહ્યું કે આ પાણીમાં સર્વ વ્યાધિ ઊતરી ગ છે. જે આ પાણી પીશે તે મરી જશે અને ભાઈશ્રી ઊઠશે. અત્યાર સુધી માતા, ભાઈ, પિતા, પુત્ર સર્વ પ્રાણ આપવા તૈયાર થવાની વાતો રડતા રડતા બોલતા હતા તે સર્વે ચૂપ થઈ ગયા સ્ત્રીએ પણ વિચાર્યું કે હું જઈશ તો નવી આવશે ! સ ત કહે-ઊઠ, ભાઈ! જોયુ ? |
આ તે તદ્દન સાદી વાત છે કે શરણ આપી શકે તેમ નથી અને આપવાના પણ નથી. ગમે તે સ્વજન આવે તે ખાલી પ્રાણપોક મૂકનારા છે, બાકી મરણ કેઈને વશ થતું નથી અને એ આવે ત્યારે તેને કોઈ અટકાવી શકતું નથી એ પ્રાણી ગમે તે સંત-સુખ આપનારે હોય કે ગમે તે ભલો કે ભૂડે, વહાલો કે દવલો, રળાઉ કે ઉડાઉ, ભણેલો કે અભણ હોય પણ કોઈપણ સ્વજન તેને રક્ષણ આપી શકતું નથી અને મરણને થોડી વાર થોભાવી પણ શકતુ નથી આમા નિરર્થક ટીકા કરનારા સગાઓ, બાપના મરવાની રાહ જોતા બેસી રહેલા ઉડાઉ પુત્રો, ધણીને પ્રેમ હારી ગયેલી, શોક્યના શલ્યવાળી ભાર્યા કે એવા કેસોનો સવાલ નથી, ત્યાં તો કોઈ આડે હાથ દેવાનો ખ્યાલ પણ ન કરે, પણ દુનિયાની નજરમાં સારામાં સારા પ્રેમને પાત્ર થવા સર્જાયેલ શેઠા આદર્શ સુખીઓને પણ જ્યારે તેઓ મરણદશાની નજીક જાય છે ત્યારે તેમના આવા જ હાલ થાય છે એ આપણી દરાજના અનુભવનો વિષય છે એક પણ સ્વજન મરણથી આ પ્રાણીનું રક્ષણ કરી શક્તો નથી એ સિદ્ધ વાત છે.
સર્વ રીતે સુખી ગણાતાની આ સ્થિતિ છે, બાકીના માટે શું હોય તે સમજી લેવુ.
(ધ્રુવપદ) ત્યારે આવી સ્થિતિમાં કરવું શુ ? આ તે ભારે ફસાણ. આ તો ભરોસાની ભેસે પાડા જયા જેવી વાત થઈ ! આપણા પોતાના સ્વજનો-ઘરના માણસો ઉપર આધાર ન રાખી શકીએ ત્યારે જવું ક્યારે કરવું શુ ? આના ઉપર એક કુવપદ કહે છે એ પ્રત્યેક ગાથા સાથે બેસવાનું છે તેને ભાવ નીચે પ્રમાણે છે –
આખા ગીતમા બતાવાશે અને ઉપર શ્લોકમાં બતાવાઈ ગયુ તેમ કઈ વસ્તુને, સબંધીનો કે સગાને ટેકે આ જીવને અણીને વખતે નથી, એ વાત તે સમજાણી, પણ એમાથી કઈ રસ્તો ખરો કે ખાલી મૂઝાઈ મરવાનું જ છે ? આ પ્રશ્ન સ્વાભાવિક છે આવે વખતે બીજું તે કેણ મદદ કરે છે ત્યા સગાવહાલા તો શુ પણ શરીર પણ ઠ ડું પડી જાય, નાડીઓ પણ તૂટી જાય ત્યાં બીજે કેણુ પાસે આવે ?
ત્યારે ધમ એના ખરા આકારમા ટેકે આપે છે જીવનમાં જેટલી અહિસા વણી દીધી હોય, ન્યાયમાગે પ્રવર્યા હોઈએ, સાચી સલાહ આપી હોય, ગમે તેટલા જોખમે સત્ય માર્ગ આદર્યો હોય, ભય કર પ્રસંગોમાં મન પર કાબૂ રાખ્યો હોય, પરસ્ત્રી તરફ નજર પણ ન કરી હોય, વગર હક્કનું લીધું ન હોય, દીન જનોને દાન દીધા હોય, બ્રહ્મચર્ય પાળ્યું હોય,