________________
અનિત્યભાવના એવા તો દીન બની જાય છે કે એના મોઢા સામે જોવુ પણ આકરુ અને કષ્ટકર થઈ પડે. છે. એ વખતે એની અપ્સરાઓ કે વિમાને, ઈદ્રાણીઓ કે પરિવાર કોઈ એને ટેકે આપી શકતું નથી.
આ દુનિયામાં પોતાના હાથના બળ પર મુસ્તાક રહેનારા અને સ્વાયત્ત ધનથી મદ કરનારા તો અનેક જોયા છે થોડાઘણા પૈસા આવડત કે કુનેહથી મેળવ્યા એટલે જાણે પિતાના જે દુનિયામાં કોઈ નથી એમ ધારી મદમાં મસ્ત રહે છે. એ બધી દુનિયાને નિર્માલ્ય ગણે છે. પણ એવા મદાધ માણસો મરવા પડે છે ત્યારે એની ભારે ખરાબ દશા થાય છે એ ગમે તેવા ચેડા કાઢે છે અને દુનિયામાં જીવવાનો પિતાને હકક એક દિવસ બ ધ થશે એમ ધારતા ન હોવાથી એ વખતે તે ઘેલા થઈ જાય છે મરણ વખતે એ જીવવા માટે ફાફાં મારે છે. પણ સર્વ નકામુ નીવડે છે. એના ધન-વૈભવ અહી રહી જાય છે, એ પણ એને મદદ કરતા નથી. અને જે ભુજાઓના બળથી એણે સ ચય કર્યો હોય છે એ સચય પણ અહી જ રહી જાય છે, એ ભુજાઓ પણ એને કાઈ મદદ કરતી નથી.
આખી જિ દગી લહેર કરનારા, રગભગના લોટા ભરનારા, ભ્રમરની જેમ ભટકનારા, અકરાતીઆ થઈને ખાનારા, ખાવામાં જ જીવન–સમજનારા અને કઈ પણ પ્રકારની ગાવાની, સાભળવાની, સૂ ઘવાની કે ખાવાની વાતમાં મસ્ત બનનારાઓ પણ જ્યારે કાળભૈરવ તેની નજીક આવે છે ત્યારે પોતાના ચેનચાળા ચૂકી જાય છે અને તદ્દન અનાથ જેવા થઈ રાંકડા બની જાય છે ?
આ ખરેખરી વસ્તુસ્થિતિ છે વસ્તુ કે સ બ ધનુ ખરું સ્વરૂપ ન જાણનારને જરૂર શેક થાય તેવી આ સ્થિતિ છે અને જરા પણ અતિશયોક્તિ વગર ઉચ્ચ-નીચ સ્થાનમાં આવી પડેલા લગભગ પ્રત્યેક પ્રાણીની થાય તેવી આ સ્થિતિ છે મરણ વખતે પ્રાણીના મનની જે દશા થાય છે તેને આપણને અનુભવ ન હોય, પણ કલ્પના અશક્ય નથી. એ વખતે એ હારેલા જુગારી જેવો બની જાય છે એનુ સર્વસ્વ સરી જતુ એ નજરે જુએ છે એ સર્વના ભાગે પણ એ જીવવા ઈચ્છે છે. પણ એના ઉપર યમરાજને દુદત હાથ ઘણા જોરથી પડતો હોય તેમ તે જોઈ શકે છે એટલે એ તદ્દન નખાઈ જાય છે, હઠી જાય છે, પાછો પડી જાય છે, એને બોલવા-ચાલવામાં વિવેક રહેતો નથી અને એને મૂઝવણમાં કાઈ રસ્તો સૂઝતો નથી આ “રસ્તો સૂઝત નથી એ અશરણતા છે અત્યાર સુધી જે જાતની લહેર કે જે જાતના હુકમમા જિ દગી ગાળી હોય તેને અત્યારે ઓડકાર આવે છે અને એ પથારીમાં પડ્યો પડ્યો તરેહવાર પછાડા મારે છે એનું મુખ અને એનું મન-એ અને અત્યારે બરાબર અભ્યાસ કરવા લાયક બને છે.
ફર યમરાજના દાત” માત્ર ક૯૫વાના જ છે. મૃત્યુના સપાટામાં આવે તેનું એ રૂપક છે, આવા મોટા શેઠ–શાહુકારો, લહેરીલાલાઓ અને ખુદ શહેનશાહો કે ઈ-કોની મરણ