________________
અનિત્યભાવના
૬પ
(૧) પિતાના અસાધારણ બળથી જેઓ છ ખડ પૃથ્વીને નિતીને હાલતા હતા-શોભતા
હતા, જેઓ સ્વર્ગ(ના આનદ)નો ઉપભોગ કરનારા હતા, જેઓ પોતાના હાથના જેરથી થયેલા મદને સારી રીતે અવકાશ આપતા હતા, જેઓ આન દ–લહરીના વિલાસની મજામાં–પ્રેમની છોળોમાં રમતા હતા, તેવાઓને પણ જ્યારે મહાફૂર જમરાજા પિતાના દાતથી દળી નાખે છે – સપ્ત રીતે એને કૂટો કરી મૂકે છે ત્યારે તેઓ કોઈના આશરા વગરના અને રાકડા મુખવાળા થઈને શરણને માટે દશે દિશાએ
ચકળવકળ જોયા કરે છે. (ઘર)માથે ધણીધોરી વગરનો આ મનુષ્યરૂપ કીડા, કેઈને ન સહન કરનાર જમરાજની
વાકી આખેની નજર તળે જ્યાં સુધી આવતા નથી ત્યા સુધી જ તે અભિમાનના
ભ્રમમાં ચાલે છે અને ત્યાં સુધી જ તે ગુણના ગૌરવમાં મહાલતે દેખાય છે (૩) મરણ (જમદેવ) જેવો આ પ્રાણીને પિતાના પાકા સપાટામાં લે છે કે તે જ વખતે
એ પ્રાણીને પ્રભાવ ચારે તરફથી નાશ પામી જતો જાય છે, તે સર્વ ખલાસ થઈ જાય છે, એનું વધતું જતુ તેજ સર્વથા ગળી જાય છે, એના ચિત્તની રિથરતા અને ઉદ્યોગે પસાર થઈ જાય છે, એનુ સારી રીતે પિધેલું શરીર શીર્ણ વિશીર્ણ થઈ જાય છે અને તેના સગાવહાલાઓ એનુ ધન પિતાના ઘરભેગુ કરવાની બાબતમાં પ્રવૃત્ત થઈ જાય છે.