________________
પરિચય
અશરણભાવના
( ૧) આ પ્રાણીને કોઈના ઉપર આધાર રાખવો ઉચિત નથી, એને વસ્તુત કોઈને આધાર છે પણ નહી. એને આ વિશાળ ભવસમુદ્રમાં પિતાના બળ ઉપર જ ખૂઝવાનું છે. આ પ્રાણ નાની–મોટી બાબતમાં પારકા સામે જુએ છે અને એમ કરતા એને મનમાં આશા રહે છે કે ક્યાંકથી ટેકે મળશે આ પારકી આશા હમેશા નિરાશ કરનારી છે. એનું છે તે એની સાથે જ છે–એની પાસે જ છે એ અત્ર બતાવવાનું છે પારકાની આશા તદ્દન ખોટી છે, મૃગતૃષ્ણ છે, હવાના બાચકા છે. એ કેવી રીતે છે? – તે આપણે પ્રથમ ગ્રંથકર્તાની સાથે જોઈએ
આ દુનિયામાં અનેક પ્રકારના પ્રાણીઓ છે કેઈ સુખી છે, કઈ દુખી છે, કોઈ સારા સગોમા વધતા જ જાય છે, કઈ ગમે તેવા કુશળ હેય પણ સગને તાબે થઈ દરેક બાબતમાં પાછા પડે છે આવા અનેક દ્રઢો ગણી શકાય. એ સર્વને એક દિવસ મરવુ તે જરૂર છે. બીજી સર્વ વાતો અચકકસ છે. ધન મળે યા ન મળે,
કરા થાય કે ન પણ થાય, માન-આબરૂ–પ્રતિષ્ઠા જામે કે ન પણ જામે, પણ મરવું એ તો ચોક્કસ વાત છે કેઈ મરવાથી બ હોય એવું જાણવામાં નથી, નામ તેનો નાશ જરૂર થાય છે. એમાં કઈ ડરવાનું નથી પણ એ વસ્તુસ્થિતિ છે એના પર ધ્યાન આપીએ. બુદ્ધ ભગવાન પાસે ઘરડી શી એકના એક છોકરાને શબને લઈ આવી તેને જીવતે કરવા માગણી કરવા લાગી, ત્યારે બુદ્ધદેવે એને એવા મનુષ્યના ઘરમાથી પાણીને લેટો ભી લાવવા કહ્યું કે જેના ઘરમાં કોઈ મરણ થયુ ન હોય સગર ચકવતીના સાઠ હજાર પુત્રના મરણની વાત ઈ કહી ત્યારે જેના ઘરમાં કઈ મરણ ન થયુ હોય તેના ચૂલાની રાખ મગાવી હતી, પણ એવું એક પણ ઘર ન નીકળ્યું-એ શું બતાવે છે?
ત્યારે મરવું જરૂર છે એમ જાણ્યા પછી એને અને પ્રાણી કેવી રીતે વર્તે છે અને એ આવીનું ઊભું રહે છે ત્યારે એની શી દશા થાય છે એને જરા અભ્યાસ કરીએ જે પ્રાણીઓ અહીં કોઈ જાતનો આનદ ન ભોગવી શકતા હોય તેમને પણ મરવું ગમતું નથી વ્યાધિગ્રસ્ત, દીન, દુખી, અનાથ કે ભિખારી પણ ગમે તેમ કરીને જીવવા માગે છે એમને ક્યાં સુખ ખાતર જીવવુ ગમતુ હશે તે એક આકરે કેયડે છે પણ તેને મરવું ગમતું નથી એ ચોક્કસ વાત છે આખા શરીરમાં માત્ર હાડકાં રહ્યા હોય, કે પાણી આપે તો પીએ તેટલી અશક્તિ હોચ, ખાટલામાંથી નીચે પગ પણ મુકાતા ન હોય અને શરીરમાંથી દુર્ગધ છૂટતી હોય પણ