________________
શાંતસુધારી
કે ભયાની જેમ ચાકી કરી હોય એ પેસા એને કઈ પણ પ્રકારને ટેકે આપતા નથી, યમદેવને એક ઘડી રોકી શકતા નથી અને બગડતા પરભવને સુધારી શક્તા નથી,
અસલના વખતમાં નિર્વ શ જાય ત્યારે સગાએ માલિક થવા આવતા અથવા રાજા સર્વ ધન લૂંટી લેતા અથવા જપ્ત કરતા. તે વખતે કઈમરનારના શુભ વિચાર ભાગ્યે જ કસ્તુ અને અત્યારે કેર્ટ કે દરબારમાં પૈસાને જે ફેજ થાય છે તેની કર્મકથા જાણીતી છેએવા પિસા માટે અર્થ કે પરિણામ વગરને વીર્ય-વ્યય કોઈ સમજુ કરે નહિ, પણ એ તદ્દન જુદી બાબત છે. અહીં પ્રસ્તુત વાત એ છે કે એ પૈસા લેવા ભાઈઓ, સગાઓ કે સ્વજનો દોડાદોડ કરે છે, પણ એ પૈસા આ ભાઈશ્રીને કોઈ જાતનુ શરણ-આધાર કે ટેકે આપતા નથી. આ પરિચયમાં ઘણી જરૂરી વાત થઈ ગઈ છે તેથી ગીતની વિચારણામાં બહુ લંબાણ ન કરતા સક્ષેપમાં પતાવશું.