________________
૭૪
શાંતસુધારસ શું આડે હાથ દેશે ત્યાં સુધી યમરાજ આવ્યો નથી અથવા તો એણે એક વાકી નજર ફેકી નથી ત્યાં સુધી જ આ અભિમાન અને ગૌરવ છે. આંખો બંધ થઈ એટલે “આપ મુએ સારી ડૂબી ગઈ દુનિયા.” સમજે, વિચારે, ચિતવો એ વખતે આધાર કોનો? એ વખતે શરણ કેતુ ? એ વખતે ટેકે કેને? અને ધ્યાનમાં રાખવું કે આપણુ ગમે તેવું સ્થાન આપણે માનતા હોઈએ, પણ યમરાજની નજરમાં તો આપણે એક નાના કીડા છીએ અને એ વાકી નજરે જુએ તે ઘડીએ એ આપણને ચાળી ચગદી ફેંકી દે એવી સ્થિતિમાં છે અને તે વખતે આપણે આધાર શે એ વિચારવાનુ આપણુ કામ છે.
(૩) ઉપર અને શ્લોકોમાં જમદેવ આવવાના વાજા વાગે છે ત્યારે પ્રાણીની શી દશા થાય છે અને એ વખતે તેને કઈ શરણ આપતું નથી, તે હાફળેફાફળો બની જાય છે અને મનના ઘોડા દોડાવે છે એ વાત કરી. જ્યારે મરણ એને પિતાના સપાટામાં લે છે ત્યારે એની સર્વ રાજધાનીમા શુ થાય છે અને તેની વસાવેલી દુનિયા કેવી શીવિશીર્ણ થઈ જાય છે અને તેને કેવો બોરકુટો નીકળી જાય છે તે આ લોકમાં બતાવી તેમાથી સાર એ બતાવે છે કે એની દુનિયાની કેઈ પણ સારી-માડી ચીજનું શરણું રહેતું નથી, તેને તે વખતે એ કાઈ કામમાં આવતી નથી અને એના તરફથી કોઈ પ્રકારનો ટેકો મળતો નથી
એ ગમે તેવો મોટો પ્રતાપી હોય, એને પ્રભાવ ગમે તેટલો પડતો હોય એના પડકારામાં અનેકના ગાત્ર ગળી જતાં હોય પણ મરણને એ વશ પાડ્યો એટલે એનુ મરણ થયુ કે એ સર્વ ખલાસ થઈ જાય છે મેટા અલેકઝાડર (સિક દર), પોપી સીઝર કે શાહજહાન જેવા શહેનશાહો મરણ પામે છે એટલે એના સર્વ પ્રતાપ નાશ પામી જાય છે, એના નામે ચાલકે પડતો હોય છે તે ખલાસ થઈ જાય છે અને એના પ્રભાવથી પૃથ્વી ધણધણતી હોય છે તે સર્વ ધ પડી જાય છે આખી બજારને નચાવનારના હાથ નીચા પડે છે એટલે એના નામનો ચમત્કાર પૂરો થઈ જાય છે બે કલાક ઊંઘી જાય તો બજારમાં ટકાઓના ફેરફાર થઈ જાય છે તે જ બજારે તેના મરણને દિવસે એક દિવસ બધ રહે છે, પણ પછી ઘોર અંધારી રાત!
પ્રાણીની સંપત્તિ, એના ધન, દોલત, ખજાના, એનું યૌવન અને એને પડછો એ સર્વનું તેજ ગળી જાય છે એણે લાખ મેળવ્યા હોય તે નકામા થઈ જાય છે અને એના જુવાનીના ઝબકારા ઠડા થઈ જાય છે મરણ પછી તે જોહાનિ એટલી મટી થાય છે કે છેડા વર્ષ પછી એનું નામ યાદ કરતા પણ પ્રયાસ કરવો પડે છે અને બીજો યુગ આવે ત્યાં તો એ લગભગ સર્વથા ભુલાઈ જ જાય છે. મોટા શહેરના યુવકે કે ગામડાના છેલબટાઉ, તાલીમબાજ કે સેન્ડ જમીન ભેગા થયા કે એની સાથે તેજ કે ચમત્કારમાથી કાઈ રહેતું નથી અને એ સર્વ ગળી જાય છે.
જે પ્રાણીમા કઈ જાતનું ધર્ય હોય જેણે ચિત્તની સ્થિરતા પ્રાપ્ત કરી હોય કે એવા ગુણ પ્રાપ્ત કર્યા હોય તે પણ મરણને વશ પડતા ખલાસ થઈ જઈ જાય છે. મરણ વખતે પ્રાણ