________________
શાંતસુધારર્સ
ભાવનામાં પુનરાવર્તન થાય તે ગભરાવાનું નથી. અનિત્યતાની વાર્તા સંસારભાવનામાં પણ આવે, એકત્વ બતાવતા સ સાર જેવો જ પડે ઉપદેશના 2 થમાં પુનરાવર્તન દોષ નથી. અતિશય ઉપયોગી છે અને અનિવાર્ય પ્રગતિવાળી પદ્ધતિ છે. વાત કહેવાની એક જ છે કે લેખન ચા લેખકના ગુણદોષ જેવાને બદલે વસ્તુસ્વરૂપ વિચારવુ. નિત્ય વસ્તુ જે જણાય તેને જ નિત્ય માનવી અને અનિત્યની ખાતર ઉપાધિમાં પડી પરિણામ વગરના રાગ–કે કરી પિતાને વિકાસમાગ બગાડી ન નાખો લક્ષ્મી ચ ચળ, યૌવન ચચળ, આદશે તદ્દન રધૂળ, દાનત ગડપ કરવાની અને પછી છૂટવાની વાતો કરવી એ ચાલે તેમ નથી. હેતુ અને પરિણામ સમજીને જીવન જીવનારને ન ઘટે તેવી રીતે આખી ચકરાવામા નાખે તેવી રમત માંડીને બેઠે છે અને પછી એમાથી છૂટવાની આશા રાખે છે તે કેમ બનશે? જરા વિચાર.
પ્રશમરસને ઓળખ, પ્રશમરસના પાનને પિછાન, એ પાનની નવીનતા સમજે અને અનિત્યનો ત્યાગ કરી તોરામાં આવ તારાને ઓળખ અને સચ્ચિદાનંદમય – તારા અસલ મૂળ સ્વરૂપે તારામાં વિલય પામી જ જગતને ચકરાવે ચઢો તો પછી “મૂઢ” જેવા વિશેષણે સાભળવા પડશે તારુ તારી પાસે જ છે, બાકીનું ક્ષણવિનાશી છે – અ તે મૂકી જવાનું છે અને an I તે સામસુમનન્ત વિવારે એનો પિતાથી સ્વત ત્યાગ કરવામાં આવશે તો તે અનત સુખ આપે તેમ છે, છોડવા પડશે (પરાણે) ત્યારે ભારે કચવાટ–અકળાટ-બેટ થશે, પરસેવાની ઝરીઓ વળી જશે, મગજ પર લોહી ચઢી જશે અને છતા એક થપ્પડ લાગતા મુઠ્ઠી છૂટી જશે.
નિત્યાનિત્યભાવ ખૂબ વિચારી પ્રશમરસના પાનમાં લયલીન થા અને અત્યારની અર્થહીન, આદર્શવિહીન, પરિણામશૂન્ય સ્થળ ભાવનાઓ (Ideals)ને બાજુએ કરી તારા સ્વત્વને સમજ, સમજીને પિછાન અને પિછાનીને તન્મય બર્ની જ
इति अनित्यभावना