________________
૭૫
અનિત્યભાવના ધીરજ ગુમાવી બેસે છે અને મર્યા પછી તે ધીરજ હતી કે નહિ એ સવાલ પણ નકામો થઈ પડે છે. એણે સારા કે ખરાબ ઉદ્યોગો આદર્યા હોય તો તેના પૂરતા તો તે સર્વ ખલાસ થઈ જાય છે. મોટા કારખાનાં શરૂ કરનાર, અનેક મિલો ચલાવનાર કે કેઈ વિશિષ્ટ કાર્ય આદરબાર સર્વ અહી મૂકીને જાય છે એની નજરે જોતા ઉદ્યોગો સર્વ ખલાસ થઈ જાય છે, જે નાસી જાય છે અને પછી ચાલ્યા કરે તો પણ એને તો એ સર્વ ખલાસ જ છે. એને ઘેર એ આવે કે એના કારખાનામાં આવે તો એને “ભૂત ગણીને મારી ધકેલી કાઢી મૂકે છે, એને મરચાના ધૂમાડા આપે છે અને કોરડાથી ફટકાવે છે. - અરે! બીજી વસ્તુની વાત શી કરવી? પણ એનું પિતાનું શરીર, જેને એણે પંપાળ્યું -પષ્ય હોય છે, જેની ખાતર એણે ઠડી, તાપ, અગવડે, ઉપાધિઓ સહ્યાં હોય છે, જેને માટે અનેક દવા-ઉપચાર કર્યા હોય છે, જેને હવા ખવરાવવા અનેક સ્થાનકે એ લઈ ગયેલ હોય છે અને જેને ચાંપી–ચ પાવીને, તેલના માલેસ કરાવીને, સાબુ લગાવીને, હાઈ ધોઈને સાફ કરેલ – પાપેલ હોય છે તે શરીર પણ તદ્દન સામર્થ્ય વગરનું થઈ જાય છે. એનામાં ભીમ, સેો કે કે હરકયુલિસ જેટલું બળ હોય તો પણ એ મરણને શરણ થાય છે ત્યારે એની સર્વ નાડીઓ તૂટી જાય છે અને એ શરીર કોઈ પણ પ્રકારનો જવાબ આપતું નથી. એના શરીરમાથી વાયુ એક પછી એક નીકળી જાય છે અને આ તે હૃદય બંધ થાય છે એટલે પ્રાણપોક મુકાય છે એની નાડીઓ તૂટે અને એને ડચકા આવે ત્યારે એના મજબૂત શરીરની અ દર શુ શુ થતું હશે તે જોનાર જોઈ શકે છે, પણ એનુ ૫ પાળેલુ-પુષ્ટ કરેલું શરીર પણ એવા ખરી કટેકટીના સમયમાં તેની બાજુએ ઊભુ રહેતુ નથી, એને કોઈ પ્રકારના ટેકે આપતુ નથી અને એના સ બ ધમાં એણે કરેલી ગણતરીમાની એક પણ એ સાચી પાડતું નથી. આવી રીતે એના પિતાના શરીરને પણ એને ટેકો મળતો નથી.
એક ઘણી વિચિત્ર વાત છે તે એ છે કે-આ પ્રાણીની આખી પ્રવૃત્તિ પિસા મેળવવા, વધારવા અને રક્ષણ કરવામા ઘણુ ખરુ રેકાયેલી હોય છે. એને પૈસાની વાતમાં ઘણી મજા આવે છે એ પૈસા પણ એને કેઈ જાતનું રક્ષણ આપતા નથી, કાળના પાશમાથી એને બચાવતા નથી અને એને કોઈ રીતે જીવાડતા નથી ઊલટુ, એના મરણ પછી એના પૈસા મેળવવાની એના બાધવો ખટપટ કરે છે, દોડાદેડ કરે છે અને મરનારને યાદ કરવાને બદલે એણે કરેલા વિલની ટીકા કરવા માંડે છે એમા જે એક છોકરાને વધારે અને બીજાને સહેજ ઓછુ આપ્યુ હોય તો જોઈ લો મજા કેર્ટમાં કેટલા એસ્ટેટે આવે છે, ત્યા મરનારને વિલ કરવાની શુદ્ધિ નહોતી, વિલ કરવાની શક્તિ નહોતી, એના ઉપર અન્ય સબ ધીએ દબાણ કર્યું હતુ, એની મિક્ત વડીલોપાર્જિત હાઈ એને વિલ કરવાની સત્તા નહેતી વગેરે ઝગડાઓ ચાલે છે અને જે દ્રવ્યની પાઈએ પાઈ અનેક કષ્ટ કરી, સાચા-ખાટા કરીને મેળવી હોય છે તે વેડફાઈ જાય છે મૃતક ઉપર ગીધ પડે તેમ અનેક માણસે એના ઉપર ટાપી બેઠા હોય છે અને તેને ખેદાનમેદાન કરવામાં મજા માને છે જે દ્રવ્ય મેળવવા કે જાળવવા ભગીરથ પ્રયાસ કર્યો હોય