________________
શાંતસુધારસ
મરવું ગમતું નથી, મરવાનું નામ પણ ગમતું નથી અને મરવાની ઈચ્છા પણ થતી નથી. આવા છેલ્લી પાયરીને દાખલાઓને પણ હાલમાં એક બાજુએ રાખીએ
પણ મેટા ચકવતી હોય, છ ખંડ પૃથ્વીના ધણી હોય, જેની ચાલે ધરા ધ્રુજતી હોય, જેને ડાળે પર્વત ડોલતો હોય, જેના હકારાએ ગાત્ર ગળી જતા હોય, જેના બળ આગળ મોટા બડેજાવના માન ગળી જતા હોય અને જેની જય હાલતા-ચાલતા પિોકારાતી હોય તેવાઓની નજીક જ્યારે મરણ આવે છે ત્યારે શી દશા થાય છે તેને કદી ખ્યાલ કે અનુભવ કર્યો છે ? એ વાત નજરે જોયા વગર બરાબર ગ્રાહ્યમાં આવે તેવી નથી
ખ ડ પૃથ્વી સાધનાર મોટા ચક્રવર્તીઓ પણ જ્યારે મરવા પડે છે ત્યારે ટાંટિઆ (પગ) ઘસે છે, એયય કરી મૂકે છે, દવાદારૂ માટે મેટા રાજવૈદ્યોને બોલાવે છે અને ગમે તેમ કરીને જીવવા માટે પ્રયત્ન કરે છે. મોટા ચક્રવતી મરવા પડે ત્યારે કેવી દંડાદેડ થતી હશે તે ક૯૫વું મુશ્કેલ નથી સાધારણ શેડીઓ માદ પડે તે મટી ફીવાળા ડોકટરે બોલાવવામાં આવે, છેલ્લી ઘડી સુધી ઓકિસજનની બેરલ (સીલબ ધ કરેલી લોઢાની પેટીઓ) તેના મુખમાં નળી વાટે ઠલવાય, અનેક પ્રકારના નાડી–પ્રવાહો (Injections) અપાય, હિરણ્યગર્ભ જેવી કે મૃત્યુંજય જેવી દવાઓ અપાય, તો મેટા ચક્રવતી માટે શું શું ન થાય ! ! પણ એ વખતે એને જરા પણ શુદ્ધિ ( Consciousness) હોય તો તેના મનમાં શું ચાલતુ હેશે એનો ખ્યાલ આવે. અરે ! એ તો માથા પછાડે, ઊંચે-નીચે થઈ જાય, પગ પર પડ્યો પડ્યો ચીસ પાડે પણ તે વખતે એનું બળ, તેજ કે સત્તા સર્વ વ્યર્થ છે, કિંમત વગરના છે, નિરર્થક છે એમ સિદ્ધ કરી બતાવે છે
પિતાના બળથી છ ખંડ પૃથ્વી સાધનાર અને મોટા મહારાજાઓને પણ નમાવનાર મોટા શહેનશાહ–સમ્રાટેની આ દશા થાય છે અને થઈ છે એમ ઈતિહાસે નોધ્યું છે ત્યારે શુ વિચાખ્યુ ? એમાથી ધડો શે લે? એનુ અડીન–અધિકતર વિશિષ્ટ બળ કયા ગયુ ? એના વિલાસ ક્યા ચાલ્યા ગયાં ? એના જય પિોકારો ક્યા સુકાઈ ગયા? એનું મોટું લશ્કર ક્યા ગયુ ? એનાં મોટા ધન્વ તરીઓ ક્યા સૂઈ ગયા? અને એ સર્વ હોય, એના હજુરીઆઓ, સચિવ, દાસે, રમણીઓ અને નેરે હાજર હોય તો પણ એ દીનવદનેનિરાશ ચહેરે ચારે બાજુએ આખો ફાડીને જોઈ રહે છે અને અને એની આખે ફાટેલી જ રહે છે એ ઋદ્ધિ, રત્ન કે લશ્કર કાઈ એની નજરમાં આવતું નથી, કોઈ એને એક ક્ષણ પણ વધારે જીવાડી શકતું નથી અને તે વખતે એના મુખ પર નજર કરી હોય તો ત્યા નિરાશા, દીનતા અને વલોપાત સિવાય અન્ય કોઈ દેખાતું નથી. એ વખતે એને કેઈ સહાય કરતુ નથી. કરી શકતું નથી અને એની પીડામાંથી જરા પણ અલ્પતા કરતું નથી, પૃથ્વી પણ અહી જ રહે છે અને સાહ્યબી પણ નકામી થઈ પડે છે
એવી જ રીતે સ્વર્ગને વૈભવ ભેગવનારા મોટા દેવો કે દેના ઈદ્ર પણ જ્યારે મરણ નજીક આવે છે ત્યારે તદ્દન હતાશ થઈ રાકડા–ગરીબ-બિચારા-આપડા બની જાય છે અને