________________
અનિત્યભાવની
, સનત્કુમાર ચકવર્તીને શરીરસૌ દર્ય પર ખૂબ મોહ હતો, પણ જોતજોતામાં એ શરીર વિષમય થઈ ગયુ. મેટા ચકવર્તીઓ પણ ગયા અને કાકિણીરત્નથી ઋષભકૂટપર લખેલાં. નામે પણ અતે ભૂસાઈ ગયા તો પછી આપણો તે શા ગજા 1 અને આવી તદ્દન ઉપેક્ષણીય વસ્તુ ખાતર જીવતર બગાડવુ અને પિતાનો આખો વિકાસક્રમ ઉથલાવી નાખવો એ મહામુશ્કેલીમાં મળેલા મનુષ્યભવને ફેકી દેવા જેવું છે.
સ્થળવાદમાં મસ્ત થયેલા આ યુગમાં અનિત્યતાની વાતો ઘણાને ગમશે નહિ એ ખરું છે, પણ વાત એ છે કે જેને જાણવું જ નથી તેને તો સર્વ સરખુ જ છે. બાકી સમજ્યા વગર અત્યારે જે મહાર અને મોટી ઉથલપાથલ થઈ રહી છે તેમાં સાધારણ વ્યવહારકુશળ બુદ્ધિને પણ સ્થાન નથી. જાણવા છતા ઘણું જાણતા નથી અને જાણનારા અનુસરતા નથી– તેથી સાચી વાત બદલાય નહિ. એક તાજા સિવિલિયનને પૂછ્યું કે-હવે શું કરશે ? નોકરી પછી? અમલદારી પછી? પ્યુટી કલેકટરી. પછી? આસિસ્ટન્ટ કલેકટરી પછી ૨ કલેકટરી, પછી ? બેરી છોકરા વગેરે. પછી ૨ કમિશનર પછી? એકઝીક્યુટિવ કાઉ સિલના મેમ્બર. પછી? હવે જવાબ આપતા તેનું તદ્દત આવી રહ્યું હતું ?
જવાબમાં બોલ્યા“પછી પછી શું કરો છો? પછી પેન્શન લેશુ ? પછી ? ( હવે તે તદ્દન નરવસ થઈ ગયા ) પછી શુ ? પછી મરશું !
આમ બોલતા બોલાઈ તે ગયુ, પણ પછી માટી મૂઝાયો એને મનમાં થયું કે ત્યારે શુ આ સર્વની આખરે અંતે મરવાનુ તે ખરુ જ! !
આ વાત તમને નરમ પાડવા માટે કરવાની નથી, મૂઝવવા માટે શોધી કાઢેલી નથી, નવા યુગને ન ગમે તેવું કહેવા શોધી કાઢી નથી વસ્તુસ્થિતિ આ જ છે અને પૂર્ણદિવ્ય જ્ઞાન, અનુભવ અને વ્યવહારમાં કુશળ માણસોએ જોઈ તેવી અને તેવા આકારમાં કહી છે મૂકી જવાની અને ત્યાગ કરવાની વાત ન ગમે તે બનવાજોગ છે પણ તે ખાતર વસ્તુસત્ય ગોપવવું અશક્ય છે આ સંસાર સાથે, ધન સાથે, પુત્રાદિ સાથે કામ લેવામાં ઉડી વિચારણા ન કરી હોય તે આવો વિચાર સ્વાભાવિક છે પણ તે ઉપરટપકેનો હોઈ કાર્યસાધક નથી
આપણે કઈ પૂર્વકાળના સારા કે ખરાબ પ્રાણીને કે જૂના મકાનોને ઊભેલા જોતા નથી તે જ તેને પુરાવો છે. આપણે જીવનકલહ મૂર્ખતાભરેલો છે, આપણી સબંઘની ગણતરી તદ્દન ખોટી છે અને આપણી આખી રમત ખોટા પાયા ઉપર રચાયેલી છે કે ક્ય પછી જે વિચારો આવે તેમાં જેટલી વ્યવસ્થિતતા હોય તેથી વધારે સ્પષ્ટતા આપણી જાળબદ્ધ સ્થિતિની અવસ્થામાં નથી દારૂ પીનારાના મત કેવા? અને તેની કિમત કેટલી ? બે દારૂડીઆ તાળી દઈ ગપ્પા મારે અને એકબીજાની ટાપસી પૂરે તેવી આપણી વાતો છે સર્વ અનિત્ય છે એ દેખાય તેવી વાત છે જેવું હોય તે જોઈ શકે છે અને ન જેવું હોય તે ઘેનમાં પડી રહી શકે છે.